કેન્દ્ર સરકારે ઈજનેરી પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ફરી મોકુફ કરતા GUJCET પણ હવે ફરી મોકુફ થશે.ગુજરાત બોર્ડ દ્વારા લેવેનારી ગુજકેટ હવે 30મી જુલાઈએ લેવાશે નહી.
ગુજરાત બોર્ડ દ્વારા ઈજનેરી-ફાર્મસીમા પ્રવેશ માટે લેવાતી GUJCETમાં ગુજરાતના વિદ્યાર્થીઓ ઉપરાંત રાજ્ય બહારના અને ગુજરાત બોર્ડ ઉપરાંત સીબીએસઈ બોર્ડના પણ ઘણા વિદ્યાર્થીઓ નોંધાયા છે.


30 જુલાઈએ લેવાનાર હતી ગુજકેટ
જેથી JEE મેઈન અને NEET પરીક્ષા બાદ જ ગુજકેટ લેવાય તેમ છે. કેન્દ્ર સરકારે JEE મેઈન અગાઉ મોકુફ કર્યા બાદ 18 થી 23 જુલાઈ અને NEET 26 જુલાઈએ યોજવાનું નક્કી કરતા ગુજરાત બોર્ડે 30 જુલાઈએ પરીક્ષા ગોઠવી હતી.
15 સપ્ટેમ્બર બાદ જ લેવાઈ શકે છે ગુજકેટ
પરંતુ કેન્દ્ર સરકારે જેઈઈ મેઈન અને નીટ ફરી મોકુફ કરતા હવે સપ્ટેમ્બરમાં પરીક્ષા ગોઠવી છે. જેઈઈ મેઈન 1 થી 6 સપ્ટેમ્બર અને નીટ 13 સપ્ટેમ્બરે લેવાનાર છે ત્યારે ગુજકેટ પણ હવે મોકુફ થશે અને 15 સપ્ટેમ્બર બાદ લેવાય તેવી શક્યતા છે.
ટૂંક સમયમાં સરકાર કરશે જાહેરાત
ગુજકેટ 30મી જુલાઈથી પાછી ઠેલવા અને મોકુફ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માટે દરખાસ્ત કરાઈ છે અને સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ જાહેરાત કરશે. જેઈઈ મેઈન અને નીટ મોકુફ થવા સાથે ગુજકેટ પણ ફરી મોકુફ થતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે મુંઝાયા છે અને કારકીર્દિને લઈને વિદ્યાર્થીઓ ચિંતાતુર બન્યા છે.
- ઓસ્ટ્રેલિયન ટીમને ધૂળ ચટાડ્યા બાદ ભારત પરત આવ્યો રિષભ પંત, ધોની સાથેની સરખામણી પર કહી આ વાત..
- Maruti Suzuki ની Alto થી Brezza કાર પર બમ્પર ડિસ્કાઉન્ટ અને બોનસ ઑફર
- બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણીના જીવને છે જોખમ, પાકિસ્તાનથી મળી રહી હત્યાની ધમકીઓ…
- VIDEO/ માથા પર કાચના ગ્લાસ અને તેના પર માટલુ રાખી અદ્ભૂત ડાંસ કરતો આ વીડિયો જોઈ લો !
- VIDEO/ લોકોને આ જગ્યા પર પહોંચતા વર્ષોના વર્ષ લાગી જાય તેટલી ઉંચાઈએ આ યુવતીએ કરાવ્યો દિલધડક ફોટોશૂટ