GSTV
Trending

રાજ્યમાં આ સ્થળે સ્થપાશે ગુજરાતનું સૌ પ્રથમ પબ્લિક “ડેટા પાર્ક”, વાઇબ્રન્ટમાં વિદેશી કંપનીઓને આકર્ષવા સરકારનું નવું નજરાણું

વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન વિદેશી કંપનીઓને આકર્ષવા હવે ગુજરાત સરકાર ડેટા પાર્કની સુવિધા શરૂ કરશે. ગુજરાતના કરોડો સોશિયલ મીડિયા- ઇ કોમર્સ યુઝર્સ ડેટા એકત્રિત કરાશે. તમામ ડેટા માટે એકીકૃત સેન્ટર ઊભું કરવામાં આવશે. રાજ્યમાં ધોલેરા સર ખાતે અદ્યતન ડેટા સેન્ટર સ્થપાશે કે જે ગુજરાતનું સૌ પ્રથમ પબ્લિક “ડેટા પાર્ક” ધોલેરા સર ખાતે બનશે.

Dholera-SIR

મહત્વનું છે કે, આગામી પાર્લામેન્ટ સેશનમાં કેન્દ્ર સરકાર ડેટા પ્રાઇવસી પોલિસી લાવી રહી છે. ત્યારે એ પોલીસી લાવતા પહેલાં ગુજરાતમાં પબ્લિક ડેટા પાર્ક ઊભું કરવા દિલ્હીથી સૂચના અપાઇ છે. આ અંગે ગુજરાતના બે સિનિયર IAS અધિકારીઓને સૂચના પણ આપી દેવાઇ છે.

ગીફ્ટ સિટીના એમ.ડી તપન રે અને સીએમ ACS પંકજ જોશીને આ મામલે સૂચના અપાઇ છે. વાઇબ્રન્ટ પહેલાં રાજ્યનો સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ ગુજરાતના ધોલેરા સર ખાતે ડેટા પાર્કનું આયોજન કરશે. ગુજરાતનું આ પહેલુ પબ્લિક ડેટા પાર્ક હશે. તમિલનાડુ બાદ ગુજરાતમાં ડેટા સેન્ટર સ્થાપવાની તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. કેન્દ્ર સરકારની પોલિસી આધીન રાજ્ય સરકારે કામગીરી શરૂ કરી દીધી છે.

READ ALSO :

Related posts

વલસાડ : દમણ ફરવા ગયેલી પત્નીએ 10 વર્ષના બાળકને આપી કાર ચલાવવા, પતિએ સાઢુ-પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

Hardik Hingu

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ

Hardik Hingu
GSTV