GSTV
Bollywood Entertainment Trending

‘ગલી બોય’માં રણવીર-આલિયાનો આવો હશે લુક, હિજાબમાં જોવા મળી આલિયા ભટ્ટ

ફિલ્મ ગલી બોયમાં રણવીર સિંહ અને આલ્યા ભટ્ટ્નો ફર્સ્ટ લુક લોન્ચ કરવામાં આવ્યો છે. તસવીરમાં આલિયા ભટ્ટને હિજાબમાં અને રણવીરને હુડીમાં જોઇ શકાય છે. તસવીરમાં જોઇ શકાય છે કે આલિયા અને રણવીરના ચહેરા પર ઘાના નિશાન છે. ગલીબોયનો આ ફર્સ્ટ લુક જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. સાથે જ તેમણે ફિલ્મની રિલિઝ ડેટ પણ જણાવી દીધી છે. ફિલ્મ 14 ફેબ્રુઆરી 2019ના રોજ દેશભરમાં રિલિઝ કરવામાં આવશે.

ઉલ્લેખનયી છે કે અગાઉ પણ ફિલ્મના સેટ્સ પરથી રણવીર અને આલિયાની કેટલીક તસવીરો લીક થઇ હતી. આ ફિલ્મ માટે રણવીરે પોતાના ફિઝિક્સ પર ઘણું કામ કર્યું છે. પદ્માવતમાં જેવો તેનો લુક છે તેનાથી તદ્દન વિરુદ્ધ લુક આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ અંગે રણવીરે જણાવ્યું હતું કે આ ફિલ્મમાં મુંબઇની સડકો પર રહેતા યુવાઓની સ્ટોરી છે, જેમનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે અને સંઘર્ષ કરે છે.

રણવીરે જણાવ્યું હતું કે આ ફિલ્મની સ્ટોરી વિશેષ છે. ફિલ્મમાં રણવીર ઝોયા અખ્તર સાથે કામ કરી રહ્યો છે. ઝોયા વિશે રણવીરે કહ્યું કે ઝોયા મારા માટે એક ડાયરેક્ટર કરતાં કંઇક વધું છે. તેની સાથે મારે ખૂબ જ નજીકના સંબંધો છે. અમે એકબજા સાથે ખુલીને વાતચીત કરી શકીએ છીએ. તે બોલીવુડના શ્રેષ્ઠ ડાયરેક્ટર્સ માંથી એક છે.

Related posts

Personal Loan: આ દસ્તાવેજનો ઉપયોગ કરી સરળતાથી લઈ શકો છો પર્સનલ લોન, આ રીતે કરો અરજી

Binas Saiyed

કામની વાત! આધાર કાર્ડને અપડેટ કરાવતા લેવાય છે બહોળો ચાર્જ, આવો અનુભવ તમને પણ થાય તો અહિં નોંધાવો ફરિયાદ

Binas Saiyed

લાલ સૂટમાં સપના ચૌધરીનો શાનદાર ડાન્સ, સોશિયલ મીડિયા પર વીડિયોએ મચાવી ધૂમ

Damini Patel
GSTV