GSTV

અલ્પેશના નિવાસસ્થાને બેઠક યોજાઈ હોવા છતાં અલ્પેશ હાજર નથી !, ભરતસિંહે પણ મીટિંગ ટાળી

Last Updated on July 15, 2019 by

પહેલા કોંગ્રેસમાંથી અને બાદમાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ હવે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવા તલપાપડ છે અને તેના માટે હાઈવોલ્ટેજે ડ્રામા ચાલી રહ્યો છે. અલ્પેશ ઠાકોરના નિવાસ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક યોજાઈ છે. આ બેઠકમાં ધવલસિંહ હાજર રહ્યા છે. જોકે અલ્પેશ ઠાકોર સેનાની કોર કમિટીમાં સભ્ય ન હોવાથી તેઓ આ બેઠકમાં હાજર રહ્યા નથી.

ધવલસિંહ અને અલ્પેશના ભાજપમાં જોડાવા અંગે ઠાકોર સેનામાં મતમતાંતર ચાલી રહ્યા છે. અને આ બેઠકમાં કોઈ નિર્ણય લેવાશે. કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોર કોર કમિટીના સભ્ય હોવા છતાં તેઓ ગેરહાજર છે.

ગઈકાલે અલ્પેશ ઠાકોરે કહ્યુ હતુ કે કોર કમિટિ જે નિર્ણય કરશે તે માન્ય રહેશે. અલ્પેશે સમાજનું કામ કરવા ગરીબોનું કામ કરવા માટે સરકારનો સહકાર જોઈએ અને સારો નિર્ણય લઈશ તેમ પણ કહ્યુ હતુ.ત્યારે આજે ઠાકોર સેનાની કોર કમિટીની બેઠક બાદ અલ્પેશ ક્યારે જોડાવવુ તે અંગે નિર્ણય કરી શકે છે.

READ ALSO

Related posts

BJPનું હ્દય પરિવર્તન: જૂની સરકારોએ જનતાને જે ડામ આપ્યા તેના પર ભૂપેન્દ્ર પટેલ મલમ લગાવશે, રૂપાણીના નિર્ણયો બદલવાનો વિચાર

Pravin Makwana

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: GTUમાં શિયાળુ સત્રની સેેમેસ્ટર પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો, દિવાળી વેકેશન પૂર્ણ થતાં જ લેવાશે પરીક્ષાઓ

Pravin Makwana

અમદાવાદમાં ઔવેસીનો ફ્લોપ શો: સાબરમતી જેલની મુલાકાતે જતાં પોલીસે કરી અટકાયત, યુપીના ગેંગસ્ટરને મળવાની હતી ઈચ્છા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!