જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. અહીં રોપ-વેનો કેબલ તુટી જવાથી સાત પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. મૃતકોમાંથી ચાર લોકો એક જ પરિવારના સભ્યો હતા. આ દુર્ઘટનામાં કેટલાક લોકો ફસાયા હતા. જેમને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતુ.
આ દુર્ઘટના ગુલમર્ગના ગોંદોલામાં થઇ હતી. ગોંદોલામાં બે પહાડો વચ્ચે આવવા જવા માટે રોપ- વે સર્વિસ છે. જેમાં કેબલ કારના વાયર પર અચાનક વૃક્ષ પડવાથી દુર્ઘટના સર્જાઇ હોવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. આ દુર્ઘટનામાં સાત પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. દુર્ઘટના બાદ કેબલ કાર પર ફસાયેલા લગભગ 100 લોકોને બચાવવા માટે રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. મૃતકોમાં ચાર લોકો એક જ પરિવારના સભ્યો હોવાનું બહાર આવ્યું છે.