GSTV
Home » News » ગુજરાતના સૌથી મોટા લોકમેળાનો અાજથી પ્રારંભ, 15 લાખ લોકો અાવશે

ગુજરાતના સૌથી મોટા લોકમેળાનો અાજથી પ્રારંભ, 15 લાખ લોકો અાવશે

સૌરાષ્ટ્રમાં આજથી સાતમ આઠમના પાંચ દિવસના મેળાની શરૂઆત થઇ રહી છે. રાજકોટમાં ગોરસ મેળાનુ આયોજન કરાયુ છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે મેળાની શરૂઆત થશે. આ વખતે ગોરસ મેળામાં ૨૬ મોટી રાઈડ, ૫૪ નાની રાઈડ અને ખાણી-પીણીના સ્ટોલ તેમ  ૧૩૮ રમકડાના સ્ટોલનો સમાવેશ થાય છે. આજથી પાંચ દિવસ સુધી મેળો ધમધમતો રહેશે. મેળાના ઉદ્દઘાટન પ્રસંગે મેયર સહિતના મહાનુભાવો ધારાસભ્યો ઉપસ્થિત રહેશે. અંદાજે ૧૫ લાખ લોકો દર વર્ષે મેળો માણવા ઉમટતા હોય છે. ચાલુ વર્ષે પણ જો વરસાદ વિધ્ન ન ઉભું કરે તો મેળો માણવા આવનારાની સંખ્યા રેકોર્ડબ્રેક થવાની શકયતા છે.

લોકમેળાનું છે અા અાકર્ષણ

લોકમેળામાં વિવિધ આકર્ષણો સાથે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન ઉપરથી પણ ગીત સંગીતની જમાવટ જોવા મળશે. તો લોકમેળાના સ્ટેજ ઉપરથી પણ અલગ અલગ કલાકારો સંગીતની મહેફિલ જમાવશે. લોકમેળા દરમ્યાન તસ્વીર સ્પર્ધા પણ યોજવામાં આવશે. લોકમેળાનું સૌથી મોટુ આકર્ષણ યાંત્રિક રાઈડ્સ છે. ફજર ફાળકા, ટોરાટોરાં, ડ્રેગન સહિતની ૪૪ જેટલી યાંત્રિક રાઈડ્સ મૂકવામાં આવી છે. આ વખતે લોકમેળામાં યાંત્રિક રાઈડ્સનાં ભાવ પ્રતિટિકિટ રૂા ૧૦ વધારી રૂા ૩૦ કરવામાં આવ્યા છે.

ગત વર્ષે લોકમેળાનાં પ્રથમ બે દિવસ બાદ યાંત્રિક રાઈડસનાં ધંધાર્થીઓએ રાઈડ્સ અટકાવી તંત્રનું નામ દબાવી રૂા ૩૦ વસૂલવાની બીન સત્તાવાર છૂટ મેળવી લીધી હતી. પરંતુ આ વખતે મહત્તમ દર રૂા ૩૦ સત્તાવાર રીતે અગાઉથી જ મંજુર કરી દેવામાં આવ્યો છે. જયારે બીનયાંત્રિક એટલે કે હાથથી ચાલતી નાની મધ્યમ કદની ૩ર જેટલી ચકરડીઓમાં ટિકિટનો દર રૂા ૧૦ મંજુર થયો છે.

ત્રણ હજાર જેટલા જવાનો સુરક્ષા માટે તૈનાત કરાયા

લોકમેળા ગોરસ મેળાની સુરક્ષામાં ત્રણ હજાર જેટલા જવાનો સુરક્ષા માટે તૈનાત કરાયા છે. સમગ્ર મેળા પર નજર રાખવા સી.સી.ટીવી ગોઠવાયા છે. આ વખતે ખાસ પ્રકારની ઈઝરાઈલની ઈન્ટેલીજન્સ સર્વેલન્સ સિસ્ટમ પણ મુકવામાં આવી છે. લોકમેળામાં સુરક્ષીત વ્યવસ્થા પણ સજ્જડ બનાવાઈ છે.

કુલ ૧૬ જેટલા વોચ ટાવર ઊભા કરવામાં  આવ્યા છે. ત્રણ હજારથી વધુ સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત રહેશે. લોકમેળામાં બાળકો ગૂમ થાય તો તાકીદે તેમનાં વાલીનો સંપર્ક થઈ શકે તે માટે પ્રવેશ દ્વાર પાસે જ બાળકોનાં આઈકાર્ડ બનાવી આપવાની નવી વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા લાગુ કરાશે. આ ઉપરાંત લોકમેળા ગ્રાઉન્ડમાં છેડતી કરનારા તત્વો ઉપર પણ પોલીસ તંત્ર બાજ નજર રાખશે.

લોકમેળાનો કુલ રૂ. ૪ કરોડનો વીમો લેવાયો

સ્ટોલ- પ્લોટ ધારકોને ફોટો આઈકાર્ડ આપી દેવાયા છે. લોકમેળાનો કુલ રૂ. ૪ કરોડનો વીમો લેવાયો છે. મેળાનાં ગ્રાઉન્ડમાં ૮ સ્થળે એલઈડી સ્ક્રીન મુકવામાં આવી છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ- ફાયર ફાઈટર, એમ્બ્યુલન્સ સાથે તબીબોની ટીમ તૈનાત રહેશે. મોબાઈલ ટોઈલેટ પણ મૂકવામાં આવ્યા છે.લોકમેળામાં તમ્બાકુ તેમજ પાણીના પાઉચ ઉપર પ્રતિબંધ છે. આથી પાંચ સ્થળે પાણીના પરબ ઊભા કરાયા છે.

અા છે સુરક્ષા વ્યવસ્થા

  • 3,000 પોલીસ જવાનોને કરાયા તૈનાત
  • ત્રણ ડીસીપી, 37 પીઅાઈ અે 112 પીઅેસઅાઈ તૈનાત
  • સ્ટોલ અને રાઈડ ધારકોને અપાયા અાઈકાર્ડ
  • નાના બાળકોને પણ અપાશે અાઈકાર્ડ
  • 16 જેટલા વોચ ટાવર ઉભા કરાયા
  • સમગ્ર મેળા પર સીસીટીવીથી નજર
  • ઇઝરાયેલી ઇન્ટેલિજન્સ સર્વેલન્સ સિસ્ટમનો પણ ઉપયોગ

 

 

Related posts

સરકાર વિરોધી પ્રવૃતિમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને દેશ છોડવાનો આદેશ

Pravin Makwana

પાઠય પુસ્તક વેપારી મંડળનો દાવો, રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજિત એક કરોડ જેટલા કર્મચારીઓ થશે બેરોજગાર

Nilesh Jethva

કોરોના વાયરસને કારણે ફ્લાઇટ રદ થતાં 300થી વધુ ગુજરાતીઓ ઇરાનમાં ફસાયા, પરિવારમાં ચિંતાનો માહોલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!