ગુજરાતીઓ પર રૂપાણી સરકાર આ તારીખે બજેટમાં વરસશે, નીતિનભાઈનો ખુલાસો

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન રજૂ થશે ત્યાર બાદ બજેટ સત્રની શરૂઆત થશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના જણાવ્યા અનુસાર 19 ફેબ્રુઆરીએ ગુજરાતનુ બજેટ રજૂ થશે. તો સરકાર દ્વારા જોગવાઈ કરાઈ છે. તેમાં ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત

    null
  • 24 કલાક રિટેઈલ દુકાનો ખુલ્લી રાખવાની જોગવાઈ કરાઈ છે.
  • કેબિનેટે શ્રમ અને રોજગાર કાયદામાં સુધારો કરવાની મંજૂરી આપી છે.
  • સરકારની જોગવાઈ પ્રમાણે દુકાનધારક કાયદાકીય રીતે પરવાનગી હાંસલ કરીન 24 કલાક દુકાન ચાલુ રાખી શકશે.

ખાસ કરીને ખાણી પાણીની દુકાનો પોલીસની શરતોને આધીન ચાલુ રહી શકશે. સરકારનો દાવો છે કે 12 કલાકને બદલે 24 કલાક દુકાનો ચાલુ રહેશે તો બે શિફ્ટમાં કર્મચારીઓ કામ કરશે જેનાથી રોજગારી પણ વધશે.

    null
  • મહિલાઓને કાયદાકીય રીતે નાઈટ શિફ્ટમાં કામ નહીં કરી શકે.
  • મહિલાઓ માટે સવારે 6થી રાત્રે 9 સુધી જ ડ્યૂટીનો ટાઈમ હશે.
  • તેમજ 30 કે તેથી વધુ મહિલાઓ મોલ કે શોપમાં કામ કરતી હશે તો વેપારીઓએ ઘોડિયા ઘરની વ્યવસ્થા રાખવી પડશે.

ગુજરાતમાં 7 લાખ નાના વેપારી એકમો છે જેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જૂના કાયદા પ્રમાણે 7 લાખ દુકાનધારકોને દર વર્ષે રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હતું જેમા 10 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અત્યાર સુધી દુકાનમાં એક પણ કર્મચારી ના હોય તેવા દુકાનદારોને પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત હતું. પરંતુ હવે કાયદામાં સુધારો કરીને માત્ર દુકાનમાં 10 કે તેથી વધુ કર્મચારીઓ હશે તેવા વેપારીઓએ જ રજિસ્ટ્રેશન કરાવવુ પડશે અને 10થી ઓછા કર્મચારીઓ હશે તો તેમને રજિસ્ટ્રેશન નહી કરાવવુ પડે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter