GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

ગુર્જર અનામત આંદોલન : રેલવે ટ્રેક અને રસ્તાઓ જામ, ગહેલોત સરકારે આપ્યું આ આશ્વાસન

રાજસ્થાનમાં ગુર્જર સમુદાયે અનામતની માંગણી સાથે રેલવે ટ્રેક પર અડીંગો જમાવ્યો છે ત્યારે રાજસ્થાન સરકાર આજે વિધાનસભામાં ગુર્જરો તેમજ સવર્ણને અનામત પર બિલ રજૂ કરશે. રાજસ્થાનની ગહલોત સરકાર ગુર્જર સમુદાયને વધુ 4 ટકા અનામત આપવાની જોગવાઇ સાથેનું બિલ રજૂ કરશે. સાથે જ સવર્ણોને 10 ટકા અનામત આપવાનું બિલ પણ રજૂ થશે. લોકસભાની ચૂંટણી પહેલા જ ગુર્જર સમુદાયનું અનામત આંદોલન ઉગ્ર બની રહ્યું છે. છેલ્લા 6 દિવસથી ગુર્જર સમુદાયના લોકો રેલવે ટ્રેક તેમજ રસ્તાઓ જામ કરીને બેઠા છે. ત્યારે મંગળવારે સરકારે આ મામલે દિવસભર બેઠકો યોજી. અને આખરે કેબિનેટની બેઠકમાં બંને બિલ વિધાનસભામાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સવાઇ માધોપુરમાં મોડી રાત્રી સુધી ગુર્જર અનામત સંઘર્ષ સમિતિના સંયોજક કિરોડીસિંહ બૈસલા સાથે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી.

સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પાંચ ટકા અનામતની માગ સાથે છેલ્લા પાંચ દિવસથી આંદોલન કરી રહેલા ગુર્જરો એ આજે નેશનલ હાઇ વે ૫૨થી ૪૦ કિમી દૂર આવેલા ચાકસુ નગરમાં ચક્કાજામ કર્યો હતો. દૌસા જિલ્લામાં આગ્રા-જયપુર-બિકાનેર નેશનલ હાઇવે-૧૧, બુન્દી જિલ્લામાં નૈનવામાં સ્ટેટ હાઇવે અને કરૌલી જિલ્લામાં બુદલા ગામમાં રોડ બ્લોકનો સિલસીલો ચાલુ હતો.

‘બંધ કરેલા રૃટ ઉપરાંત, દેખાવ કરનારાઓએ જયપુર જિલ્લામાં ચાકસું નગરમાં રસ્તો બંધ કર્યો હતો. જો કે કોઇ અપ્રિય ઘટનાના સમાચાર મળ્યા નહતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે’ એમ પોલીસ મહા નિર્દેશક એમ.એલ.માથુરે કહ્યું હતું. 

બુલેટીન જારી કરીને ઉત્તર પશ્ચિમ રેલવેએ  કહ્યું હતું કે ત્રણ ટ્રેનો રદ કરાઇ હતી અને બે ટ્રેનોને અન્યત્ર માર્ગે વાળી દેવામાં આવી હતી. દરમિયાન  ગુર્જર નેતાઓએ આંદોલન બંધ કરવાના ઇનકાર કર્યો હતો.’રાજ્ય સરકારે હજુ સુધી મંત્રણા માટે અમને બોલાવ્યા નથી’એમ આંદોલન ચલાવી રહેલા ગુર્જર નેતા કિરોરી સિંહ બૈંસલાના પુત્ર  વિજય બૈસંલાએ કહ્યું હતું.

ગુર્જર નેતા કિરોરી સિંહ બૈંસલા અને તેમના સાથીઓએ સવાઇ માધોપુરમાં માલાર્ના ડુંગરમાં રેલવેના પાટાઓ અચોક્કસ મુદ્દતના ધરણા શરૃ કર્યા હતા. 

બૈંસલા  ગુર્જર, રાયકા-રબારી,ગઢિયા લુહાર, વણઝારા અને ગડરિયા સમુદાય માટે  પાંચ ટકા અનામતની માગને વળગી રહ્યા હતા અને જ્યાં સુધી સત્તાવાર જાહેરાત નહીં કરાય ત્યાં સુધી રેલવેના પાટા પરથી ખસવાની ના પાડી હતી. શનિવારે પ્રવાસન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ અને આઇએએસ અધિકારી નીરજ પવન દેખાવકારોને મળ્યા હતા, પરંતુ કોઇ સમાધાન કરી શક્યા ન હતા.

Related posts

ATMની ટેકનોલોજી બદલવા RBIના આદેશોને ઘોળીને પી જતી બેંકો, માત્ર 2 બેન્કોના ATM સેફ

Dilip Patel

હવે બસ, ચીનને ભારતનું આ મંત્રાલય પણ આપશે ઝાટકો : કડક નિયમો સાથે કસ્ટમડ્યૂટી વધારશે

Dilip Patel

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!