સોશિયલ મીડિયા સાઈટ ટીકટોક પર વીડિયો અપલોડ કરીને જાણીતી થયેલી ટિકટોક સ્ટાર કિર્તી પટેલની મુશ્કેલી વધી શકે છે. કીર્તિ પટેલે આરક્ષિત વન્ય જીવ ઘુવડને પકડી તેની સાથે વિડીયો બનાવતા વન્યપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. અને વનવિભાગને કીર્તિ પટેલ સામે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

કીર્તિ પટેલ પોતાના અંદાજમાં ઘુવડને એક હાથમાં પીઠના ભાગેથી પકડીને ટિક્ટોક વિડીયો બનાવ્યો છે. જે હાલ સોશિયલ મીડિયામાં થયો છે.આ વીડિયોમાં ઘુવડને પરેશાન કરવામાં આવી રહ્યું હોવાનો ખાંભાના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વન્યજીવ પ્રેમી ભીખુભાઈ બાટાવાળાએ આક્ષેપ લગાવ્યો છે.

તેમજ ગાંધીનગર ખાતે અગ્ર વનસંરક્ષક ને પત્ર લખી કિર્તી પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. તેઓનો આક્ષેપ છે કે ઘુવડ નિશાચર પ્રાણી છે. અને દિવસના અંજવાળા ઝાડની બખોલમાં રહેવા માટે ટેવાયેલું હોય છે.અને દિવસના અંજવાળામાં તેની આંખો રોશની સહન કરી શકતું નથી. ઘુવડને નિશાચર અને વન્યપ્રાણી અધિનિયમ 1972માં આરક્ષિત જાહેર કરાયેલા હોવા છતાં આ ઘુવડ સાથે ટિક્ટોક સ્ટારે વિડીયો બનાવી ઘુવડની આંખને નુકશાન પહોંચાડ્યું છે.
READ ALSO
- તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ
- BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો
- પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર
- દિલ્હી-NCR સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
- પુરુષોમાં ઝડપથી વધી રહી છે નપુંસકતાની સમસ્યા, આજે જ આ વસ્તુઓ ખાવાનું છોડી દો…