GSTV
Home » News » ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ, બાવળિયાને આવ્યું દિલ્હીથી તેડું

ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ, બાવળિયાને આવ્યું દિલ્હીથી તેડું

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ છે. જસદણ પેટાચૂંટણી જીતી ભાજપની લાજ રાખનારા કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવ્યું છે. ધારાસભ્ય તરીકેની શપથ લેતા પહેલા બાવળિયાને દિલ્હી બોલાવવામાં આવતા તેઓ વિંછીયાના કાર્યક્રમો રદ કરી દિલ્હી પહોંચ્યા છે. જસદણની પેટાચૂંટણીમાં જીત બાદ તેઓ પહેલીવાર પીએમ મોદી અને અમિત શાહને મળે તેવી શક્યતાઓ છે. સાથે જ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પણ કુંવરજી બાવળિયા મળશે. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળીયાને લોકસભાની ચૂંટણીની મોટી જવાબદારી સોંપાઈ શકે છે.

જીતથી બાવળિયાને થયો છે સૌથી મોટો ફાયદો

 • બાવળિયાનું ભાજપમાં કદ વધ્યું છે.
 • જીત બાદ ભાજપમાં મંત્રી પદ બચી ગયું અને સર્વમાન્ય નેતા બની ગયા
 • જસદણ એ કોંગ્રેસનો નહીં બાવળિયાનો ગઢ હોવાનું પૂરવાર કર્યું
 • કોંગ્રેસને બતાવી દીધું કે આજે પણ તેમનું સૌરાષ્ટ્રમાં વર્ચસ્વ છે.
 • કોળી સમાજમાં પણ હવે સર્વસામાન્ય નેતા બની રહ્યા છે,
 • કોળી સમાજના નેતા હોવાનું ભાજપમાં પ્રસ્થાપિત કરશો સોલંકી બંધુઓનું કદ ઘટી ગયું.
 • ભવિષ્યમાં સૌરાષ્ટ્રના કદાવર નેતા તરીકે કેન્દ્રમાં પણ મળી શકે સ્થાન
 • કોળી સમાજના 5 રાજ્યોમાં રહેલા મતો અંકિત કરવા મોદી આપી શકે છે ચાન્સ
 • 20 હજાર વોટોથી બાવળિયાએ જસદણ જીતી પોતાનું રાજકીય ભવિષ્ય બચાવી લીધું
 • મોદી અને અમિત શાહની આબરૂનું ધોવાણ અટકાવતાં દેશમાં બાવળિયાની નોંધ લીધી

બાવળિયાએ ભાજપનો ભરોસો જાળવ્યો

 • જસદણ કુંવરજી બાવળિયાનો અજેય ગઢ છે એ ફરી પૂરવાર થયું
 • ભાજપમાં જૂના જોગીઓની સરખામણીએ કુંવરજી બાવળિયાનું પ્રભુત્વ વધ્યું
 • દાયકાઓથી કોંગ્રેસનો ગઢ રહેલી જસદણની બેઠક પર ભાજપ મજબૂત થયું
 • ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઇ ગયું
 • સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓની રાજકીય પ્રતિષ્ઠા જળવાઇ રહી
 • દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા લેવાયેલો નિર્ણય સાચો હતો એ પૂરવાર થયું
 • કુંવરજીને પ્રધાનપદુ આપવાનો નિર્ણય બરાબર હતો તે સાબિત થયું
 • પાંચ રાજ્યોની હાર બાદ ભાજપ માટે જીત ટોનિક સમાન બની રહ્યું
 • લોકસભા ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપમાં નવું જોમ આવ્યું
 • ભાજપ પૂરા જોમ અને ઉત્સાહ સાથે લોકસભાની ચૂંટણીમાં હવે ઉતરશે

ભાજપને કેમ છે બાવળિયા પર વધુ ભરોસો

જસદણ બેઠકનો પર્યાય બની ગયેલા કુંવરજી બાવળિયા તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. 1985માં કુંવરજી બાવળિયા સૌપ્રથમ જનતા દળમાંથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ પ્રથમ જ ચૂંટણીમાં તેમણે પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો. 1990ની વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો. પરંતુ 1995ની ચૂંટણીમાં કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને સૌપ્રથમ વખત ધારાસભ્ય બન્યા. 1998ની ચૂંટણીમાં પણ કુંવરજી બાવળિયાએ વિજયનો સ્વાદ ચાખ્યો. તો 2002માં યોજાયેલી ચૂંટણીમાં પણ કુંવરજીએ જંગી લીડથી જીત મેળવી હેટ્રિક સર્જી હતી.

કુંવરજીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ખેસ ધારણ કર્યો

2007ની ચૂંટણીમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વચ્ચે પણ કુંવરજીએ જસદણનો ગઢ સાચવી રાખ્યો. 2007માં કોંગ્રેસ તરફથી કુંવરજી બાવળિયાએ 25 હજાર 679 મતોથી ભવ્ય જીત મેળવી હતી. કુંવરજીને મળેલી આ લીડ એ જસદણના ઇતિહાસમાં એક વિક્રમ છે. જે બાદ 2009ની લોકસભા ચૂંટણીમાં કુંવરજીએ ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક આંચકી લેતા કોંગ્રેસમાં તેમનું કદ વધુ મોટું થયું. તો 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ જીત મેળવતા તેમને દબદબો યથાવત્ રહ્યો. પરંતુ 2017ની ચૂંટણી બાદ કુંવરજીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ખેસ ધારણ કર્યો. ભાજપમાં પ્રવેશ કરતાની સાથે જ તેમને સીધું જ કેબિનેટ પ્રધાનનું પદ મળ્યું છે. જેઓ ભાજપના કદાવર નેતા ગણાવા લાગ્યા છે.

Related posts

પાકિસ્તાનીયો પાસે દાળ ખાવાના પણ પૈસા નથી, અને યુદ્ધની શેખી મારે છે

Path Shah

વડોદરાના એક મોલમાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, મલ્ટિપ્લેક્ષના તમામ શો બંધ કરાવાયા

Nilesh Jethva

મહેસાણા ખાતે ભાજપનું સદસ્યતા અભિયાન યોજાયું, નીતિન પટેલે આપ્યું આ નિવદેન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!