GSTV
Home » News » ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના પૂર્વ MDનું કરોડોનું જમીન કૌભાંડ,એસીબીની તપાસમાં સામે આવી ચોંકાવનારી…

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર કે.એસ દેત્રોજાની અપ્રમાણસર મિલકતના મામલે 6 મહિનાની તપાસ પૂર્ણ થઈ છે. ત્યાર બાદ આરોપી દેત્રોજાના સગા સંબંધીઓ દ્વારા કુલ 70 હેકટરથી ધારે ખેતીની જમીન છેલ્લા બે વર્ષમાં ખરીદવામાં આવેલી હોવાનું સામે આવ્યુ છે. જેમાં તેની કિંમત કરોડોની છે. ત્યારે તેની કિંમત 2 કરોડ 52 લાખ 40 હજાર 300 રૂપિયાની હોવાનું સામે આવ્યુ છે.

એસીબીની તપાસમાં બહાર આવ્યું હતું કે રાજ્યના અલગ અલગ જિલ્લાના ગામોમાં ખેતીની જમીનો ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે. એસીબીમાં ખાસ ટીમ જેમાં ડેપ્યુટી કલેકટર સહિતની ટીમોએ આરોપી કે.એસ.દેત્રોજાની બેનામી સંપત્તિની તપાસ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આરોપી કનૈયાલાલ દેત્રોજા સામે અપ્રમાણસર મિલકતને લઇને ગુનો નોંધાયા બાદ કુલ 6 પોલીસકર્મીની ટીમ દ્વારા તપાસ કરતા દેત્રોજાના અંગત સગા સ્નેહીઓ દ્વારા છેલ્લા 2 વર્ષમાં મોટા પ્રમાણમાં ખેતીની જમીન ખરીદ્યાનું એસીબીની ટીમને ધ્યાને આવ્યુ છે.

જ્યારે તપાસ દરમ્યાન દેત્રોજાની બેનામી મિલકતમાં એક કારનો પણ સમાવેશ થયો છે. ત્યારે આ મામલે ઈન્કમટેક્સ વિભાગને જાણ કરાઈ છે.ત્યારે હવે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરાઇ છે.

READ ALSO

Related posts

બ્રાઝિલમાં પુર અને ભૂસ્ખલનથી 30નાં મોત, 3500થી વધુ લોકોનું સ્થળાંતર

Mansi Patel

21 યુવાનોએ મુંડન કરાવી ભાજપ સરકારનું કર્યું બારમું !

Mayur

‘કચ્છડો બારે માસ’ અડીખમ : આજે ભૂકંપની 19મી વરસી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!