GSTV
Entertainment Movie Review Trending

Movie Review: ‘ગલી બૉય’ જોવા જશો તો થિયેટરમાંથી ભાગવાનું મન થશે, સૌથી ખરાબ કેરેક્ટરમાં રણવીર સિંહ

બોલીવુડ એક્ટર રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉય આજે રિલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મને ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે. ઝોયાએ ફિલ્મ દ્વારા સ્ટ્રીટ રેપર્સના સંઘર્ષને દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. ફિલ્મ દ્વારા રણવીરે પણ પોતાનું સપનુ પુરુ કર્યુ છે. રૅપર તરીકે તેણે પોતાનું વધુ એક ટેલેન્ટ દુનિયા સમક્ષ રજૂ કર્યુ છે.

સ્ટોરી

ગલી બૉય મુંબઇના ધારાવીમાં રહેતાં મુરાદ એટલે કે રણવીર સિંહની સ્ટોરી છે જે ગરીબીમાંથી ઉપર આવીને કંઇક મોટુ કરવાના સપના જોવે છે. પોતાના દર્દ અને શબ્દોને તે પોતાની ડાયરીમાં લખી લેતો ગયો છે. સફીના એટલે કે આલિયા ભટ્ટ મુરાદની ગર્લફ્રેન્ડ છે જે સારા પરિવારમાંથી આવે છે. બંને વચ્ચેના સ્ટેટસમાં આસમાન-જમીનનો ફેર છે. તેથી તેઓ છુપાઇને રોમાન્સ કરતાં હોય છે. આ વચ્ચે મુરાદના પિતા શાકિર (વિજય રાજ) બીજા નિકાહ કરે છે. બીજી મમ્મીના આવ્યા બાદ પોતાની માની દયનીય હાલત જોઇને મુરાદ દુખી થઇ જાય છે. તે પિતાથી ડરે છે અને તેની દરેક વાતને નતમસ્તકે સ્વીકારી લે છે.

મુરાદના જીવનમાં યુ-ટર્ન ત્યારે આવે છે જ્યારે જાણીતા રેપર એમસી શેર (સિદ્ધાંત ચતુર્વેદી)ની એન્ટ્રી થાય છે. એમસી શેર જાણીતો રેપર છે. મુરાદ પણ તેના જેવો જ બનવા માગે છે. તે તેની પાસેથી રેપિંગની ટ્રેનિંગ લે છે. આ વચ્ચે જ મુરાદના પિતા બિમાર થઇ જાય છે અને તેના પર ઘરની બધી જ જવાબદારી આવી જાય છે. તે પિતાના બદલે ડ્રાઇવીંગનું કામ કરવા લાગે છે. મ્યુઝીક પ્રોગ્રામર સ્કાઇ (કલ્કી કોચલીન) મુરાદ અને એમસી શેરને ગાવાની ઑફર આપે છે. ત્યાર મુરાદના ગલી બૉય બનવાની શરૂઆત થાય છે. પરંતુ મુરાદના પિતા રેપની વિરુદ્ધ હોય છે. નોકરી અને રૅપ પ્રેક્ટિસ વચ્ચે ફરીથી મુરાદનું જીવન વળાંક લે છે. કેવી રીતે મુરાદ રૅપર બનવાનું સપનુ પુરુ કરે છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

એક્ટિંગ

ફિલ્મમાં રણવીર, આલિયા, સિદ્ધાંત ચતુર્વેદીની એક્ટિંગ દમદાર છે. પરંતુ રણવીર સિંહ અત્યાર સુધીના સૌથી ખરાબ કેરેક્ટરમાં છે. તે ફિલ્મમાં મોટાભાગે ડરેલો જ જોવા મળ્યો છે. આ પણ એક કારણ છે કે રણવીરનો રોલ આલિયા-સિદ્ધાંતની સામે નબળો લાગે છે. રૈપરનો સ્વેગ રણવીરે પર્ફેક્ટલી પકડ્યો છે. બોલ્ડ, અગ્રેસિવ અને માથાફરેલી યુવતીના રોલમાં આલિયાનો અભિનય ગમશે. કલ્કિ કોચલીનની ભુમિકા ખૂબ જ નાનકડી છે.

નબળા પાસા

ગલી બૉયની  સ્ટોરી ખૂબ જ સિમ્પલ છે. કદાચ આ જ તેને નબળી ફિલ્મ કહેવાનું કારણ છે. મૂવીમાં એન્ટરટેઇન્મેન્ટ અને બોલીવુડ ફિલ્મોનો મસાલો જોવા નહી મળે. જો તમે એન્ટરટેઇન્મેન્ટ માટે ફિલ્મો જોતા હશો તો ચોક્કસપણે તમે નિરાશ થઇને થિયેટરમાંથી બહાર નીકળશો. ફર્સ્ટ હાફ બોર કરે છે. સેકન્ડ હાફ સ્લો છે. આ ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. ફિલ્મનો ક્લાઇમેક્સ પણ નિરાશાજનક છે.

Read Also

Related posts

ICICI બેંકના ગ્રાહકો માટે ખુશખબરી! બેંકે ફરીવાર વ્યાજ દરમાં વધારો કર્યો, હવે FD સ્કીમ પર મળશે વધુ વળતર

Binas Saiyed

SBIએ બદલ્યા ATMને લઇ નિયમો? 4થી વધુ ટ્રાન્ઝેક્શન પર લાગશે 173 રૂપિયાનો ચાર્જ

Damini Patel

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed
GSTV