GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

‘બળાત્કારી’ પાક. સૈન્યને ખુલ્લુ પાડનારી ગુલાલઇ નાસીને અમેરિકા પહોંચવામાં સફળ

પાકિસ્તાની સૈન્ય પાકિસ્તાનના નાગરીકો પર કેવા પ્રકારના જુલમ કરી રહી છે તેનો એક કિસ્સો સામે આવ્યો છે. પાકિસ્તાની સૈન્યના આ અત્યાચારને સમગ્ર વિશ્વ સમગ્ર ખુલ્લા પાડનારી એક મહિલા એક્ટિવિસ્ટ કફોડી સ્થિતિમાં મુકાઇ છે. આ મહિલા ૩૨ વર્ષીય એક્ટિવિસ્ટ  ગુલાલઇ ઇસ્માઇલ નામની મહિલા એક્ટિવિસ્ટને જીવનું જોખમ હોવાથી હવે તેણે પાકિસ્તાન છોડીને અમેરિકા જતુ રહેવું પડયું છે.

ગુલાલઇ ઇસ્માઇલ હાલ ન્યૂયોર્કમાં પોતાની બહેન સાથે રહે છે. પાકિસ્તાનની જાસુસી સંસૃથા આઇએસઆઇએ થોડા દિવસ પહેલા જ ગુલાલઇ ઇસ્માઇલીને વિદેશ જતી રોકવામાં આવે તે માટે એક્ઝિટ કન્ટ્રોલ લિસ્ટમાં મુકી હતી. જોકે ગુલાલઇ પાકિસ્તાન પ્રશાસન, સરકાર અને એજન્સીઓની ભારે સુરક્ષા અને દરેક એરપોર્ટ પર નજર છતા પાકિસ્તાન છોડવામાં સફળ રહી હતી અને ન્યૂયોર્કમાં પોતાની બહેનના ઘરે પહોંચી ગઇ છે.

હાલ ગુલાલઇ ઇસ્માઇલે અમેરિકાની સરકાર પાસે અમેરિકામાં રહેવા દેવામાં આવે તે માટે શરણ માગી હતી. ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારમાં આપેલા ઇન્ટરવ્યૂમાં ઇસ્માઇલે જણાવ્યું હતું કે હું પાકિસ્તાનથી કેવી રીતે છટકીને અહીં આવી તે નહીં જણાવી શકું કેમ કે જો હું તે સ્ટોરી કે કહાની જાહેર કરી દઇશ તો અનેક લોકો કે જેમણે મને મદદ કરી તેના જીવ જોખમમાં મુકાઇ શકે છે. માત્ર ૩૨ વર્ષીય આ મહિલા એક્ટિવિસ્ટથી માત્ર પાક. સૈન્ય જ નહીં તેની ગુપ્તચર સંસૃથા આઇએસઆઇ પણ ઘબરાઇ રહી છે.

ગયા વર્ષે જ નવેમ્બર માસમાં ઇસ્લામાબાદ હાઇકોર્ટને સરકારે જાણકારી આપી હતી કે આઇએસઆઇએ ઇસ્માઇલ પર નજર રાખવા અને તેને વિદેશ જતી અટકાવવા માટે ઇસીએલની યાદીમાં મુકવામાં આવી છે. ગુલાલઇ ઇસ્માઇલ પર પાક. સરકારે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપો લગાવ્યા છે. જ્યારે હકિકત એ છે કે ગુલાલઇએ પાકિસ્તાન સૈન્ય અને સરકાર તેમજ આઇએસઆઇના કાળા કામોને ખુલ્લા પાડયા હતા. તે પાકિસ્તાનમાં મહિલાઓના અિધકારો માટે કામ કરી રહી હતી.

તેણે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ લખ્યું હતું કે પાકિસ્તાન સૈન્ય અનેક મહિલાઓ પર રેપ કરી ચુકી છે અને તેના પર અત્યાચારો જારી છે. બીજી તરફ અમેરિકાના અનેક સાંસદો તેના સમર્થનમાં આવ્યા છે. સેનેટર ચાર્લેસ ચમરે જણાવ્યું હતું કે હું ગુલાલઇન દરેક પ્રકારની મદદ કરવા તૈયાર છું. તેને કોમવાદ અને કટ્ટરવાદ સામે અવાજ ઉઠાવવા બદલ અનેક એવોર્ડ પણ મળી ચુક્યા છે.

READ ALSO

Related posts

અંડરવર્લ્ડમાં ખોફ પેદા કરનાર આ ડોનને થયો કોરોના, પત્નિ સહિત આ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે ઈલાજ

Harshad Patel

અનલોક-1 મોદી સરકારને ભારે પડી ગયું: એક જ દિવસમાં રેકોર્ડ 10,649 કેસ, મૃત્યુઆંક 6500ને પાર

Bansari

રાજ્યમાં આતંકી હુમલાનું ષડયંત્ર : ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!