GSTV

અમેરિકામાં કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતીઓ પ્રસરાવી રહ્યા છે સેવાની સુવાસ

Last Updated on May 8, 2020 by

અમેરિકામાં કોરોનાની વિકરાળ મહામારી વચ્ચે ત્યાં વસવાટ કરતા મૂળ ગુજરાતીઓએ સેવાની સુવાસ પ્રસરાવી છે. અમેરિકામાં કોરોના સામેની લડતમાં અમેરિકી સરકાર અને તંત્ર સાથે ખભેખભા મિલાવી અમેરિકા સ્થિત ગુજરાતી વ્યવસાયિકો પણ કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવી રહ્યા છે. નોર્થ અમેરિકા સ્થિત યજ્ઞેશ પટેલના લેબોન હોસ્પિટલિટી ગ્રુપ, ભરત પટેલના જય ભારત ફૂડ અને પરિમલ શાહના પાયોનિયર ગ્રુપની સંયુક્ત ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ઠારી રહી છે.

છેલ્લા દોઢ મહિનામાં 85 હજાર જેટલા ફૂડ પેકેટનું વિતર

ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી દ્વારા છેલ્લા દોઢ મહિનામાં 85 હજાર જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત શાળાઓ-કોલેજ તેમજ અન્ય જાહેર સ્થળોએ 40 હજારથી વધુ ફેમિલી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે. જનસેવાના ગુજરાતી સંસ્કારને વરેલા આ વ્યાવસાયિકો ભારતીયતાની વસુધૈવ કુંટુંબકમની વૈશ્વિક ભાવનાને સાર્થક કરી રહ્યા છે.

READ ALSO

Related posts

પાકની અવળચંડાઈ: 8 નવા રૂટ્સ, POKમાં કંટ્રોલ રૂમ.. 15 ઓગસ્ટથી પહેલા J&Kમાં હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન

pratik shah

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!