GSTV

CBSE ફોર્મ્યુલાથી નુકસાન થાય તેમ હોવાથી સરકારે પેટર્ન બદલી, ધો.૧૨ના પરિણામમાં ધો.૧૦ના 50 અને ધો11ના 25 ટકા ગણાશે

Last Updated on June 18, 2021 by pratik shah

ધો.૧૨ના માસ પ્રમોશન હેઠળની પરિણામ પદ્ધતિ સીબીએસઈ દ્વારા જાહેર કરાયા બાદ ગુજરાત બોર્ડે પણ આજે પેટર્ન જાહેર કરી દીધી છે.જો કે સીબીએસઈ પેટર્નથી ધો.૧૨ના ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને નુકશાન જાય તેમ હોવાથી ગુજરાત સરકારે પેટર્ન બદલતા ધો.૧૦ના પ૦ ટકા ગુણ ધો.૧૨ના પરિણામમાં ગણવામા આવશે.ધો.૧૨ સાયન્સનું જુલાઈના બીજા અને ૧૨ સા.પ્ર.નું ત્રીજા સપ્તાહમાં પરિણામ જાહેર થશે.

ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરાયેલી પેટર્ન મુજબ ધો.૧૦ના બોર્ડના વિષયવાર પરિણામના (વિષયવાર મેળવેલ૭૦ ગુણ ) આધારે ધો.૧૨ના જુથ મુજબના વિષયમાં ગુણાંકન (૭૧.૪૩ ટકા) રહેશે અને જેનું ગુણભાર ૫૦ રહેશે. ધો.૧૧ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલ ધો.૧૧ની પ્રથમ સામાયિક કસોટી (૫૦ ગુણ) અને દ્રિતિય સામાયિક કસોટી (૫૦ ગુણ)માંથી મેળવેલ કુલ ગુણના સરેરાશ ગુણના આધારે ગુણાંકન (૫૦ ટકા) રહેશે અને જે એકંદરે ૨૫ ગુણનું રહેશે. ધો.૧૨ની પ્રથમ સામાયિક કસોટી (૧૦૦ ગુણ) અને વર્ષ દરમિયાન લેવાયેલી વિષયવાર એકમ કસોટી (૨૫ ગુણ)એમ કુલ ૧૨૫માંથી મેળવેલ ગુણના આધારે ગુણાંકન જે ૨૦ ટકા રહેશે અને તેનો ગુણભાર ૨૫ રહેશે.આમ કુલ ૧૦૦ ગુણનું પરિણામ અપાશે.

CBSE 10th Result

બોર્ડ દ્વારા ધો.૧૦ની જેમ ધો.૧૨ના માસ પ્રમોશનના રીઝલ્ટમાં પણ એ૧થી ડી સુધીના ગ્રેડ આપવામા આવશે. બોર્ડ દ્વારા શાળાઓને અપાયેલી સૂચના મુજબ  ૧૯મીથી ૨૫ જુન સુધી સ્કૂલોએ વિદ્યાર્થીઓના માર્કસ પેટર્ન મુજબ ગણતરી કરવાના રહેશે ત્યારબાદ ૨૫મીથી ૧લી જુલાઈ સુધીમાં શાળાએ તૈયાર કરેલ પરિણામ બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવાની કાર્યવાહી કરાશે. બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સનું ઓનલાઈન પરિણામ જુલાઈના બીજા સપ્તાહમાં અને ૧૨ સા.પ્ર.નું ઓનલાઈન પરિણામ જુલાઈના ત્રીજા સપ્તાહમાં જાહેર થશે. જ્યારે બોર્ડ દ્વારા માર્કશીટોનું વિતરણ જુલાઈના અંતિમ સપ્તાહમા થશે.

સીબીએસઈ ગાઈડલાઈન મુજબ જાહેર કરાશે

અગાઉ સરકારે ધો.૧૨ની પરીક્ષા રદ કરતા પરિણામ સીબીએસઈ ગાઈડલાઈન મુજબ જાહેર કરાશે તેવુ નક્કી કર્યુ હતુ પરંતુ હવે સીબીએસઈ દ્વારા જાહેર કરાયેલી પેટર્નમાં ધો.૧૦ના ૩૦ ટકા,૧૧ના ૩૦ ટકા અને ધો.૧૨ના સૌથી વધુ ૪૦ ટકા વેઈટેજ નક્કી થતા ગુજરાત બોર્ડના ધો.૧૨ના વિદ્યાર્થીઓને નુકશાન જાય તેમ હતુ અને જે નિષ્પક્ષ ન હતી. કારણકે ગુજરાતમા અમદાવાદ સહિતના આઠ શહેરોમાં ધો.૧૨ની પ્રથમ સત્ર પરીક્ષા વિદ્યાર્થીઓએ ઘરે બેઠા આપી છે અને અન્ય શહેરો-નગરોમાં સ્કૂલોમા પરીક્ષા થઈ છે.ઉપરાંત ૧૨ સા.પ્ર.માં એકમ કસોટીઓ પણ થઈ નથી.ગુજરાતમાં યોગ્ય રીતે અને સમાનપણે પરીક્ષાઓ ન થઈ હોવાથી ધો.૧૨નું વેઈટેજ ઓછુ રાખવુ પડે તેમ હતુ.જો કે હવે ધો.૧૦ના ૫૦ ટકા વેઈટેજ સાથે જે વિદ્યાર્થીને ધો.૧૦માં સારા ટકા હશે તેને ધો.૧૨ના પરિણામમાં મોટો ફાયદો થશે.

READ ALSO

Related posts

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!