GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

ભાજપનો ગઢ પણ આ વર્ષે બદલાશે સમીકરણો, સરવેમાં જાય છે બીજેપી પાસેથી સીટ

સરહદી બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા બેઠક અને ૧૪ તાલુકાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર અને રાજસ્થાનની સરહદને અડીને આવેલો અંતરીયાળ  જિલ્લો છે. બનાસકાંઠાનો લોકસભા  મત વિસ્તાર રાજ્યમાં સૌથી મોટો વિસ્તાર છે. ભૌગિલક દ્રષ્ટિએ બનાસકાંઠા પર્વતીયાળ અને રણપ્રદેશ ધરાવતો વિસ્તાર છે. બનાસકાંઠા લોકસભા મત વિસ્તારમાં દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર એમ સાત વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. જેમાં થરાદ અને ડીસાની બે બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય છે. બાકીની પાંચ દાંતા, પાલનપુર, વાવ, દિયોદર અને ધાનેરા બેઠક પર કોંગ્રેસનો કબજો છે. સરવેમાં બીજેપી પાસેથી આ સીટ કોંગ્રેસને મળી રહી હોવાના દાવાઓ થઈ રહ્યાં છે.

ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપની વોટબેંક ગણાય છે

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જેમાં ચૌધરી સમાજ મોટા ભાગે ભાજપની વોટબેંક ગણાય છે. જ્યારે ઠાકોર વોટબેંક ઉપર કોંગ્રેસ પક્કડ ધરાવે છે. અહીં લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.  અહીંયા ૧૯૯૮થી ભાજપનો દબદબો રહ્યો છે. જોકે પાટીદાર અનામત આંદોલન અને ઠાકોર સેનાના આંદોલનોની અસર ૨૦૧૭ની ચૂંટણીમાં જોવા મળી હતી. જેમાં ૬ બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયત અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે.  તો સહકારી ક્ષેત્રે ભાજપ વર્ચસ્વ ધરાવે છે. બનાસકાંઠા જિલ્લો ૨૦૧૭ના વિનાશક પુરમાં તબાહ થયો હતો. આ જળ પ્રલયમાં ગામે ગામ તણાઈ ગયા હતા. અનેક લોકો અને પશુઓ મોતને ભેટયા હતા. તેમજ અનેક પરિવારો બેઘર બન્યા હતા. ત્યારે સરકાર બનાસકાંઠાની વ્હારે ચઢીને ૧૫૦૦ કરોડની સહાય જાહેર કરતા વરસાદી પુરમાં ભાંગી પડેલ બનાસકાંઠા ઝડપી ગતિએ બેઠો થયો હતો. જે બાદ વર્ષ ૨૦૧૮માં પમ ચોમાસુ નબળુ રહેતા અને અપૂરતો વરસાદ થતાં બનાસકાંઠા જિલ્લામાં ઘાસચારા અને પાણીની તીવ્ર અછત વર્તાતાં દુષ્કાલનો સામનો કરતા બનાસકાંઠાને સરકાર દ્વારા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો.

લોકસભા ચૂંટણીમાં ભાજપના પડખે રહ્યો છે

અછતગ્રસ્ત બનાસકાંઠા જિલ્લો ઘણા સમયથી લોકસભા ચૂંટણીમાં ભાજપના પડખે રહ્યો છે. જેમાં હાલની વાત કરવામાં આવે તો સૌથી મોટી વોટબેંક ધરાવતા ચૌધરી સમાજના મત મેળવવા ભાજપ તેમજ કોંગ્રેસે ચૌધરી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે ઈતર સમાજના વોટ નિર્ણાયક બન્યા છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં નો રિપીટ થીયરી અપનાવીને રાજ્ય સરકારના મંત્રી પરબત પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો કોંગ્રેસે પીઢ કોંગ્રેસી આગેવાનોને પડતા મુકીને પેરાશુટ ઉમેદવાર તરીકે પરથી ભટોળને ચૂંટણી જંગમાં ઉતાર્યા હોય કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક નારાજગી છવાયેલી જોવા મળે છે. ત્યારે અછતનો સામનો કરતો બનસાકાંઠા જિલ્લો લોકસભા ચૂંટણીમાં કોને ફળશે તે તો આવનારો સમય બતાવશે. જે વચ્ચે બનાસકાંઠાની બેઠક વર્તમાન સમયમાં ભાજપ તેમજ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠા સમાન છે.

