GSTV
India ટોપ સ્ટોરી

ગુજરાતની ચૂંટણી કોંગ્રેસની વાપસીનો સંકેત, રાહુલ ગાંધી પૂર્ણકાલિન નેતા: જયરામ રમેશ

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને મળેલા 41 ટકા વોટ તેની વાપસીના સંકેત હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને હવે પથભ્રષ્ટ કરનારી નહીં. પણ પથપ્રદર્શકની ભૂમિકા નિભાવવાની જયરામ રમેશે સલાહ આપી છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પૂર્ણકાલિન નેતા ગણાવીને કહ્યુ છે કે, 2019ની લોકસભાની ચૂંટણી પહેલા યુવા નેતા નિર્ણાયકની ભૂમિકામાં આવી જાય તેવું પાર્ટી દ્વારા સુનિશ્ચિત કરવું જોઈએ.

કોંગ્રેસના નેતા જયરામ ટીકાકારોને જવાબ આપતા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને પૂર્ણકાલિન નેતા ગણાવ્યા છે. જયરામ રમેશે કહ્યુ છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પથપ્રદર્શકની જેમ વ્યવહાર કરવો જોઈએ, તેમણે પથભ્રષ્ટ કરનારાઓની જેમ વ્યવહાર કરવો જોઈએ નહીં. આ એવા લોકો છે જેઓ સલાહ આપી શકે છે અને રસ્તો દેખાડી શકે છે. આ લોકોએ દુનિયા જોઈ છે અને સંસદમાં પોતાની ભૂમિકા અદા કરી છે. પરંતુ તેની સાથે તમારે યુવાન લોકોને લાવવાની પણ જરૂરત છે.

યુપીએ સરકારમાં પર્યાવરણ પ્રધાન રહી ચુકેલા જયરામ રમેશે ટાટા કોલકત્તા સાહિત્ય સંમેલન દરમિયાન એક સવાલના જવાબમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર સૂચક ટીપ્પણી કરી હતી. જ્યારે તેમને પુછવામાં આવ્યું હતુ કે 2019ની લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ બહાર જવું જોઈએ. તો તેના જવાબમાં જયરામ રમેશે કહ્યુ છે કે પાર્ટીમાં સચિન પાયલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગૌરવ ગોગોઈ અને સુષ્મિતા દેવ જેવા યુવાન નેતાઓ છે. આપણે આવા લોકોને આગળ રાખવા જોઈએ.

કોંગ્રેસના ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રદર્શનની પણ જયરામ રમેશે પ્રશંસા કરી છે. તેમણે ક્હ્યુ છે કે ગુજરાતની ચૂંટણી એ વાતનુ પ્રમાણ છે કે પાર્ટી વાપસી કરી રહી છે. કોંગ્રેસે ગુજરાતમાં 41 ટકા વોટ સાથે સારી વાપસી કરી છે. ગુજરાત કોંગ્રેસની વાપસીનો પહેલો સંકેત છે અને આમા કોઈ શંકા નથી. કોંગ્રેસે ગોવા અને મણિપુરમાં સરકાર બનાવવી જોઈતી હતી. ભાજપ દ્વારા પાછલા દરવાજાથી કરવામાં આવેલી સમજૂતીઓને કારણે કોંગ્રેસ ચૂંટણી જીતી શકી નહીં હોવાનો દાવો પણ જયરામ રમેશે કર્યો છે. તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી ઉલ્લેખનીય ઢબે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ બદલાયા છે અને હવે તેઓ પૂર્ણકાલિક નેતા છે.

Related posts

આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો

GSTV Web Desk

‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે

Hardik Hingu

ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ

GSTV Web Desk
GSTV