GSTV
Home » News » ગુજરાતના નેતાનું ચૂંટણીપંચે વધારી દીધું કદ : મોદીને જશે નુકસાન, વારાણસીમાં નહીં કરે શકે પ્રચાર

ગુજરાતના નેતાનું ચૂંટણીપંચે વધારી દીધું કદ : મોદીને જશે નુકસાન, વારાણસીમાં નહીં કરે શકે પ્રચાર

Jitu Vaghani ban

ગુજરાતમાં ચૂંટણીના પડઘમ શમી ગયાને દસ દિવસ થઈ ગયા છે અને મતદાન પૂરું થઈ ગયાને પણ સાત દિવસ થવા આવ્યા છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જિતુ વાઘાણી પર ચૂંટણીમાં પ્રચાર કરવા પર બીજી મેથી ત્રણ દિવસ માટેનો પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્યમાં ચૂંટણી પુરી થયાને એક અઠવાડિયા બાદ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પર ચૂંટણી પંચે પ્રચાર માટે પ્રતિબંધ લગાવ્યો છે. ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સુરતના અમરોલીમાં ચૂંટણી સભા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિવાદિત ટિપ્પણી કરી હતી. ગુજરાતમાં કોઈ રાજકીય નેતા પર ચૂંટણી પ્રચાર માટે પ્રતિબંધ લાગ્યાનો આ પહેલો કિસ્સો બન્યો છે. 

ગુજરાતની બહાર ભાજપના નેતા તરીકે મોટી ઓળખ જ ન ધરાવતા જિતુ વાઘાણી પર પ્રતિબંધ મૂકીને ચૂંટણી પંચ પોતે તટસ્થ હોવાનો દંભ કરી રહ્યું છે. વાસ્તવમાં છતાંય મોડેમોડે જાગેલા ચૂંટણી પંચે તેમને પ્રચાર કરવા પર ૭૨ કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. ચૂંટણી પંચની આ કવાયત હાસ્યાસ્પદ અને ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળું મારવા જેવી છે.

પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં પ્રચારનું કામ કરી રહ્યા છે

ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી 3 દિવસ વારાણસીના પ્રવાસે છે. અહીં તેઓ પીએમ મોદીના સંસદીય ક્ષેત્રમાં પ્રચારનું કામ કરી રહ્યા છે. પરંતુ ચૂંટણી પ્રચાર પર 3 દિવસનો પ્રતિબંધ હોવાથી પ્રચારમાં કોઈ પ્રકારનો ભાગ નહિ લઇ શકે. ગઈકાલે સાંજે પ્રચાર પર બ્રેક લાગ્યા બાદ ગઈકાલે રાત્રે વારાણસી જીતુ વાઘાણી દિલ્હી પહોંચી ગયા હતા. પણ, પ્રચારની કોઈ કામગીરી નહિ કરી શકે. આવતીકાલે સાંજે 4 કલાક થી જીતુ વાઘાણી પર પ્રતિબંધ રહેશે. ચૂંટણી પંચના આ પ્રકારના નિર્ણયો લોકનજરમાં ચૂંટણી પંચની ગરિમાને હાની પહોંચાડનાર સાબિત થાય છે. દેશનું ચૂંટણી તટસ્થ હોવાનો દેખવા કરવામાં વિવેકભાન ભૂલીને નિર્ણય લે છે તેનો આ બોલતો પુરાવો છે.

Related posts

2025 સુધીમાં ભારતીય રક્ષાઉદ્યોગને 5 બિલીયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય, નિકાસ પર કરાશે ફોકસ

Mansi Patel

ભયજનક ઈમારતો, જર્જરિત સ્ટ્રકચરો અને તંત્રની બેદરકારીમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે

Mayur

ગોતામાં જર્જરીત ટાંકી ધરાશાયી : ફાયરબ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે, અમદાવાદની 26 ટાંકી અતિ ભયનજક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!