બનાસકાંઠા જિલ્લામાં લોકસભા અને વિધાનસભાના પરિણામ સાવ અલગ આવે છે. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જોઈ લોકો વોટ આપતા હોય પરિણામ જુદું જ આવતું હોય છે. જેમાં છેલ્લા ચાર ટર્મથી લોકો ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હોય ભાજપના સાંસદ ચુંટાય છે. જ્યારે વિધાનસભા અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી જુવાળ રહે છે.

વિધાનસભા બેઠકોની સ્થિતિ 

(૧)વાવકોંગ્રેસગેનીબેન ઠાકોર
(૨)ધાનેરાકોંગ્રેસનાથાભાઈ પટેલ
(૩)દાંતાકોંગ્રેસકાન્તિભાઈ ખરાડી
(૪)પાલનપુરકોંગ્રેસમહેશ પટેલ
(૫)દિયોદરકોંગ્રેસશીવાભાઈ ભુરીયા
(૬)થરાદભાજ૫પરબતભાઈ પટેલ
(૭)ડીસાભાજ૫શશીકાંત પંડયા
(૮)કાંકરેજભાજ૫કીર્તિસિંહ વાઘેલા
(૯)વડગામઅપક્ષજીગ્નેશ મેવાણી


નોંધ: વડગામ બેઠક ઉપર કોંગ્રેસના ટેકાથી અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણી ચુંટાયેલા છે.

બનાસકાંઠા જિલ્લામાં લોકસભા અને વિધાનસભાના પરિણામ સાવ અલગ આવે છે. વિધાનસભાની ચૂંટણી સ્થાનિક મુદ્દે લડાય છે અને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારને જોઈ લોકો વોટ આપતા હોય પરિણામ જુદું જ આવતું હોય છે. 

મતદારોની સંખ્યા

કુલ મતદારો ૨૨૧૭૯૧૩
પુરુષ મતદાર૧૧૬૦૬૧૯
સ્ત્રી મતદાર૧૦૫૭૨૭૪
યુવા મતદાર૧૧૮૩૨૦૪
૧૮ થી ૧૯ વર્ષ૪૭૭૬૪
૨૦ થી ૨૯ વર્ષ૫૫૮૦૮૮
૩૦ થી ૩૯ વર્ષ ૫૭૫૩૫૨
૪૦  થી ૪૯ વર્ષ૪૨૦૨૪૦

૨૦૧૯ની ચૂંટણીમાં અસરકર્તા પરીબળો

સર્જીકલ સ્ટ્રાઈક     જીએસટી        બેરોજગારી      જ્ઞાતિવાદ       એન્ટીઈન્કબન્સી

બનાસકાંઠા બેઠક ઉપર ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપના હરિભાઈ ચૌધરી વિજેતા બન્યા હતા અને હાલ કેન્દ્ર સરકારમાં મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે. જોકે તેઓ નવેમ્બર ૨૦૧૮માં તેમની સામે રૂા. ૨ કરોડની  લાંચના આક્ષેપ સાથે સીબીઆઈમાં સપડાયા હતા. તેઓ ૧૯૮૯થી રાજકારણમાં સક્રિય છે.

બેઠકની વિશેષતા 

બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ખેડૂત વર્ગનું પ્રભુત્વ રહેલું છે. તેમજ ઠાકોર અને ચૌધરી સમાજની મોટી વોટબેન્ક ધરાવે છે. અહીંના મતદારો ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય આપતા હોય છે. અગાઉ નાના સમાજના ઉમેદવારો પણ સંસદ સભ્ય બન્યા છે.

Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana

ખાદ્યપદાર્થો મોંઘા થતાં જૂન મહિનામાં છૂટક ફુગાવો વધ્યો, સરકારે જાહેર કર્યા આ આંકડાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!