ગુજરાતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં કરોડોના ભ્રષ્ટાચાર, ઓડિયો થયો વાઈરલ

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. યાત્રાધામ વિકાસ બોર્ડના તત્કાલિન સંયુક્ત સચિવ અનિલ પટેલ અને આરટીઆઈ એક્ટિવિસ્ટ કિશોર નથવાણીની કથિત ઓડિયો ક્લિપમાં આ ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. અનિલ પટેલ દાવો કરે છે કે યાત્રાધામ વિકાસ બોર્ડમાં કરોડોનો ભ્રષ્ટાચાર ચાલે છે. પાવાગઢના કામોમાં ભ્રષ્ટાચાર થયાનો આરટીઆઈ એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યો છે. જોકે જીએસટીવી આ ઓડિયો ક્લિપની સચ્ચાઈની પુષ્ટી નથી કરતું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter