GSTV

ગુજકેટ/ રાજ્યમાં 1.18 લાખ છાત્રો આપશે આવતીકાલે પરીક્ષા : અમદાવાદ પોલીસે જાહેર કર્યું જાહેરનામુ, નિયમો તોડ્યા તો થશે કાર્યવાહી

ગુજકેટ

Last Updated on August 5, 2021 by Vishvesh Dave

રાજ્યમાં આવતીકાલે ગુજકેટની પરીક્ષા યોજાશે. જેમાં 1 લાખ 18 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગણિત, બાયોલોજી, કેમેસ્ટ્રી, અને ફિજીકસ વિષયની પરીક્ષા યોજાશે. દરેક વિષય દીઠ એક કલાકનો સમય મળશે. સવારે 10થી બપોરે 4 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે. રાજ્યના તમામ જીલ્લા મથકે પરીક્ષા યોજાશે. એ-ગ્રુપમાં 48 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે બી-ગ્રુપમાં 68 હજાર 500 પરીક્ષા આપશે. પરીક્ષાના 33 જિલ્લામાં કુલ 574 બિલ્ડીંગમાં 5,932 બ્લોકમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.

કોરોના પ્રોટોકોલ પ્રમાણે એક વર્ગમાં માત્ર 20 વિદ્યાર્થીઓને જ બેસાડવામાં આવશે. કોવિડ પોઝિટિવ હશે તે વિદ્યાર્થી પરીક્ષા આપી નહીં શકે. એક પરીક્ષા કેન્દ્રમાં 17 જેટલા કર્મચારીઓ હાજર રહેશે. તો અંદાજે 10 હજારથી વધુ કર્મચારીઓ હાજર રહેશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર કોવિડના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવી ઝોન અધિકારીઓ ને કડક સૂચના આપી છે. ઝોન પ્રમાણે એક એક કન્ટ્રોલ રૃમ ત્યાર કરી દેવામાં આવ્યો છે જેમાં મુખ્ય કન્ટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે રહેશે.

exam

આવતીકાલે તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી અમદાવાદ શહેર દ્વારા ગુજરાત કોમન, એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ)-૨૦૨૧ ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો એકઠા થઈ પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચાડે નહિ તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. સંજય શ્રીવાસ્તવ તરફથી એક જાહેરનામા દ્વારા તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ સવારના ૧૦-૦૦ કલાકથી સાંજના ૧૬-૦૦ કલાક દરમિયાન પરીક્ષા માટેના જુદાજુદા કેન્દ્રો ઉપર કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે.

આ જાહેરનામામાં જણાવ્યા મુજબ અમદાવાદ શહેર ખાતેના નિયત કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર આગામી તા.૦૬/૦૮/૨૦૨૧ ના રોજ સમય બપોરના ૧૦-૦૦ ક્લાકથી ૧૬-૦૦ કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા તમામ ઝેરોક્ષ/ફેક્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને ઝેરોક્ષ તેમજ ફેક્સ મશીનના ઉપયોગ પર, મોટા અવાજે લાઉડ સ્પિકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ લઈ જવા પર, પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવા પર તેમજ પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત વ્યકિતને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ALSO READ

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!