GSTV
Home » News » દૂધ સાથે ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, જાતે જ આમંત્રણ આપશો ગંભીર બીમારીઓને

દૂધ સાથે ભૂલથી પણ ન ખાતા આ વસ્તુઓ, જાતે જ આમંત્રણ આપશો ગંભીર બીમારીઓને

ખોટી લાઇફસ્ટાઇલ, ફાસ્ટફૂડ અને વધારે પડતા સ્ટ્રેસના કારણે તો તબીયત તો બગડે જ છે, સાથે-સાથે ખાન-પાનની ખોટી આદતોના કારણે પણ લોકો અજાણતાં ગંભીર બીમારીઓને આમંત્રણ આપી દેતા હોય છે. આજે આવી જ કેટલીક ભૂલો વિશે જણાવી રહ્યા છીએ અમે, જેનાથી તમારે પણ જરૂર છે બચવાની.

ઘણા લોકોને વારંવાર પેટની સમસ્યાઓ સતાવતી હોય છે, જેનું એક કારણ વિરુદ્ધ ખોરાક પણ હોઇ શકે છે. આમ તો દૂધને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે, પરંતુ તેને ગમેત્યારે પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે. દૂધ સાથે વિરૂદ્ધ ખોરાક લેવાની પાચનતંત્ર પર તેની ખરાબ અસર થાય છે અને ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.

ક્યારેય ઠંડી અને ગરમ વસ્તુઓનું સેવન સાથે ન કરવું જોઇએ. તે શરીર માટે નુકસાનકારક નીવડે છે. માટે જ દૂધ પીતાં પહેલાં કે પછી માછલી કે મીટનું ભૂલથી પણ સેવન ન કરવું જોઇએ. કારણકે તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે.

આયુર્વેદમાં દૂધ સાથે અને દૂધ પીધા બાદ, કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે. માછલી સિવાય પણ કેટલીક એવી વસ્તુઓ છે, જેને દૂધ પીતાં પહેલાં કે દૂધ પીધા બાદ ન લેવી જોઇએ.

દૂધ સાથે ભૂલથી પણ સેવન ન કરવું આ વસ્તુઓનું

-અડદની દાળ ખાધા બાદ દૂધનું સેવન ન કરવું જોઇએ.
-દૂધના સેવનની સાથે દહીંનું સેવન નુકસાનકારક નીવડી શકે છે. બંનેનું સાથે સેવનત કરવાથી ત્વચા સંબંધિત બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે.


-દૂધ સાથે તલનું સેવન નુકસાનકારક નીવડી શકે છે.
-દૂધ સાથે ચેરી, સંતરાં જેવાં ખાટાં ફળનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે.
-મીઠું અને મીઠાવાળી વસ્તુઓની સાથે દૂધનું સેવન ન કરવું જોઇએ.

Related posts

કૌભાંડો માટે જાણીતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વધુ એક ષડયંત્ર સામે આવ્યું

Nilesh Jethva

ગણતંત્ર દિવસ: વીરતા ચંદ્રકમાં જમ્મુ કાશ્મીર પોલીસ સૌથી મોખરે, જાણો ગુજરાતના ક્યા જાંબાજ પોલીસને મળ્યા પુરસ્કાર

Pravin Makwana

જબલપુર-સોમનાથ ટ્રેનમાં કિન્નરોએ પરપ્રાંતિય મુસાફરોને માર મારી રોકડ રકમની છીનવી લીધી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!