GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

સરકારના અનલોક પર ગુજરાતીઓને નથી ભરોસો, આ 14 શહેરોમાં બપોર બાદ થઈ જાય છે બજારો બંધ

કોરોના મહામારી વિશ્વવ્યાપી બની છે. ગુજરાતમાં પણ જે રીતે જુલાઈ મહિનામાં કોરોનાના કેસો વકરી રહ્યા છે તે જોતાં આગામી સમય ખૂબજ ક્રિટીકલ થઈ શકે છે. કોરોના મહામારીના કેસો એપ્રિલ મહિના બાદ સતત વધી રહ્યા હતા. એપ્રિલ મહિના સુધી 4,500 જેટલા જ કેસ હતા. જે મે મહિનામાં વધીને 16,800 થયા હતા. મે મહિના બાદ જૂન મહિનો પણ ગુજરાત પર ભારે રહ્યો અને 30 જૂન સુધી 32 હજારથી વધારે કેસ આવ્યા હતા. જ્યારે જુલાઈ મહિનો તો મે અને જૂન બંનેને ભારે પડ્યો છે. જુલાઈ મહિનાના 9 દિવસમાં 6,600થી વધારે કેસો આવ્યા છે. જુલાઈ મહિનામાં સતત નવા રેકોર્ડબ્રેક કોરોનાના પોઝીટીવ કેસ વધી રહ્યા છે. પહેલા કોરોના સંક્રમણના કેસો ફક્ત અમદાવાદ પૂરતા સીમિત હતા પરંતુ હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અનલોક થયા પછી કોરોના પણ અનલોક થયો છે. સરકાર ભલે ના પાડે પરંતુ આજે નવા વધતા પોઝીટીવ કેસ જ કહી રહ્યા છે કે આગામી સમય કોરોનાને લીધે સેફ નથી. સુરત અમદાવાદમાં કોરોના વકર્યો છે જ્યાંથી હવે લોકો ગામડામાં જઈ રહ્યા છે. જેના લીધે હવે ગામડાઓમાં પણ કોરોના સંક્રમણનો ભય વધ્યો છે. અનલોક પછી કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો થતાં હવે સરકારના ભરોશે ન રહેતા સ્વયંભૂ બહાર આવ્યા છે.

આ શહેરોના વેપારીઓ અને સામાન્ય જનતાઓએ લીધો સ્વયંભૂ નિર્ણય

ગુજરાતમાં પાટણ, હારિજ, વારાહી, પાલનપુર, મહેસાણા, હિંમતનગર વગેરે ઉત્તર ગુજરાતના શહેરો ઉપરાંત મોરબી, પાદરા, ડભોઈ, બોડેલી મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, સાવરકુંડલા, કેશોદ વગેરેમાં ક્યાંક બપોરે 2 વાગ્યા સુધી તો ક્યાંક સાંજે 5 વાગ્યે દુકાનો બંધ કરવા વેપારીઓ સામેથી એલાન કર્યું છે. આ શહેરોમાં હવે નવસારી પણ ઉમેરાઈ ગયું છે. સરકાર અને તેના અનલોક ઉપર નાગરિકોને ભરોસો નથી. ગુજરાતમાં ધીમે ધીમે એક નિર્ણય પૂર્ણત લોકશાહી ઢબે થઇ રહ્યો છે. ૧૨ શહેરો પછી નવસારીએ પણ બપોરે ૧૨ વાગ્યે પછી સ્વયંભૂ રીતે વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હિંમતનગરમાં પણ બપોરે બે પછી દૂકાનો લોકડાઉન !! યાદ રહે ગુજરાતના મહાન શાસકો અને વિશ્વમાં સૌથી મોટી રાજકિય પાર્ટીના સેલ્ફીબાજો હાલ ચૂંટણીમાં વ્યસ્ત છે પણ ગુજરાતની પ્રજા સમજી ગઈ છે કે આગામી દિવસો કોરોના માટે ક્રિટીકલ છે. દેશના 6 રાજ્યોમાં ગુજરાતના શહેરો કરતાં ઓછા કેસો છતાં સ્થાનિક લોકડાઉનના નિયમો કડક કરી દેવાયા છે.

હાલની સ્થિતિ જોતાં દરરોજ 1 હજારથી વધુ કેસ આવતાં વાર નહીં લાગે

રાજ્યમાં સુરત અને અમદાવાદ સહિત જિલ્લાઓમાં કેસોની સંખ્યા સતત વધતી જાય છે. આમ છતાં સરકાર અનલોક-2ને આગળ ધપાવી રહી છે. આ જ સ્થિતિ રહી તો કોરોનાના કેસો થોડા દિવસો બાદ 1000એ પહોંચે તો નવાઈ નહીં. કોરોનાએ રોગ નહીં પણ ચેપ હોવા છતાં ગુજરાત સરકારે લોકોને પોતાને ભરોસે છોડી દીધા છે. જીવવું હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો નહીં તો કોરોના લઇને ઘરે જાઓ . સરકારે ખાનગી લેબોરેટરીને ટેસ્ટની પરમીશન તો આપી દીધી છે પણ ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ પોઝિટીવ આવે તો દર્દીના લાખો રૂપિયા ખંખેરાઈ જાય છે. સરકારી હોસ્પિટલોમાં જગ્યાઓ નથી. ગુજરાત માટે સારી બાબત એ છે કે હોટસ્પોટ ગણાતા અમદાવાદમાં કેસોની સંખ્યા ધીમેધીમે વધી રહી છે. હવે સરકારની સુરતનો ભય લાગવા લાગ્યો છે. સુરતમાંથી હજારો લોકો સૌરાષ્ટ્રમાં ગયા છે. જ્યાં ચેપ વધવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં રોજ હવે 50થી 60 કેસ નોંધાવાના શરૂ થયા છે.

READ ALSO

Related posts

પૂર્વ રાષ્ટ્રપતિના નિધનની અફવાથી પરિવાર નારાજ, ખોટી અફવા ન ફેલાવવા કરી અપીલ

pratik shah

દિલ્હીમાં દીકરીની છેડતીનો વિરોધ કરનાર પિતાની કરાઈ કરપીણ હત્યા, સમગ્ર પરિવારને પણ માર્યો ઢોરમાર

pratik shah

રાજ્યમાં વરસાદનું જોર વધ્યું, NDRFની 13 ટીમને તૈનાત કરવામાં આવી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!