GSTV

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

હાઈકોર્ટ

Last Updated on June 25, 2021 by Damini Patel

જ્ઞાતિ આગેવાનો દ્વારા મહિલાના અધિકારોનું હનન અને ઇચ્છા મુજબ લગ્ન કરવાના અધિકારનું હનનની નીંદા થઇ જોઇએ. અરવલ્લી જિલ્લાની એક ઘટનામાં જ્ઞાતિ પંચાયતે યુવતીને તેનાં જ સમાજના પ્રેમી સાથે સંબંધ રાખવાની મનાઇ કરી હતી. આમ છતાં યુવતી તેની મરજીથી તે યુવક સાથે ભાગી જતાં યુવકના પરિવારને દસ લાખનો દંડ કરાયો હતો અને પરિવારને ધમકી પણ અપાઇ હતી. યુવતીના સંબંધીઓએ આ ધમકી-મારામારીની કોર્ટ કાર્યવાહી રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઇકોર્ટના જસ્ટિસ ગીતા ગોપીએ અરજીઓ ફગાવી આ અવલોકન કર્યું છે.

અરવલ્લી જિલ્લાના માલપુરમાં એક યુવતીને તેની જ જ્ઞાાતિના યુવાન સાથે પ્રેમસંબંધ હોવાથી તેણે પરિવારની ઇચ્છા વિરૃદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. યુવતીના પિતા તેના લગ્ન બીજે કરાવવા માગતા હોવાથી તેમણે જ્ઞાતિની પંચાયત બોલાવી હતી. જેમાં યુવકના પરિવાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ પરિવારે તેમની દીકરીને બંધક બનાવી છે અને બળજબરીથી તેમની પાસે રાખી છે. જેથી જ્ઞાતિની પંચાયતે એવો નિર્ણય આપ્યો હતો કે ભવિષ્યમાં જો આ યુવતી યુવક સાથે જોવા મળશે તો યુવકના પરિવારને રૃપિયા દસ લાખનો દંડ ભરવો પડશે.

ત્યારબાદ યુવતી પોલીસ સામે હાજર થઇ હતી અને નિવેદન આપ્યું હતું કે તે તેની મરજીથી ભાગી હતી. આમ છતાં યુવતીના પરિવારે યુવકના પરિવાર પાસે દસ લાખ રૃપિયાના દંડની માગણી શરૃ કરી હતી. આ ઉપરાંત યુવકના પરિવારના આક્ષેપ મુજબ તેમની સાથે મારામારી પણ કરવામાં આવી હતી અને તેમનું ઘર સળગાવવાની ધમકી અપાઇ હતી. જેથી આ અંગે યુવતીના સંબંધીઓ સામે માલપુર પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઇ હતી. આ ફરિયાદ રદ કરવા બે અરજીઓ હાઇકોર્ટમાં કરવામાં આવી હતી અને માગણી કરાઇ હતી કે આ કેસમાં પોલીસને ચાર્જશીટ કરવાથી રોકવામાં આવે.

તમામ પક્ષોને સાંભળી જસ્ટિસ ગીતા ગોપીએ નોંધ્યું છે કે યુવતી પુખ્ય વયની છે અને તેના લગ્ન અને ભવિષ્ય વિશે તેને નિર્ણય કરવાનો અધિકાર છે. સમાજના આગેવાનો અને સભ્યો આવી રીતે તેના અધિકારો છીનવી શકે નહીં અને હિંસા કરી અને ધમકીઓ આપી શકે નહીં. હકીકતમાં આવું કૃત્ય નીંદનીય છે. કોર્ટે ઔનલ વાયલન્સમાં ચુકાદાઓમાં આપેલા નિર્દેશોને ધ્યાને લઇ નોંધ્યું છે કે આ કેસમાં પોલીસને ચાર્જશીટ કરવાથી રોકી શકાય નહીં. ફરિયાદ રદ કરવાની અરજી ફગાવવામાં આવે છે અને પોલીસને નિયત સમયમર્યાદામાં ચાર્જશીટ ફાઇલ કરવાનો આદેશ આપવામાં આવે છે.

કોરોના

પ્રિયપાત્રને પરણતા યુગલોને ધમકી આપતા લોકો સામે કાર્યવાહી જરૃરી

હાઇકોર્ટે આ આદેશ સાથે સુપ્રીમ કોર્ટે લતાસિંઘ વિરૃદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્યના ઐતિહાસિક કેસમાં આપેલા ચુકાદાને ટાક્યો છે. જે ચુકાદામાં લખ્યું છે કે ભારત એક મુક્ત અને લોકશાહી દેશ છે. પુખ્ય વયની વ્યક્તિને તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો અધિકાર છે. આવાં આંતરજ્ઞાતીય કે આંતરધર્મીય લગ્નથી યુવક કે યુવતીના પરિવારજનો આ લગ્નને સંમતિ ન આપતા હોય તો વધુમાં વધુ તેઓ દીકરા કે દીકરી સાથે સામાજિક સંબંધો કાપી શકે છે, પરંતુ આ લગ્નો સામે તો ધમકી, પજવણી કે હિંસા ભડકે તેવાં કૃત્યો કરી શકે નહીં. પોલીસ અને તંત્રએ આવાં લોકો સામે કાયદા અનુસાર પગલાં લેવા જોઇએ.

Related posts

ભારતીય સૈન્યની ચીની દળોને અંકુશમાં રાખવા પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં લગભગ 50,000 દળોને ગોઠવ્યા

Damini Patel

વાહ રે સરકાર: કોરોના વોરિયર્સ, કોરોના વોરિયર્સ કહીને મજાક ઉડાવી દીધી, 700 ડૉક્ટરોને સરકારે પગાર ન આપ્યો

Pravin Makwana

CAના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: ટેક્સના નવા માળખાને લઈને અભ્યાસક્રમમાં થશે ફેરફાર, રાજકોટમાં યોજાઈ રહી છે કોન્ફરન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!