GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

દેશના વિકાસ માટે ગુજરાતનો વિકાસ ખૂબ જરૂરી : મોદી

ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ તેમજ દેશની ભલાઇ માટે ગુજરાતની ભલાઇ જરૂરી છે તેવા ઉલ્લેખ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેવડિયાકોલોની ખાતે નર્મદા નીરના વધામણા સાથે જાહેરસભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે આઝાદી બાદ જે કામો અધુરા રહ્યા છે તેને પુરા કરવાના કામો હવે હિન્દુસ્તાન કરી રહ્યું છે.

નર્મદે સર્વદેના જયઘોષ સાથે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વર્ષ-2001 સુધી નર્મદા યોજનાની મુખ્ય નહેરનું કામ માત્ર 150 કિલોમીટર સુધી જ થયું હતું તેમજ સિંચાઇ વ્યવસ્થાનું કામ પણ અધુરૂ હતું પરંતુ ક્યારેય હિંમત હારી ન હતી અને આજે સિંચાઇનું વિશાળ નેટવર્ક ઉભું થયું છે. છેલ્લા 18 વર્ષમાં બે ગણી જમીન ગુજરાતમાં સિંચાઇ  હેઠળ લાવવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે વર્ષ-2001માં ટપક પધ્ધતિ, માઇક્રો ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ  હેઠળ સિંચાઇ વ્યવસ્થા માત્ર 14 હજાર હેક્ટર હતી અને તેનો લાભ માત્ર 8 હજાર ખેડૂતો લેતા હતા પરંતુ આજે 19 લાખ હેક્ટર જમીન પર માઇક્રો ઇરિગેશન પધ્ધતિથી 12 લાખ ખેડૂત પરિવારો લાભ મેળવી રહ્યા છે.

વડાપ્રધાને કેવડિયાકોલોની ખાતે જણાવ્યું હતું કે દેશમાં જળ સંરક્ષણનું આંદોલન સફળ થઇ રહ્યું છે ગુજરાતના આ  સફળ પ્રયોગોને જનભાગીદારીથી હજી આગળ વધારવાના છે તેમજ ગુજરાતમાં જેઓ જનભાગીદારીના કામો સાથે જોડાયેલા છે તેઓ સમગ્ર દેશમાં  આ કામો ફેલાવે તેવી અપીલ પણ તેમણે કરી હતી.

વડાપ્રધાને ઉમેર્યું હતું કે સરદાર સરોવરમાં છલોછલ જળ અને તેના કરતા વધુ હરખ તેમજ આનંદ ગુજરાતમાં છલકે છે, આ એવો અવસર છે જેનો લાભ ચાર રાજ્યો મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતને મળે છે. તેમણે કહ્યું હતું કે પર્યાવરણનું રક્ષણ કરીને પણ વિકાસ થઇ શકે છે તેનું જીવંત ઉદાહરણ કેવડિયામાં જોવા મળે છે. કેવડિયામાં પ્રકૃતિ અને પર્યાવરણનો અદભુત સંગમ  છે આજે જલસાગર અને જનસાગરનું મિલન થયું છે.

મોદીએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઇએ જે સ્વપ્ન જોયું હતું તે વર્ષો બાદ પુરૂ થયું છે અને તે પણ તેમની આઁખોની સામે, એક સમય હતો જ્યારે ડેમની સપાટી 122 મીટર પર પહોંચે તે બહુ મોટી સિધ્ધી ગણાતી હતી પરંતુ આજે માત્ર પાંચ વર્ષમાં જ 138 મીટર જળ સરદાર સરોવરમાં ભરાવું અદભુત છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ વિવિધ પર્યટન સ્થળોની મુલાકાત લીધી : દત્ત મંદિરે પૂજા કરી

પોતાના જન્મદિવસ નિમિત્તે કેવડિયાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા મૈયાનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરીને નર્મદા નીરને વધાવ્યા હતાં અને નર્મદે સર્વદેનો જયઘોષ કર્યો હતો.

વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ આકાર લઇ રહેલા નવા પર્યટન પોઇન્ટસની પણ મુલાકાત લીધી હતી. ખલવાણી ઇકો ટુરિઝમ સાઇટ સહિત રિવર રાફ્ટિંગ ડેમોસ્ટ્રેશન, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, વિશ્વ વન, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની પણ મુલાકાત લીધી  હતી. મોદીએ ગરૂડેશ્વર ખાતે દત્ત મંદિરે જઇ પૂજાવિધિ કરી હતી.

ગુજરાત વિકાસની વધુ એક મોટી છલાંગ ભરવા માટે સમર્થ બન્યું છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે સરદાર સરોવર જળાશયની જળરાશિ પૂર્ણ સપાટીએ ભરાતા 1946માં સરદાર પટેલે નર્મદા ડેમ નિર્માણનું જે સ્વપ્ન સેવ્યું હતું તે વડાપ્રધાન મોદીએ સાકાર કર્યુ છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાતમાં એક એક ઘર માટે આજે અવસરનો પ્રસંગ છે અને મા નર્મદા અને નર્મદા યોજના આપણી વચ્ચે સાત-સાત દાયકાથી રાજ્યનો પ્રાણ રહ્યો છે. અગાઉ ડેમ 121 મીટરે ભરાતો હતો તે આજે 138 મીટરની પૂર્ણ સપાટીએ પહોંચતા 10 હજાર ગામ, 170 નગરો અને 18.5 લાખ હેક્ટર જમીનને સિચાઇની સુવિદ્યા મળશે.

મુખ્યમંત્રી તરીકેના મોદીના કાર્યકાળ દરમિયાન નર્મદા વિરોધી તત્વો સામે તેઓ પડકારરૂપ બન્યા હતા પરંતુ વડાપ્રધાનનું પદ સંભાળ્યા પછી 17 દિવસમાં જ ડેમના દરવાજા બંધ કરવાની મંજૂરી આપતા આજે ગુજરાતનું સ્વપ્ન સાકાર થયું છે. આજે ગુજરાત વિકાસની વધુ એક છલાંગ ભરવા સમર્થ બન્યું છે. 5 ટ્રિલીયન ડોલરની ઇકોનોમી હાંસલ કરવા મોદીએ કરેલા આહવાનને પૂર્ણ કરવા ગુજરાત એક માધ્યમ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

READ ALSO

Related posts

રાજ્યમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લોકોને કાળજાળ ગરમીથી મળી રાહત, કેરીના પાકમાં નુકસાનની ભીતિ

Nilesh Jethva

રાજ્યના માધ્યમિક શિક્ષણ બોર્ડે અનલોક-1 માં તમામ કર્મચારીઓને હાજર રહેવા પરિપત્ર કર્યો જાહેર

Nilesh Jethva

બિલ્ડીંગ પરથી કુદી આપઘાત કરવાની તૈયારીમાં હતી યુવતી ત્યાં જ દેવદુત બનીને આવ્યો યુવક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!