GSTV
Home » News » રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

રેવાના નામે રાજનીતિ : મધ્યપ્રદેશ અને ગુજરાતની સરકાર વચ્ચે તલવારો ખેંચાઈ

સરદાર સરોવર બંધ પૂરી ક્ષમતાથી ભરવાના મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશ આમને સામને આવી ગઇ છે. ગુરૂવારે નર્મદા ઓથોરિટીની ઇન્દોરમાં બોલાવવામાં આવેલી બેઠકમાં મધ્ય પ્રદેશના ઓફિસરોએ ગુજરાત સરકાર તરફી વલણ અખત્યાર કરીને પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો અને બેઠક છોડીને ચાલ્યા ગયા હતાં. તેમણે વાંધો લીધો હતો કે દોઢ વર્ષ પહેલા મધ્યપ્રદેશના ભાગનું પાણી ગુજરાત સરકારે લઇ લીધું પણ એનું સમાયોજન ના કર્યું. આ ઉપરાંત આક્ષેપ કર્યો કે, નર્મદા કંટ્રોલ ઓથોરિટી પણ પાણીની માત્રા નક્કી કરવામાં ભેદભાવ કરી રહી છે.

ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે નર્મદા મુદ્દે ફરી તલવારો ખેંચાઇ છે. ગયા અઠવાડિયે પણ નર્મદા બંધ ભરવાના મુદ્દે દિલ્હીમાં બોલાવાયેલી બેઠકમાં મધ્ય પ્રદેશ સરકારના ઓફિસરો હાજર રહ્યા ન હતાં. ઓથોરિટીના સ્કીમ-74 સ્થિત કાર્યાલયમાં જળાશય નિયમન સમિતિની બેઠકમાં મધ્યપ્રદેશ સિવાય ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સરકારના ઓફિસરો સામેલ થયા હતાં. મધ્યપ્રદેશના અધિકારીઓએ કહ્યું કે, 3 અને 27 મેના રોજ થયેલી બેઠકમાં મધ્યપ્રદેશની સરકારના પક્ષને નજરઅંદાજ કરવામાં આવ્યો હતો. જ્યારે નક્કી જ કરાયું હતું કે રેકોર્ડીંગના આધાર પર મિનિટ્સ નોટ્સ બનવી જોઇએ તેમ છતાં મિનિટ્સમાં મધ્યપ્રદેશે ઉઠાવેલા મુદ્દા તોડી મરોડીને રજૂ કરાયા હતાં. જેનાથી મધ્યપ્રદેશ નારાજ થયું હતું.

મધ્યપ્રદેશના ઓફિસરોએ જણાવ્યું કે, અગાઉની બેઠકોની મિનિટ્સમાં સુધારો થયા પછી જ એજન્ડા પર ચર્ચા થવી જોઇએ. ત્યારબાદ ઓફિસરો બેઠક છોડીને બહાર આવી ગયા. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ઓફિસરોનું કહેવું છે કે, મિનિટ્સ તૈયાર કરીને મોકલ્યાના 21 દિવસની અંદર જે કાંઇ વાંધા વિરોધ હોય તે આપવાના હોય છે. પરંતુ મધ્યપ્રદેશે નિયત સમયમાં વાંધો નોંધાવ્યો ન હતો. તેમ છતાં તેને દસ દિવસનો બીજો વધુ સમય લંબાવી આપ્યો હતો.

બે વર્ષ પહેલા નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં ડેમ પૂરી ક્ષમતાથી ભરવાનો નિર્ણય લેવાયો હતો. એ વખતે કેન્દ્ર અને ગુજરાતમાં ભાજપની જ સરકાર હોવાથી ઘર્ષણને કોઇ ગુંજાઇશ ન હતી. પરંતુ એ વખતે પૂરી ક્ષમતાથી ભરી જ શકાયો ન હતો. હવે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે. જો તે વિરોધી વલણ ના અપનાવે તો પણ ડુબ પ્રભાવિત ક્ષેત્રોમાં નુકસાન જાય એમ છે. આથી હવે જોવું એ રહ્યું કે બંને રાજ્યો જનતાના હિતમાં કામ કરે અને રાજનીતિ કર્યા વિના આ વાતનો સુખદ ઉકેલ લાવે.

READ ALSO

Related posts

પૂર્વ પીએમ ડો.મનમોહનસિંહ છઠ્ઠી વખત રાજ્યસભા પહોંચ્યાં, ઉપરાષ્ટ્રપતિએ સાસંદ તરીકે શપથ લેવડાવ્યા

Riyaz Parmar

બહેરીનમાં વડાપ્રધાન મોદીનો હુંકાર: હવે ભારતનાં તેવર અને ક્લેવર બદલાઇ ગયા છે

Riyaz Parmar

ભગવાને ઘણા કામ મારા માટે બાકી રાખ્યા છે : બહેરીનમાં પીએમ મોદીનું સંબોધન

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!