GSTV

ગુર્જરોની ચેતવણી/ અનામતની માગ સરકાર નહીં સ્વિકારે તો સમગ્ર રાજસ્થાનમાં કરીશું ચક્કાજામ, 1 નવેમ્બર સુધીનું આપ્યુ અલ્ટિમેટમ

ગુર્જર અનામત સંઘર્ષ સમિતિએ શનિવારના રોજ એક નિવેદનમાં મહાપંચાયત તરફથી તેમની અનામત સંબંધી માગને મનાવવા માટે રાજસ્થાન સરકારને 1 નવેમ્બર સુધીનો સમય આપ્યો છે. અડ્ડા ગામમાં આયોજીત થયેલી પંચાયતમાં સમિતિના સંયોજક કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ કહ્યુ હતું કે, સમાજ 1 નવેમ્બર સુધી સરકારની કાર્યવાહીની રાહ જોશે. ત્યાર બાદ પણ જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો, તેઓ મોટુ આંદોલન કરશે. અમે શાંતિપૂર્વક અમારો હક માગીએ છીએ.

1 નવેમ્બર સુધીનું આપ્યુ અલ્ટિમેટમ

બૈસલાએ કહ્યુ હતું કે, ખેતી કામ અને તહેવારોના કારણે અમે 1 નવેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યુ છે. સરકારને પણ એક નવેમ્બર સુધીનો સમય મળી ગયો છે. ત્યાર બાદ પણ જો સરકારે આ વાતને નજરઅંદાજ કરી તો પછી સમાજ રસ્તા પર આવી જશે. અધિકારીઓ સાથેની વાતચીત કર્યા બાદ તેમણે કહ્યુ હતું કે, સરકારના અધિકારીઓ પાસે અમારી વાતનો ઠોસ નિકાલ નથી, અમે ઈચ્છીએ છીએ કે, અમારી માગ પર જલ્દીથી વિચાર કરવામાં આવે.

આ માગ છે ગુર્જરોની

અહીં ઉલ્લેખનીય છે કે, ગુર્જરોની આ મહાપંચાયતના કારણે ભરતપુરમાં પોલીસ તૈનાતી વધારી દેવામાં આવી છે. જેને લઈને ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક થયા છે. આ સમિતિની મુખ્ય માગમાં કેન્દ્રની 9મી અનુસૂચિમાં સામેલ કરવા, બૈકલોગની ભરતી કાઢવા અને ભરતીને પુરી કરવા સંબંધિત માગમાં અનામતનો લાભ આપવાની વાત સામેલ છે.

અનામત પર રાજકારણ શરૂ

ત્યારે આ વાતનો ફાયદા ઉઠાવવા માટે ભાજપ પણ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યુ છે. ભાજપ કહી રહ્યુ છે કે, સરકાર ફક્ત ગુર્જરોને આશ્વાસન આપી રહ્યુ છે. જો કે, કોંગ્રેસનું આ બાબતે કહેવુ છે કે, કેન્દ્ર સરકાર નવમી અનૂસૂચિની માગને પુરી કરી શકે છે. સમાજના નેતાઓએ આ અંગે ભાજપના નેતાઓ અને સાંસદો સાથે મળવુ જોઈએ.

READ ALSO

Related posts

આ બોલિવૂડ ફિલ્મોનું સન્માન કરશે સરકાર, મણિકર્ણિકા આ સૂચિમાં નથી

Mansi Patel

IPL 2020: જાણો RCB સામે પરાસ્ત થયા બાદ ઓઇન મોર્ગને શું કહ્યું…

Ankita Trada

આ દેશમાં કોરોના સારવાર કરતાં તબિબી કર્મચારીઓ અને ડોક્ટરોને મફતમાં અપાય છે ગધેડા ઉપચાર, જાણો શું છે કારણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!