ગરબામાં ધૂમ મચાવનારી કિંજલ દવેની આ છે સ્પેશિયલ વાતો, જાણવા માટે કરો ક્લિક…

કિંજલ દવે…. હવે ગુજરાતીઓ માટે આ નામ જરા પણ અજાણ્યું નથી. ચાર ચાર બંગડીવાળી ગીતથી લોકપ્રિય થયેલી કિંજલ દવેએ આ વર્ષે પણ ગરબામાં મૌજ કરાવી દીધી હતી. ત્યારે કિંજલની કેટલીક ખાસ વાતો જેનાથી તમે બિલ્કુલ અજાણ હશો તેનાથી તમને વાકેફ કરાવીએ.

નામ ભલે તેનું કિંજલ દવે રહ્યું પણ કિંજલ દવે પોતાના તમામ ડૉક્યુમેન્ટ્સમાં સરનેમ જોશી લખાવે છે.

કિંજલ દવે અત્યારે મુંબઇમાં પણ કાફી પોપ્યુલર છે, ત્યારે કિંજલની કેટલીક ફેવરિટ ફિલ્મો જાણીએ તો કિંજલને પ્રકાશ રાજની ગંગાજલ જેમાં અજય દેવગને એસપીનો કિરદાર પ્લે કર્યો હતો અને શ્રદ્ધા કપૂર આદિત્ય રોય કપૂરની ફિલ્મ આશિકી -2 ખૂબ ગમે છે.

કિંજલના તો સૌ કોઇ દિવાના છે, પણ કિંજલ દીપિકા પદુકોણની ખૂબ મોટી ફેન છે તે વાતો ખૂબ ઓછા લોકો જાણે છે.

 

કિંજલને ભોજનમાં ભાખરી, ખીચડી,કઢી ખૂબ ભાવે છે. તે હંમેશા હલ્કુ ફુલ્કુ ભોજન લે છે.

કિંજલને જો કોઇ ફેવરિટ જગ્યા પસંદ હોય તો તે દિવ છે, ત્યાંનું વાતાવરણ કિંજલને ખૂબ ગમે છે.

જાણીને નવાઇ લાગશે પણ કિંજલની પોપ્યુલારીટી જોતા ફિલ્મ દાદા હો દિકરીમાં હિરો અને હિરોઇન તે પોતે જ છે.

 

મા ચહેરમાં કિંજલ દવેને ખૂબ જ આસ્થા છે. ઉપરથી ચાર ચાર બંગડી ગીત દ્વારા ફેમસ થયેલી આ સિંગર પાસે પોતાની ઇનોવા કાર છે.

 

કિંજલ દવેના પરિવારમાં તેના દાદા પણ છે, જે પાટણમાં રહે છે અને ત્યાં તેમનું ફાર્મહાઉસ છે.

આમ તો તેને કિંજલના નામે ઓળખીએ છીએ, પણ તેનું બાળપણનું નામ કાનજી છે, તે જાણીને તમને નવાઇ લાગશે.

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter