GSTV
Home » News » ગુજરાત હાઇકોર્ટે ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત વિશે કિંજલ દવેને શું કહ્યું ?

ગુજરાત હાઇકોર્ટે ‘ચાર બંગડીવાળી ગાડી’ ગીત વિશે કિંજલ દવેને શું કહ્યું ?

ગુજરાત હાઇકોર્ટે ગાયિકા કિંજલ દવેને વિવાદિત ગીત ‘ચાર બંગડીવાળી ગાડી’ ગાવાની છૂટ આપી છે. કિંજલ દવેએ આ ગીતની ઉઠાંતરી કરી હોવાના ઓસ્ટ્રેલિયન ગુજરાતી યુવકના કોપીરાઇટ દાવાના પગલે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને આ ગીત કાર્યક્રમોમાં ન ગાવા તેમજ ઇન્ટરનેટ પરથી ગીત હટાવી લેવાનો આદેશ આપ્યો હતો. નીચલી અદાલતના આ આદેશને કિંજલ દવેએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

કિંજલ દવે તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે કોમર્શિયલ કોર્ટે તેનો પક્ષ સાંભળ્યા વગર તેને ગીત ન ગાવાનો આદેશ આપ્યો છે. તેના દ્વારા ગવાયેલા ગીતને ૧૭ કરોડથી વધુ લોકોએ જોયો છે ઉપરાંત કોરોડ લાઇક્સ મળી છે. ૨૪થી ૩૧ દરમિયાન તે કેટલાંક મોટા કાર્યક્રમોમાં પરફોર્મ કરશે અને ત્યાં આ ગીત ગાવું અનિવાર્ય છે, તેથી કોર્ટે તેને રાહત આપવી જોઈએ.

હાઇકોર્ટે કિંજલ દવેને આ ગીત ગાવાની છૂટ આપી છે ઉપરાંત ત્રણ દિવસમાં કોમર્શિયલ કોર્ટમાં જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. હવે કોમર્શિયલ કોર્ટમાં આ ગીતના હકદાવા અંગે સુનાવણી ચાલશે. ઓસ્ટ્રેલિયામાં ‘કાઠિયાવાડી કિંગ’ તરીકે જાણીતા ગુજરાતી યુવકે કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટ દાવો કર્યો છે કે તેણે આ ગીત સપ્ટેમ્બર-૨૦૧૬મા યુટયૂબ પર અપલોડ કર્યુ હતું, જ્યારે એક મહિના પછી કિંજલ દવેએ ગીતમાં નહીંવત્ ફેરફારો કરી ઓક્ટોબર-૨૦૧૬માં ગીત અપલોડ કર્યુ હતું.

Related posts

બેંગલુરૂમાં ટી-20 મુકાબલામાં વરસાદ પહોંચાડી શકે છે ખલેલ

Kaushik Bavishi

મંત્રી બનવા થનગની રહેલા અલ્પેશ ઠાકોરના ઓરતા રહી ગયા અધૂરા, ચૂંટણીપંચ બન્યું વિલન

Nilesh Jethva

આંખમાંથી આંસુ સારવા તૈયાર રહેજો કારણ કે ડુંગળીના ભાવમાં થઈ રહ્યો છે વધારો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!