GSTV

Good news / ગુજરાતી વેબ સિરિઝ બની સિંગાપોર આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા, ગુજરાતી ફિલ્મ જગત માટે ગૌરવની ઘટના

Last Updated on July 24, 2021 by Zainul Ansari

ગુજરાતી ડિરેક્ટર હારિતઋષિ પુરોહિતે બનાવેલી વેબ સિરિઝટ ‘છેલ્લી ચા’ સિંગાપોર ખાતેના વર્લ્ડ ફિલ્મ કાર્નિવલમાં વિજેતા જાહેર થઈ છે. અહીં દુનિયાભરની વેબ સીરીઝની વચ્ચે એક ગુજરાતી વેબ સીરીઝને પ્રથમ સ્થાન મળ્યું છે. સમગ્ર ગુજરાત તેમજ ગુજરાતી ફિલ્મ જગત માટે એ ગૌરવનો વિષય છે. અત્યારે ગુજરાતી ફિલ્મો કે વેબ સિરીઝમાં નવા તાજગી ભર્યા ચેહરાની કમી વર્તાય છે ત્યારે નવોદિત અભિનેતા વિરાજ વિજય પાટડીયા અને મનાલી જોશીને લઇને 7th sense conceptsના બેનર હેઠળ નવા ચેહરાને તક આપવામાં આવી હતી.

ગુજરાતી વેબ સિરિઝ

આ એક પ્રકારની પારિવારિક ફિલ્મ છે, જેમાં મારધાડ-અશ્લિલ સંવાદો નથી. તેના બદલે સમગ્ર પરિવાર ચા પીતાં પીતાં સાથે જોઈ શકે એવી સિરિઝ છે. વળી તેની લંબાઈ પણ બહુ નથી એટલે લોકો ટૂંકા સમયમાં જોઈ શકે છે. મુંબઈ અને ગુજરાતના મશહૂર કૅમેરામેન કશ્યપ ત્રિવેદીએ ડિજિટલ પ્લેટફોર્મમાં રમણીય ફ્રેમ સર્જી છે. તો સુરતના વિખ્યાત મ્યુઝિક ડિરેક્ટર જયદીપ રાવલ, ગાયક ગોવિંદા સરકારે ખ્યાતનામ શાયર મરીઝની એક પ્રખ્યાત ગઝલને અહીં નવી રીતે પ્રસ્તુત કરી છે.

ગુજરાતી વેબ સિરિઝ

આ પેહલા હારિતઋષિ પુરોહિતે લોસ એન્જલેસ અને ઇટાલીના ફિલ્મ ફેસ્ટિવલોમાં પણ બેસ્ટ સ્ક્રિપ્ટ માટે એવોર્ડ જીત્યો છે. તેમની આપણે તો ધીરુભાઈ એમઝોન પ્રાઈમમાં ઉપલબ્ધ છે અને ગુજરાતી ફિલ્મો માટેની ટર્નિંગ પોઇન્ટ પૈકીની એક ફિલ્મ ગણાય છે.

છેલ્લી ચા વેબ સિરીઝમાં તખ્તાના કલાકારો ઓમ ભટ્ટ, હેમાંગ પારેખ, ઉત્સવી રાણપરા, ગીતા ભૂંડિયા, હિતેન આડેસરા પણ મહત્વનો ભાગ ભજવ્યો છે. પોઝિટિવ પાજી તરીકે જાણીતા કુલદીપસિંહ કલેરે સૂત્રધારની ભૂમિક ભજવી છે. અભિષેક પંડ્યા, અનેરી કારિયા, દિવ્યેશ સાગઠીયાએ સહાયક દિગ્દર્શક તરીકે કામ કરેલ છે.

ગુજરાતી વેબ સિરિઝ

7th sense conceptsને રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય એડ ફિલ્મો બનવામાં આગવું નામ ગણાય છે. હમણાં જ દુબઇમાં અનેક વિદેશી કલાકારો અને ટેકિનિશ્યનને લઇને એડ કેમ્પેઇન બનાવી હતી. નિર્માતા કુણાલ કહે છે કે નજીકના સમયમાં જ એક મોટા OTT પ્લેટફોર્મ પર છેલ્લી ચાનું streaming કરવામાં આવશે.

Read Also

Related posts

Video: પેન્ટનું બટન અને ઝિપ ખોલીને એરપોર્ટ પહોંચી ગઇ આ એક્ટ્રેસ, જોનારા રહી ગયા હક્કા-બક્કા

Bansari

સલમાન ખાનના જીવન પર બનવા જઈ રહી છે વેબ સિરીઝ, ખુલી શકે છે એક્ટરના જીવન સાથે જોડાયેલા ઘણાં રાઝ

Damini Patel

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!