GSTV

વાદળ તરફ નજર: રાજ્યમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું વાવેતર, 57 લાખ 20 હજાર 404 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર

Last Updated on July 20, 2021 by pratik shah

ગુજરાત રાજ્યમાં ઘણા જિલ્લાઓ વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. ત્યારે બીજી તરફ રાજ્યના ઘણા જિલ્લાઓ હજુ પણ કોરાધાકર છે. તો કોઈ સ્થાને વરસાદ ખેંચાયો છે. બીજી તરફ ગુજરાત રાજ્યના ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કરી દીધું છે..રાજ્યમાં 57 લાખ 20 હજાર 404 હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે..જેમાં સૌથી વધુ કપાસનું 20 લાખ 91 હજાર 596 હેકટરમાં વાવેતર થયું છે.

ગત વર્ષ કરતા આ વર્ષે 58 હજાર હેક્ટરમાં વધારે કપાસનું વાવેતર

ગત વર્ષ કરતા આ વર્ષે 58 હજાર હેક્ટરમાં વધારે કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.મગફળીના વાવેતરની જો વાત કરવામાં આવે તો 17 લાખ 64 હજાર 503 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.ગત વર્ષ કરતા આ વર્ષે મગફળીનું વાવેતર 2 લાખ હેક્ટર ઓછું કરવામાં આવ્યું છે.

5 લાખ 95 હજાર 114 હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર

રાજ્યમાં 5 લાખ 95 હજાર 114 હેક્ટરમાં ધાન્ય પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે.કઠોળના વાવેતરની જો વાત કર્યે તો 3 લાખ 7 હજાર 351 હેક્ટરમાં કઠોરનું વાવેતર કરવામાં આવ્યું છે.રાજ્યમાં શાકભાજીનું વાવેતર 1 લાખ 41 હજાર 989 હેક્ટરમાં કરવામાં આવ્યું છે.

Related posts

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah

મેકઓવર: યોગી કેબિનેટનું આજે વિસ્તરણ, જિતિન પ્રસાદની જગ્યા ફિક્સ, આનંદીબેન પટેલ સાંજે લેવડાવશે શપથ

Pravin Makwana

મુખ્યપ્રધાન બન્યા બાદ ભૂપેન્દ્ર પટલે પ્રથમ વખત વિધાનસભા સત્રની કાર્યવાહીમાં આપશે હાજરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!