GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં કોરોનાના કેસોમાં થયો ઘટાડો, છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કેસો થયા સ્ટેબલ: સીએમ રૂપાણી

કોરોના

Last Updated on May 7, 2021 by pratik shah

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે છેલ્લા 10 દિવસથી ગુજરાતમાં કોરોનાના કેસો સ્ટેબલ થયા છે. જે સમગ્ર ગુજરાત માટે રાહતની વાત છે. મુખ્યપ્રધાને જણાવ્યું કે કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે છેલ્લા મહિનામાં બેડની સંખ્યા 41 હજારથી વધારીને 1 લાખ કરી છે. જ્યારે કે ઓક્સિજન બેડની સંખ્યા 18 હજારથી વધારીને 58 હજાર કરવામાં આવી છે.

corona

છેલ્લા દોઢ માસમાં ગુજરાતમાં ૨ લાખ ૭૫ હજારથી વધુ લોકોનું વેક્સિનેશન

  • તમામના પરિશ્રમના પરિણામે છેલ્લા ૧૦ દિવસથી ગુજરાતમાં કોરોના કેસ સ્ટેબલ
  • ગઈકાલે ૧૨,૫૦૦ નવા કેસ સામે ૧૩,૮૦૦ દર્દી સાજા થઈને ઘરે ગયા
  • રાજ્યમાં ૫૮,૦૦૦ ઓક્સિજન બેડ અને ૨,૦૦૦ જેટલી હોસ્પિટલમાં ૧૧૦૦ ટન ઓક્સિજનનો ૨૪ કલાક અવિરત સપ્લાય
  • છેલ્લા એક માસમાં ૭ લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા
hospital-bed
  • છેલ્લા દોઢ માસમાં ગુજરાતમાં ૨ લાખ ૭૫ હજારથી વધુ લોકોનું વેક્સિનેશન
  • રાજ્ય સરકારના સઘન પગલાં તેમજ લોકોનો સહકાર- જાગૃતિથી કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવતું ગુજરાત

તેમણે કહ્યું કે રાજ્યની 2 હજાર જેટલી હોસ્પિટલોમાં દૈનિક અગિયારસો ટન ઓક્સિજનનો જથ્થો 24 કલાક અવિરતપણે પૂર પાડવામાં આવી રહ્યો છે. મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં કોરોનાના દર્દીઓ માટે સરકારે 7 લાખથી વધુ રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવ્યા છે. સીએમે કહ્યું કે છેલ્લા દોઢ મહિનામાં ગુજરાતમાં 2.75 લાખથી વધુ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!