GSTV
Home » News » આજે ભર શિયાળે માવઠાની એન્ટ્રીની આગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા બનશે ‘મહા’વિલન

આજે ભર શિયાળે માવઠાની એન્ટ્રીની આગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા બનશે ‘મહા’વિલન

સૌરાષ્ટ્રમાં હવામાનમાં ફરી એક વાર ગરબડ સર્જાઈ છે. પશ્ચિમી અવરોધના પગલે આજે રાજકોટ સહિતના સ્થળે આકાશ પાંખા અને ઉંચા લેવલે વાદળોથી છવાયું હતું. તો હવામાન ખાતાએ આગામી સોમવારે રાજકોટ, પોરબંદર અને દ્વારકા પંથકમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આજે તાપમાન ૪થી ૫ સે.ઉંચકાતા સવારના સમયે ઠંડી ગાયબ થઈ હતી. 

રવિવારથી મંગળવાર ત્રણ દિવસ સુધી હવામાન અસ્તવ્યસ્ત રહેવાની શક્યતા છે , આવતીકાલે પ્રજાસત્તાક પર્વની ઉજવણી ટાણે પણ આકાશ અંશત: વાદળછાયુ રહે તેવી શક્યતા છે. અને તા.૨૮ના મંગળવારે પણ  જામનગર, દિવ સહિતના પંથકમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. 

સવારનું ન્યુનત્તમ તાપમાન રાજકોટમાં ૫ સે.વધીને આજે ૧૬, કેશોદમાં ૧૫, પોરબંદર ૧૬, વેરાવળ અને દ્વારકામાં ૧૮ સે.ને પાર, ભૂજમાં ૧૪, નલિયા ૧૦.૪, સુરેન્દ્રનગર ૧૫ સે.સાથે સવારે કડકડતી ઠંડીને બદલે ગુલાબી ઠંડી રહી હતી. જ્યારે વાદળોના પગલે બપોરનું મહત્તમ તાપમાન ૩૦ સે.નીચે રહ્યું હતું. જો કે હ વામાન ખાતા અનુસાર આગામી ત્રણેક દિવસ ઠંડી ઓછી રહેશે પણ બાદમાં હવામાન ચોખ્ખુ થવા સાથે ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. 

READ ALSO


Related posts

અમદાવાદમાં પોલીસકર્મીઓ પર હુમલો, સ્થાનિકોએ પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- હું અહીં ફરી આવીશ, ટૂંક સમયમાં અમે મોટી ટ્રેડ ડીલ કરીશું

Nilesh Jethva

આગામી ચૂંટણીને લઈને સરકાર બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાનો કરશે પ્રયાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!