GSTV

OMG: ડોક્ટર્સ માટે બન્યો સૌથી મોટો કોયડો, આ શખ્સની આંખમાંથી નિકળ્યા 20થી વધારે કીડા

ચીનમાં એક વિચિત્ર બનાવ બહાર આવ્યો છે. સુજો હોસ્પિટલના ડોકટર સી ટીંગએ એક વ્યક્તિની આંખમાંથી 20 જીવંત જીવાતો કાઢ્યા છે. ચીનની 60 વર્ષીય વાનની આંખોમાં તકલીફ હતી. આંખોમાં દુ:ખાવો અને થાક લાગતો હતો. રોજ તેની આંખોમાં દુ:ખાવો વધતો ગયો હતો. આ પછી જ્યારે વેને ડોકટરોને આંખ બતાવી ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો હતો. તબીબી તપાસ કરી જેમાં 20 જીવતા જીવડા આંખના પોપચાની નીચેથી દૂર કર્યા હતા. કૃમિને દૂર કરવા માટે ડોક્ટરોને નાની સર્જરી કરાઈ હતી. નેમાટોડ નામના જંતુઓ વાનની આંખોમાં હતા. ડો. શી ટીંગના જણાવ્યા અનુસાર, નેમાટોડ નામના આ જંતુઓ બીમાર કૂતરા અથવા બિલાડીમાં જોવા મળે છે.

ડોક્ટરોએ કહ્યું કે કૂતરાઓના લાર્વાને કીડામાં વિકસિત થવામાં 15 થી 20 દિવસનો સમય લાગે છે. ડોકટરો હજી સુધી સમજી શક્યા નથી કે વાનની પોપચાની નીચે જંતુઓ કેવી રીતે પહોંચ્યા છે. વાને ડોક્ટરોને કહ્યું કે તેના ઘરે કૂતરો કે બિલાડી નથી. આવી સ્થિતિમાં, ડોકટરો અનુમાન લગાવી રહ્યા છે કે જ્યારે વેન કામ પર નીકળ્યા હશે ત્યારે તેની આંખોમાં જંતુઓ ગયા હશે. તે અંગે તબિબો તપાસ કરી રહ્યાં છે. આવો કિસ્સો ભાગ્યે જ બને છે. તેના ખરા કારણો શોધવામાં તબિબોને રસ છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva

અમિત ચાવડાએ કોરોનાને મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, અમદાવાદના દર્દીઓને આણંદ અને વડોદરા મોકવામાં આવતા ઉઠાવ્યા સવાલો

Nilesh Jethva

અમદાવાદ કોર્પોરેશને 6 નવી કોવિડ હોસ્પિટલ જાહેર કરી, પ્રાઈવેટ બેડની સંખ્યામાં કુલ 156 નો વધારો કરાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!