GSTV
ANDAR NI VAT Gandhinagar

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

ભાજપ

ગુજરાતનાં રમખાણો વખતના ચકચારી બિલકિસ બાનો કેસમાં દોષિત ઠરેલા 11 કેદીને મુક્ત કરીને ભાજપ સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલાં હિંદુત્વ તરફ ઝૂકવાનો સંકેત આપી દીધો છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આ તમામ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. દોષિતોએ 18 વર્ષ જેલમાં સજા કાપી હોવાથી સજા માફી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

બિલકિસ બાનો

સુપ્રીમ કોર્ટે કેદીઓને આ અંગે ગુજરાત સરકારને નિર્ણય લેવા કહ્યું હતું. તેના આધારે રાજ્ય સરકારે કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે અને સ્વાતંત્ર્ય દિને ગોધરા સબજેલમાંથી તમામ 11 કેદીને મુક્ત પણ કરી દેવાયા. ગોધરા કાંડ બાદ ફાટી નીકળેલા તોફાન સમયે દાહોદના રણધીકપુરમાં બીલકિસ બાનુંના પરિવાર પર હુમલો થયો હતો.

આ દુર્ઘટનામાં બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર ગુજારાયો હતો. જ્યારે તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરાઈ હતી. આ કેસમાં કોર્ટે તમામને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. મુંબઇ હાઇકોર્ટે પણ સજા યથાવત રાખીને દોષિતોને 18 વર્ષની જેલની સજા સંભળાવી હતી. એક દોષિતે 18 વર્ષ જેલમાં ગાળતાં મુક્ત કરવા માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશને પગલે પંચમહાલના કલેક્ટર સુજલ માયત્રાએના પ્રમુખપદ સમિતી બનાવી હતી કે જેણે તમામને છોડી દેવા અભિપ્રાય આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

જનનાયક જયપ્રકાશ નારાયણનું નામ વટાવી ખાવા માટે ભાજપ અને જેડીયુમાં હોડ જામી

HARSHAD PATEL

ભારત સાથેના સંબંધો વણસતાં અમેરિકાએ ફરીથી પાકિસ્તાનને છાવરવાનું શરૂ કર્યું

HARSHAD PATEL

આ રહ્યા અશોક ગેહલોતના ભાજપ કનેકશનના પુરાવા

Hemal Vegda
GSTV