GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

આ રીતે ટ્વીસ્ટ આપી બનાવો Yummy ચીઝ બોલ અને પાપડી ચાટ, મહેમાનો વાહવાહી કરતા નહીં થાકે

પાર્ટી હોય કે દિવાળીની ઉજવણી નાસ્તા વિના દરેક તહેવારની મજા અધુરી રહી જાય છે. દિવાળીની પાર્ટીને પણ મજેદાર બનાવવા માટે એક મજેદાર રેસિપી બનાવવી ખૂબ જરૂરી છે. તો આ વર્ષે તમારી દિવાળીની મજાને બમણી કરવા માટે બનાવો સ્વાદિષ્ટ ચીઝ બોલ.

સામગ્રી

  • ખમણેલું ચીઝ – 1 કપ
  • ઈંડા – 2
  • મેંદો – 1/4 કપ
  • મીઠું – સ્વાદ મુજબ
  • લાલ મરચું પાવડર – 1/4 ચમચી
  • બેકિંગ પાવડર- 1/2 ચમચી
  • તેલ- તળવા માટે

રીત

તેલ સિવાયની અન્ય બધી સામગ્રીને વાસણમાં મીક્સ કરો અને બરાબર મસળો. લગભગ 15 મિનિટ માટે આ મિશ્રણ  સેટ થવા છોડી દો. 15 મિનિટ બાદ મિશ્રણમાંથી બોલ્સ બનાવો અને એક કડાઈમાં તેલ ગરમ કરો અને ગરમ તેલમાં આ બોલ તળી લો.

2- પાપડી ચાટ

સામગ્રી

  • પાપડી – 28
  • બાફેલા બટાટા – 2 કપ
  • દહીં – 2 કપ
  • ખજુર, આમલીની ચટણી
  • લીલી ચટણી
  • મીઠું – સ્વાદ પ્રમાણે
  • જીરું પાવડર – 1 ચમચી
  • લાલ મરચું પાવડર – 1 ચમચી
  • સેવ – 4 ચમચી

રીત

બાફેલા બટાકાની છાલ કાઢી તેના નાના ટુકડા કરી લો. 7 પાપડી તોડો અને સર્વિંગ પ્લેટ પર સજાવો. તેમાં 1/4 કપ બટાકા, 1/4 કપ દહીં, 2 ચમચી ખજૂરની ચટણી અને 1 1/2 ચમચી લીલી ચટણી ઉમેરો. તેના ઉપર મીઠું, 1/4 ચમચી ચાટ મસાલા, 1/4 ચમચી જીરું પાવડર અને 1/4 ચમચી લાલ મરચું પાવડર નાંખો અને પાપડી ચાટ તૈયાર કરો. તેને કોથમીર અને સેવથી ગાર્નિશ કરો.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!