GSTV

અમેરિકામાં માનવતસ્કરી કરનાર ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની સજા અને લાખો ડોલર દંડ

મોટા ભાગના ભારતીય સહિત સેંકડો લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવામાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવવા બદલ ગુજરાતી મૂળની એક મહિલાને ત્રણ વર્ષની જેલ અને લગભગ સીત્તેર લાખ ડોલરના મૂલ્યની સંપત્તિ જતી કરવી પડશે. 

આ મહિલા અજાણ્યાઓને અમેરિકામાં ધુસેડવા માટે તેમની  પાસેથી માથાદિઠ આશરે ૨૮થી ૬૦ હજાર ડોલર લેતી હતી. ગયા વર્ષે જૂનમાં હેમા પટેલે ગુનાની કબુલાત કરી હતી.હેમાના સાથીદાર ચંદ્રેશ કુમાર પટેલને પણ ત્રણ વર્ષની જેલ અને દંડ ફટકારાયો હતો. તેઓ ભેગા મળી અજાણ્યાઓને હેમાની હોટલમાં રાખતા અને હજારો ડોલરની ફી વસુલતા હતા.

એણે કબુલ્યું હતું કે અજાણ્યા લોકોને અમેરિકામાં ઘુસાડવાના બદલામાં ખૂબ કમાણી કરી હતી. દંડ પેટે હેમા પટેલે અન્ય બાબતો ઉપરાંત ટેક્સાસનુ ઘર, બે હોટલો, ૭૨ લાખ બેલ બોન્ડ, ૧૧ સોનાની લગડીઓ અને ચાર લાખ ડોલર રોકડા ભરવા પડશે, એમ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટના હોમલેન્ડ સીક્યોરિટિ વિભાગે કહ્યું હતું.’ ગુનેગારો અમારા દેશની ઇમિગ્રેશન સીસ્ટમનો કેવી રીતે ગેરલાભ લે છે તેનો આ એક ઉત્તમ ઉદાહરણ છે.તેઓ લાભ મેળવે છે અને દેશ માટે જોખમ ઊભા કરે છે.

હેમા પટેલ અને માનવ તસ્કરી કરતાં તેના ષડયંત્રકારો  આંતરરાષટ્રીય ગુનેગારો દ્વારા દેશની દક્ષિણપશ્ચિમ સરહદેથી  ઘુસાડેલા ગેરકાયદે લોકોની મૂક્તિના કાગળો લઇ નકલી બોન્ડ બનાવતા હતા’એમ એક અધિકારીએ કહ્યું હતું. યુએસ એટર્ની રિચાર્ડ ડોનોગોઘે કહ્યું હતું કે પટેલે અંગત લાભ માટે સેંકડો લોકોને અમેરિકામાં ધુસેડયા હતા. 

વિઝા અરજી અને જરૂરી પાત્રતાના દસ્તાવેજો વિના જ તેણે આ કામગીરી કરી હતી. ‘ અમેરિકાના અમારા નાગરિકોની સુરક્ષા અને સલામતી જોખમમાં મૂકવા બદલ હવે હેમાને ભારે કિંમત ચૂકવવી પડશે. જસ્ટિસ ડીપાર્ટમેન્ટ માટે સરહદી સુરક્ષા પ્રાથમિકતા હોય છે’એમ તેમણે કહ્યું હતું.

હેમા પટેલની મોડસ ઓપરેન્ડીથી યુએસ અધિકારીઓ ચોંકી ઉઠયા

હેમા પટેલ અને તેનો સાથીદાર ચંદ્રેશ પટેલ કેનેડા અથવા મેક્સિકોની સરહદેથી લોકોને ઘુસવાની ગોઠવણ કરતાં જેના માટે તેઓ ૬૦,૦૦૦ ડોલર સુધીની ફી લેતા હતા. તેમનો દલાલ ‘કોયોટેસ’ તેમના પ્રવાસની વ્યવસ્થા કરતો હતો.જ્યારે ઘુસણખોરો પકડાઇ જતા તો તેઓ હેમા પટેલને ફોન કરતાં. આંતરરાષટ્રીય ગુનેગારો દ્વારા દેશની દક્ષિણપશ્ચિમ સરહદેથી  ઘુસાડેલા ગેરકાયદે લોકોની મૂક્તિના કાગળો લઇ નકલી બોન્ડ બનાવતા. ત્યાર પછી હેમા પકડાયેલા લોકો તેમનો કેસ ચાલે ત્યાં સુધી ક્યાં અને કોની સાથે રહેશે તેના બનાવટી નામ અને સરનામા સહિત દસ્તાવેજ તૈયાર કરતી હતી.

આ દસ્તાવેજ યુએસ ઇમિગ્રેશન કોર્ટમાં સોંપવામાં આવતા જે તેમને મૂક્ત કરી દેતી હતી.હેમા પટેલ આવા લોકોને પોતાની બે હોટલો પૈકીની એક  મેક્સિકોની હોટલમાં રાખતી હતી. નવેમ્બર ૨૦૧૬માં અધિકારીઓએ હોટલોમાં દરોડા પાડી હજારો નકલી દસ્તાવેજો કબજે કર્યા હતી ત્યારે  તેની મોડસ ઓપરેન્ડી પકડાઇ હતી અને માનવ તસ્કરીનો ભાંડો ફુટયો હતો.

READ ALSO

Related posts

સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…

Pravin Makwana

તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો

Ali Asgar Devjani

Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!