GSTV
Bollywood Entertainment Trending

‘ગલી બૉય’ Teaser : ખિલજી બન્યો રૅપર, સૌથી હટકે અવતારમાં રણવીર-આલિયા

રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગલી બૉય’નું ટીઝર રીલીઝ થઇ ચુક્યું છે. ટીઝરમાં હિપ હૉપ વર્લ્ડ દર્શાવવામાં આવ્યું છે. સાથે જ તે પણ જણાવવામાં આવ્યું છે કે ફિલ્મનું ટ્રેલર ક્યારે રીલીઝ થશે. 1 મિનિટ 30 સેકેન્ડના ટીઝરમાં રણવીર સિંહ રૅપ કરતો જોવા મળી રહ્યો છે. ટીઝરમાં રણવીરે સ્પિટફાયરના લિરિક્સને પોતાનો સ્વર આપ્યો છે. બીટ બૉક્સિંગ ડી-સાયફર અને બિગ રૉએ કરી છે. સાથે જ રણવીરની હિર પૉપની દુનિયાની ઝલક પણ દર્શાવવામાં આવી છે.

ઝોયા અખ્તરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં કેવી રીતે રણવીસ રિંહ ગરીબમાંથી અમીર બને છે, તેની ઝલક પણ ટીઝરમાં જોવા મળે ચે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને કલ્કિ કોચલીન પણ મહત્વની ભુમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર 9 જાન્યુઆરીએ રીલીઝ થશે. ફિલ્મ આ વર્ષે વેલેન્ટાઇન્સ ડે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે.

તેની સ્ટોરી મુંબઇની સડકો પર રૅપર્સના જીવન પર આધારિત છે. ફિલ્મમાં રણવીર રૅપરની ભૂમિકામાં જોવા મળશે. રણવીર સિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેનું પોસ્ટર શેર કર્યુ છે.

જણાવી દઇએ કે ગલી બોયનું ડાયરેક્શન ઝોયા અખ્તર કરી રહી છે અને દિલ ધડકને દો બાદ આ બીજી ફિલ્મ છે જેમાં રણવીર અને ઝોયા સાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં પહેલી વખત રણવીર સિંહ અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. આ ફિલ્મ માટે રણવીરે ફક્ત વજન જ નથી ઘટાડ્યું પરંતુ તેણે પોતાની દાઢી પણ ટ્રીમ કરાવી છે. આ ફિલ્મમાં રણવીર એક રૈપર તરીકે પણ જોવા મળશે. આ ફિલ્મની કથા એક એવા યુવકની છે જે મુંબઇના સ્લમ વિસ્તારમાં રહેતો હોય છે અને પછી તે એક ફેમસ રૈપર બને છે.

Read Also

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV