GSTV

ગુજરાતીઓ ટેક્સ ભરવામાં અવ્વલ, મોદી સરકાર એમ જ નથી કરતી વખાણ

ઈન્કમટેક્સ એમ્પ્લોઈઝ ફેડરેશનના ગુજરાત સર્કલ દ્વારા યોજાયેલી કર્મચારીઓની કોન્ફરન્સમાં હાજર રહેલા ગુજરાતના પ્રિન્સિપલ ચીફ ઈન્કમટેક્સ કમિશનર અજય દાસ મહેરોત્રાએ એક વાતચીતમાં કહ્યુ હતુ કે, વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં ૩૬૪૦૦ કરોડ રુપિયાના ટેક્સ કલેક્શન સાથે ગુજરાત દેશમાં બીજા ક્રમે છે.

તેમણે કહ્યું હતું કે, ગયા વર્ષ કરતા હાલના તબક્કે ગુજરાતમાં ટેક્સ કલેક્શન ૪૦૦ કરોડ રુપિયા વધારે છે.કોર્પોરેટ ટેક્સમાં સરકારે કરેલા ઘટાડાના કારણે ટેક્સ કલેક્શન પર ગુજરાતમાં બહુ અસર નહી પડે.

આ પહેલા તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યુ હતુ કે, ગુજરાત પાસે આખા રાજ્યમાં ઈનકટેકસ માટેનુ શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તે દિશામાં પૂરજોશમાં પ્રયત્નો ચાલી રહ્યા છે.ગુજરાતના તમામ મોટા શહેરોમાં આઈટી વિભાગની નવી ઓફિસો અને કર્મચારીઓ માટેના ક્વાર્ટસ બનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.વેજલપુરમાં દેશની સૌથી અત્યાધુનિક આઈટી ઓફિસ તૈયા કરાઈ છે.જેમાં લાઈબ્રેરી, લેડીઝરુમ, કેન્ટિન જેવી તમામ સુવિધાઓ છે.

અજય દાસ મહેરોત્રાના કહેવા પ્રમાણે કર્મચારીઓના જેટલી પણ રજૂઆતો છે તેનો શક્ય હોય તેટલો જલદી નિકાલ કરવા પર ધ્યાન અપાયુ છે.ફેસલેસ એસેસમેન્ટ સુવિધા માટે કર્મચારીઓની સ્વૈચ્છિક બદલી કરાઈ હતી.૧ જાન્યુઆરીએ ૨૧૪ કર્મચારીઓને પ્રમોશન અપાયા હતા.નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને તેમના નિવૃત્તિ પછીના લાભ તે જ દિવસે આપી દેવાનુ પણ શક્ય બન્યુ છે.નવી નિમણૂંકો કરવા માટેનુ મોડયુલ તૈયાર કરાયુ છે અને તેના પર આગળ કામ ચાલી રહ્યુ છે.

READ ALSO

Related posts

મિત્રની યાદમાં 18 જેટલા સેવાભાવી યુવાનો 7 વર્ષથી ફ્રીમાં આપી રહ્યા છે કૃત્રિમ ઓક્સિજનની સેવા

Nilesh Jethva

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન કરાવી રહ્યું છે ચૂંટણી, ભારતે કર્યો વિરોધ

Mansi Patel

પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ ભરતસિંહ સોલંકીને મળવા પહોંચ્યા હોસ્પિટલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!