GSTV
Home » News » ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી સત્તા વિહોણી, નહીં સુધરે તો બીજા દાયકા સુધી નહીં મળે સત્તા

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી સત્તા વિહોણી, નહીં સુધરે તો બીજા દાયકા સુધી નહીં મળે સત્તા

ગુજરાતમાં બે દાયકાથી કોંગ્રેસને સત્તા નસીબ નથી. મહાનગરપાલિકા હોય, વિધાનસભા હોય કે લોકસભાની ચૂંટણી હોય. કોંગ્રેસને કારમો પરાજય મળી રહ્યો છે. ત્યારે લાગી રહ્યું છે કે ગુજરાતીઓ હવે કોંગ્રેસને પસંદ કરવાથી દૂર છે. કોંગ્રેસ ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવી રહી છે.

ગુજરાતમાં બે દાયકાથી કોંગ્રેસ સત્તા વિહોણી

ગુજરાતમાં કોંગ્રેસ છેલ્લા 22 વર્ષથી વધુ સમયથી સત્તા વિહોણી છે. તો 2014માં ગુજરાતમાંથી કોંગ્રેસના એકપણ નેતા સંસદમાં પહોંચ્યા નહીં. અને આ સ્થિતિનું પુનરાવર્તન આ વખતની ચૂંટણીમાં થયું. ફરીથી ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી કોંગ્રેસના કોઈ ઉમેદવાર જીત્યા નહીં. કોઈપણ ચૂંટણી આવે પણ કોંગ્રેસને ધાર્યું પરિણામ મળતું નથી. ત્યારે એવું લાગી રહ્યું છે કે છેલ્લા દોઢ વર્ષમાં કોંગ્રેસે ગુજરાતીઓનો વિશ્વાસ ગુમાવ્યો છે. કેમકે આ વખતની લોકસભા ચૂંટણીમાં વિધાનસભામા મેળવેલા મતો પણ કોંગ્રેસને ન મળ્યાં. પોતાની બેઠકો પર પણ ધારાસભ્યોના મતો તૂટ્યા. લોકસભા ચૂંટણી લડેલા કોંગ્રેસના ધારાસભ્ય ઉમેદવારોના મત તુટ્યા. વિધાનસભામાં મેળવેલા મતોમાં પણ કોંગ્રેસને મોટું નુકસાન થયું. કોંગ્રેસના આઠ ધારાસભ્ય લોકસભા લડ્યા હતા. આઠેય ધારાસભ્યને પોતાની બેઠક પર નુકશાન થયું.

કોંગ્રેસનાં ધારાસભ્યોને પોતાનાં વિસ્તારમાં પણ નુકસાન થયું

કોંગ્રેસના આઠેય ધારાસભ્યને મળેલા મતો અને નુકસાનની વાત કરીએ તો અમરેલી બેઠક પર વિધાનસભામાં ચૂંટણીમાં પરેશ ધાનાણીને 87,032 મત મળ્યા હતા. ત્યારે લોકસભા ચૂંટણીમાં ધાનાણીને 20 હજારનું મતનું નુકશાન થયું. ટંકારા બેઠક પર લલિત કગથરાને વિધાનસભામાં 94,090 મત મળ્યા. તો લોકસભામાં 16 મતોનું થયું નુકશાન થયું. ધોરાજી બેઠક પર લલિત વસોયાને વિધાનસભામાં 85,070 મત મળ્યા હતાં.  લોકસભામાં 4 હજાર મતોનું નુકશાન થયું. ઊના બેઠક પર વિધાનસભામાં પુંજા વંશને 72,775 મત મળ્યા હતાં. પણ લોકસભામાં 29 હજાર મતોનું નુકશાન થયું છે. કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને વિધાનસભામાં 93,000 મત મળ્યા હતાં. તો લોકસભામાં 31 હજાર મતોનું નુકશાન થયું.. લીમડી બેઠક પર વિધાનસભામાં સોમા પટેલને 83,909 મત મળ્યા હતાં. જ્યારે લોકસભામાં 31 હજાર મતોનું નુકશાન થયું છે. ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠકમાં સી.જે.ચાવડાને 80,142 મત મળ્યા હતાં. તેમને લોકસભામાં 30 મતોનું નુકશાન થયું છે. તો મોડાસા વિધાનસભા બેઠક પર રાજેન્દ્ર ઠાકોરને 70,636 મત મળ્યાં હતાં. તેમને લોકસભામાં 43 હજાર મતોનું નુકશાન થયું છે.

જૂથવાદે કોંગ્રેસને ભરડો લીધો

તો એવા નેતાઓ પણ કોંગ્રેસમાં છે જેઓ બે ટર્મથી હારી રહ્યા છે. આવા ઉમેદવારોમાં સુરેન્દ્ર નગર બેઠકના ઉમેદવાર સોમા પટેલ, જૂનાગઠ બેઠકના પૂજા વંશ, આણંદ બેઠકના ભરતસિંહ સોલંકી અને બારડોલી બેઠકના ઉમેદવાર તુષાર ચૌધરીનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાં આંતરિક વિખવાદને કારણે સગઠન નબળું થયું છે. તો ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો થવા પાછળ જૂથવાદ પણ સૌથી મોટું કારણ છે.

READ ALSO

Related posts

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah

થરાદમાં વકરી રહ્યો છે રોગચાળો, રોજ ડેન્ગ્યૂનાં કેસ નોંધાતા ભયનો માહોલ

Mansi Patel

વડોદરા SOGએ નકલી ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ કર્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!