GSTV
Ahmedabad Baroda Gandhinagar Rajkot Surat ગુજરાત

મૂશળધાર વરસાદે ગુજરાતની હાલત ખરાબ કરી : જાણો અેક જ ક્લિકે ગુજરાતની સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં ઝિંકાયેલા મૂશળધાર વરસાદે જનજીવન ખોરવી નાંખ્યું હતું. મેઘરાજાની તોફાની સવારીમાં વલસાડ, પારડી, ખેરગામ અને વઘઈમાં 8 ઈંચથી વધુ, ધરમપુરમાં 9 ઈંચ વરસાદથી દક્ષિણ ગુજરાતની તમામ નદીઓ બે કાંઠે વહી હતી. તમામ નદીઓ ગાંડીતૂર થતા પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગણદેવીમાં 497 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે નવસારી, વલસાડ અને ઓલપાડમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.

  • સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
  • રાજ્યના ૧૧૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ
  • ગીરગઢડામાં ૨૦ ઇંચ; ઉનામાં ૧૪ ઇંચ અને કોડીનારમાં ૧૩ ઇંચ વરસાદ
  • રાજ્યના ચોવીસ તાલુકાઓમાં ચાર ઇંચથી વીસ ઇંચ જેટલો વરસાદ
  •  રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪૦.૭૩ ટકા :
  • સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં ૫૭.૨૭ ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. જેમાં રાજ્યના ૧૧૫ તાલુકાઓમાં નોંધપાતણ્ર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૦.૭૩ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત રીજિયનમાં ૫૭.૨૭ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૭/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાક સુધી રાજ્યના ચોવીસ તાલુકાઓમાં ચાર ઇંચથી વીસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડામાં ૪૯૬ મી.મી. એટલે કે ૨૦ ઇંચ, ઉના તાલુકામાં ૩૫૦ મી.મી. એટલે કે ૧૪ ઇંચ અને કોડીનાર તાલુકામાં ૩૩૦ મી.મી. એટલે કે ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના જાફરાબાદ તાલુકામાં ૨૮૪ મી.મી. એટલે કે ૧૧ ઇંચ, સુત્રાપાડામાં ૨૪૫ મી.મી. એટલે કે ૧૦ ઇંચ જેટલો, ધરમપુરમાં ૨૨૫ મી.મી. એટલે કે નવ ઇંચ, વલસાડમાં ૨૧૭ મી.મી., વઘઇમાં ૨૦૦ મી.મી., પારડીમાં ૧૯૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં આઠ ઇંચ, ખેરગામમાં ૧૯૫ મી.મી., રાજકોટમાં ૧૮૭ મી.મી. વરસાદ થયો છે. રાજુલા અને તળાજામાં ૧૭૫ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં સાત ઇંચ, મહુવામાં ૧૬૮ મી.મી., વેરાવળમાં ૧૪૯ મી.મી. મળી મળી કુલ બે તાલુકામાં છ ઇંચ, ચોટીલામાં ૧૪૩ મી.મી., કપરાડામાં ૧૩૪ મી.મી. અને મોરબીમાં ૧૨૮ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં પાંચ ઇંચ, કાલાવડમાં ૧૨૦ મી.મી., ભરૂચમાં ૧૧૨ મી.મી વરસાદ પડ્યો છે. વાંકાનેરમાં ૧૧૦ મી.મી., તલાલા અને વાપીમાં ૧૦૬ મી.મી., બોટાદમાં ૧૦૨ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ ઉપરાંત વાંસદા તાલુકામાં ૯૭ મી.મી., લોધીકા અને આણંદમાં ૯૬ મી.મી., વાગરામાં: ૯૩ મી.મી. પડધરીમાં ૯૧ મી.મી., ખાંભામાં ૯૦ મી.મી., વડીયામાં ૮૮ મી.મી., માંગરોળમાં ૮૭ મી.મી., શિહોરમાં ૮૪ મી.મી., વીંછીયામાં ૮૩ મી.મી., ચીખલીમાં ૮૨ મી.મી., ગોંડલમાં ૮૦ મી.મી., ઘોઘામાં ૭૯ મી.મી., ભાવનગરમાં ૭૭ મી.મી., ડોલવણમાં ૭૬ મી.મી. મળી કુલ ૧૫તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

જ્યારે દાંતા તાલુકામાં ૭૨ મી.મી., કોટડા-સાંગાણીમાં ૭૦ મી.મી., નવસારીમાં ૬૯ મી.મી., ગઢડામાં ૬૮ મી.મી., રાણપુરમાં ૬૭ મી.મી., ચુડામાં ૬૫ મી.મી., થાનગઢ અને ઉમરાળામાં ૬૪ મી.મી., ટંકારા અને વીસાવદરમાં ૬૩ મી.મી., વલ્લભીપુરમાં ૬૨ મી.મી., ખેડામાં ૬૧ મી.મી., જામકંડોરણામાં ૬૦ મી.મી., માળીયા-મીયાણામાં ૫૯ મી.મી., પાલીતાણા અને ઉમરપાડામાં ૫૮ મી.મી., લાઠી અને જલાલપોરમાં ૫૭ મી.મી વરસાદ વરસ્યો છે. ધ્રોલ અને કુતીયાણામાં ૫૬ મી.મી., નડિયાદ અને ગણદેવીમાં ૫૫ મી.મી., મૂળી અને કરજણમાં ૫૪ મી.મી., વડોદરામાં ૫૩ મી.મી., કેશોદમાં ૫૨ મી.મી., ખંભાતમાં ૫૧ મી.મી., હાલોલમાં ૫૦ મી.મી. મળી કુલ ૨૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૫૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

જુનાગઢના માણાવદરનુ કોઠારીયા ગામ સંપર્ક વિહોણું થયું છે. ગામમા કેડ સમા પાણી ભરાયા છે. આસપાસ પાણી ભરાતા આખુ કોઠારીયા ગામ બેટમા ફેરવાયુ છે. માણાવદરનો અસ્લમ ડેમ છલકાતા આ પરિસ્થિતિ સર્જાઇ છે.

સૌરાષ્ટ્ર બાદ કચ્છમાં ધીમીધારે મેઘરાજાનું આગમન થયું છે. કચ્છના ભુજ, માનકુવા, નખત્રાણા સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ શરૂ થયો. સુકા ભટ્ટ પડેલા કચ્છમાં વરસાદ શરૂ થતાં ખેડૂત અને પશુપાલકોમાં આનંદની લાગણી છવાઈ છે.  કેમ કે કચ્છમાં વાવણી લાયક વરસાદ પડ્યો છે.

ડાંગ જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે જિલ્લાના 9 કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે. જેથી તમામ કોઝવે બંધ કરવામાં આવ્યા છે. કોઝવે બંધ થવાના કારણે વાહન ચાલકો અટવાયા હતા. તો 16 જેટલા ગામો મુખ્ય મંથકથી સંપર્ક વિહોણા બન્યા છે.

બોટાદના ગઢડામાં પડેલા વરસાદના કારણે ગઢડા તાલુકાના ગોરડકાની કરી નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી પર બાંધવામાં  આવેલો ચેક ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

Related posts

આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા

Nakulsinh Gohil

રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી

Nakulsinh Gohil

મોટો નિર્ણય / રાજ્યના સરકારી ગોડાઉનમાં નહિ થાય અનાજની ચોરી, સરકાર લગાવશે 6 હજાર જેટલા CCTV કેમેરા

Nakulsinh Gohil
GSTV