GSTV

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Last Updated on December 3, 2021 by Pravin Makwana

ગુજરાત સરકારે વિધાનસભામાં એક વર્ષ પહેલાં પસાર કરેલા ગુજરાત ગુંડા અને અસામાજીક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી નથી. કેન્દ્રીય મંત્રાલયે ઉભા કરેલા મુદ્દાઓની સ્પષ્ટતા કરવા છતાં આ કાયદો હજી અદ્ધરતાલ રહ્યો છે. ગુજરાત વિધાનસભામાંે સપ્ટેમ્બર 2020માં આ કાયદો પસાર થયો હતો.

રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમ છતાં કેન્દ્ર તરફથી આ કાયદાને હજી સુધી સ્વિકૃતિ મળી શકી નથી. રાજ્યમાં આજેપણ ગુંડાગીરી અને અસામાજીક પ્રવૃત્તિઓ માજા મૂકી રહી છે તેમ છતાં રાજ્ય સરકારે નવા કાયદા પ્રમાણે કાર્યવાહી કરી શકતી નથી. રાજ્ય સરકારે વિધેયક પસાર કરાવ્યા બાદ એવો દાવો કર્યો હતો કે તે દારૂ, જુગાર, ગૌહત્યા, માનવ અને બાળ તસ્કરી, નકલી દવાઓનું વેચાણ, માદક દ્રવ્યો, અપહરણ, ગેરકાયદેસર રીતે હથિયારોનું વેચાણ અને પરિવહન જેવા વેપારને રોકવામાં સૂચિત કાયદો અસરકારક રહેશે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા વિવિધ ગુનાને લગતી સજા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કેટલાક કિસ્સાઓમાં એનડીપીસીએ એકટ અથવા આઈપીસી જેવા હાલના કાયદામાં નિર્ધારિત સજા ગુજરાત ગુંડા અધિનિયમની સજા કરતા વધુ કડક હોવાનું જણાવાયું છે. આ સામે સરકારની દલીલ એવી છે કે કાયદાનો અમલ વધુ સારી રીતે થાય તે માટે આ કાયદો ઘડવામાં આવ્યો છે.

6380

રાજ્ય સરકારે કેન્દ્રીય મંત્રાલયને જાણ કરી કે અસામાજિક પ્રવૃત્તિઓને નિયંત્રીત કરી શકાય તે સુનિશ્ચીત કરવા માટે સરકારે સજાની કલમો વ્યાખ્યાયિત કરી છે જેમાં દોષિતોને 7 થી 10 વર્ષની સજા અને 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઇ છે. એટલું જ નહીં, ગુનેગારોને ઉશ્કેરવામાં દોષિત સરકારી કર્મચારીઓને જેલની સજા ભોગવવી પડશે તેવી પણ વિધેયકમાં જોગવાઇ છે.

સૂચિત કાયદામાં બાળ સંરક્ષણ અધિનિયમ હેઠળના ગુનાઓ, જુગાર નિવારણ અધિનિયમ, હિંસાનો આશરો લેવાનો પ્રયાસ, લોકોમાં ભગરાટ, આતંક ફેલાવવો, ખંડણી માટે અપહરણ, પૈસાની વસુલાત માટે શારીરિક હિંસા, પ્રાણીઓની ગેરકાયદેસર હેરફેર અને શસ્ત્રોનો ગેરકાયદેસર ઉપયોગ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જો કે ગુજરાત સરકાર હજી કેન્દ્ર અને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરીની મહોરનો ઇન્તજાર કરી રહી છે. કેન્દ્રમાંથી મંજૂરી આવ્યા બાદ ગુજરાત તેનો અમલ કરાવી શકશે.

READ ALSO

Related posts

પાટનગરવાસીઓ સાવધાન : અહીં પ્રતિ કલાકે 35 લોકો થઇ રહ્યાં છે કોરોનાનો શિકાર, ગત રોજ છેલ્લાં 24 કલાકમાં જ નોંધાયા 800થી વધુ કેસ

Dhruv Brahmbhatt

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

એસ.ટી.નિગમનાં કર્મચારી યુનિયન દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી, મોંઘવારી ભથ્થાને લઇને કરી આ માંગ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!