GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

20 મીનિટમાં 41 રોગની તપાસ કરશે એટીએમ મશીન, તબીબ પાસે જવાની નહીં પડે જરૂર

પાલિતાણા તાલુકાના ઘેટી ગામે રાજ્યનું સૌ પ્રથમ હેલ્થ એટીએમ મુકવામાં આવ્યું છે. આ હેલ્થ એટીએમ થકી કોઈ પણ વ્યક્તિ ૨૦ મિનિટમાં ૪૧ રોગની તપાસ કરાવી શકશે. આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ હેલ્થ એટીએમને તાજેતરમાં જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીના સંયોજનથી લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે હેલ્થ એટીએમની સેવા શરૂ કરવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. આ માટે સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે વિકસાવવામાં આવેલા પાલિતાણાના ઘેટી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પસંદગી કરી અહીં આધુનિક ટેકનોલોજીથી સજ્જ હેલ્થ એટીએમ મુકવાનું આયોજન કરાયું હતું. જેના માટે જિલ્લા વિકાસ અધિકારી સહિતનાઓએ રજૂઆત કરતા સરકારે ઘેટી ગામે રાજ્યનું પ્રથમ હેલ્થ એટીએમ ફાળવ્યું હતું.

જેનું ગત સપ્તાહમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ હેલ્થ એટીએમ થકી વ્યક્તિના ડાયાબીટીસ, મેલેરિયા, ડેન્ગ્યુ, લોહી અને યુરિન સહિતના ૪૧થી વધારે ટેસ્ટ કરી શકાશે. આ ટેસ્ટનું રિઝલ્ટ તજજ્ઞાને ફોરવર્ડ કરી વીડિયો કોન્ફરન્જથી જરૂરી સલાહ અને સારવારનું લિસ્ટ પ્રિન્ટ મેળવી શકાય છે.

READ ALSO

Related posts

વિશાખાપટ્ટનમ ગેસ લીક મામલોઃ LG પોલીમર્સના CEO સહિત 12 લોકોની ધરપકડ

Mansi Patel

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!