GSTV
Home » News » CM રૂપાણીની હાજરીમાં ગુજરાતના શિક્ષકો બનશે પટાવાળા, પાણીની વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ

CM રૂપાણીની હાજરીમાં ગુજરાતના શિક્ષકો બનશે પટાવાળા, પાણીની વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ

પોરબંદરમાં સરકારી કાર્યક્રમોમાં શિક્ષકોને પાણી પીવડાવાની વ્યવસ્થા કરવાનો આદેશ થયો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તઘલખી નિર્ણય લેવાયો છે. શિક્ષકોની હાલત હાલમાં સૌથી વધારે ખરાબ છે. સરકારના દરેક કાર્યક્રમમાં સૌથી પહેલી ડ્યૂટી શિક્ષકોની લાગી જાય છે. રજા હોય કે ન હોય શિક્ષકે ફરજિયાત હાજર થઈ જવું પડે છે. શિક્ષકો હાલમાં સરકારના પટાવાળાની ભૂમિકામાં આવી ગયા છે. જેઓ પાસે શિક્ષણ કરતાં અન્ય પ્રકારના કામો કરાવાઈ રહ્યાં છે ત્યારે ગુજરાતમાં શિક્ષણનું સ્તર કેવી રીતે ઉપર આવશે.

40 શિક્ષકો અને 6 સી.આર.સી.કો.ઓને આ જવાબદારી સોંપાઈ

પોરબંદરમાં ગરીબ કલ્યાણ મેળામાં લોકોની બેઠક અને પીવાના પાણીની વ્યવસ્થાની શિક્ષકોને જવાબદારી સોંપાઈ છે. આવતીકાલે યોજાનાર 11માં તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં CM રૂપાણી હાજર રહેવાના છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ 40 શિક્ષકો અને 6 સી.આર.સી.કો.ઓને આ જવાબદારી સોંપી છે અને આદેશ કરાયો છે કે, શિક્ષકોને આવતીકાલે સવારે 8 વાગ્યે ફરજીયાત હાજર રહેવું પડશે.

શિક્ષકોએ કમને પણ ખાદી ખરીદવી પડી હતી

અગાઉ ખાદીની ખરીદી મામલે પણ શિક્ષણ વિભાગે આચાર્યો અને શિક્ષકોને ફરજિયાત ખાદી ખરીદવા માટે આદેશ કરતાં શિક્ષકોએ કમને પણ ખાદી ખરીદવી પડી હતી. આ ખાદી ખરીદીનો અહેવાલ પાછો સરકારને મોકલવાનો હોવાથી શિક્ષકોએ ખરીદેલી ખાદીની શિક્ષણમંત્રીએ વાહવાહી કરી જશ લીધો હતો. આમ ગુજરાતમાં શિક્ષકોની હાલત ન ઘરના ન ઘાટના જેવી થઇ ગઈ છે.

Related posts

ગુજરાતની આ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ

Bansari

તમારાથી થાય એ ઉખાડી લો ફોન તો ચાલુ બસે પણ નહીં થાય બંધ!, આવી કરી રહ્યાં છે બસના ડ્રાઈવરો દાદાગીરી

Nilesh Jethva

પરિક્ષામાં સાંસદે અપનાવ્યો ચોરી કરી કરવાનો અનોખો નુસ્ખો, ખુલાસો થતા સમગ્ર દેશમાં મચ્યો હડકંપ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!