GSTV

નેટની બોલબાલા/ પાંચ વર્ષમાં ગુજરાતમાં Internet યુઝર્સ અઢીગણા વધ્યા, આત્યારે છે આટલા વપરાશકારો

Last Updated on September 4, 2021 by Harshad Patel

દરેક કામ માટે ઈન્ટરનેટ અનિવાર્ય બનતું જાય છે. લોકો કામ માટે અને કામ ન હોય તો મનોરંજન માટે પણ Internet નો ઉપયોગ કરે છે. માટે સમગ્ર વિશ્વમાં નેટ યુઝર્સ સતત વધી રહ્યા છે. ભારતમાં નેટ યુઝર્સ વધવાનું એક કારણ રિલાયન્સ જિયો છે. કેમ કે પાંચ વર્ષ પહેલા લોન્ચ થયું ત્યારે અત્યંત સસ્તું ઈન્ટરનેટ આપવાની શરૃઆત કરી હતી. તેના પરિણામે આજે આખું ગુજરાત ઓનલાઈન હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

ભારતે 4Gનો અભૂતપૂર્વ ઉદ્દભવ જોયો

જિયો ભારતમાં પાંચમી સપ્ટેમ્બર 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું અને ભારતે 4Gનો અભૂતપૂર્વ ઉદ્દભવ જોયો છે. લોકોને વોઇસ કોલના ચાર્જમાંથી મુક્તિ તો મળી જ છે અને સાથે સાથે પોસાય તેવા ભાવે આસાનીથી ડેટા પણ ઉપલબ્ધ થયો છે. આ પરિસ્થિતિના પરિણામે ગુજરાત સહિત સમગ્ર દેશમાં Internet- ઇન્ટરનેટની જરૂરિયાતમાં જોરદાર વધારો થયો હતો.

પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા 2.5 ગણા વધ્યા

માનો કે ન માનો પણ વર્ષ 2016માં જિયો લોન્ચ થયું એ પછી પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા 2.5 ગણા વધ્યા છે. એવું અનુમાન કરવામાં આવ્યું હતું કે વર્ષ 2016માં ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા બે કરોડથી થોડા ઓછા હતા. જ્યારે માર્ચ 2021ની સ્થિતિએ ગુજરાતમાં ઇન્ટરનેટના વપરાશકર્તા વધીને 5.05 કરોડ થયા છે.

રાજ્યમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા 5.05 કરોડ થયા

માર્ચ 2021માં ટેલિકોમ રેગ્યૂલેટર ટ્રાઈ દ્વારા જારી કરાયેલા પર્ફોર્મન્સ ઇન્ડિકેટર રિપોર્ટ મુજબ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના 1.54 કરોડ અને શહેરી વિસ્તારોમાં 3.50 કરોડ વપરાશકર્તા મળી રાજ્યમાં ઇન્ટરનેટના કુલ વપરાશકર્તા 5.05 કરોડ થયા છે. ગુજરાતની અંદાજિત વસ્તી 6.40 કરોડ માનવામાં આવે છે, તેમાંથી 78 ટકા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે.

ગ્રાહકે પ્રતિ GB 3G સ્પીડના ડેટા માટે રૂ.350 ચૂકવવા પડતા હતા

પાંચ વર્ષ અગાઉ એક ગ્રાહકે પ્રતિ GB 3G સ્પીડના ડેટા માટે રૂ.350 ચૂકવવા પડતાં હતાં, જ્યારે વોઇસ કોલ માટે પ્રતિ મિનિટના 50 પૈસા અને એક રૂપિયો ચૂકવવો પડતો હતો. એટલું જ નહીં, પ્રતિ એસએમએસ માટે પણ રૂ.1થી લઈને રૂ.3 સુધીનો ચાર્જ ચૂકવવો પડતો હતો. આ પ્રકારના ટેરિફના કારણે પ્રતિ વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ 30 ટકા અને વોઇસ કોલ તથા એસએમએસ માટે 70 ટકા ખર્ચ થતો હતો.

પાંચ વર્ષના સમયગાળા દરમિયાન આખું ચિત્ર બદલાઈ ગયું છે. હવે એક વપરાશકર્તાના બિલમાં ડેટા પાછળ થતો ખર્ચ 100 ટકા છે અને વોઇસ કોલ્સ તથા ટેક્સ્ટ મેસેજિસનો ખર્ચ શૂન્ય થઈ ગયો છે. તેની સાથે જ, વધુ સ્પીડ ધરાવતાં ઇન્ટરનેટ અથવા તો 4Gની કિંમતો 98 ટકા ઘટીને પ્રતિ GB રૂ.7 થઈ ગઈ છે. ભારતમાં એક કપ ચા પણ એક જીબી ઇન્ટરનેટ કરતાં મોંઘી છે.

ટ્રાઈના અહેવાલ મુજબ, માર્ચ 2016ની સ્થિતિએ ગુજરાતમાં 11 ટેલિકોમ ઓપરેટર્સની સેવાઓ સાથે 6.22 કરોડ મોબાઇલ ઉપયોગકર્તા હતા. તેમાંથી વોડાફોન 1.93 કરોડ ગ્રાહકો સાથે સૌથી મોટો ટેલિકોમ ઓપરેટર હતો. જૂન 2021 સુધીમાં ગુજરાતમાં સાત કરોડ મોબાઇલ ઉપયોગકર્તા થયા હતા અને તેમાં 2.73 કરોડ ગ્રાહકો સાથે જિયો સૌથી મોખરે છે. પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ઓપરેટરની સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ છે. રાષ્ટ્રીય સ્તરે પણ ઉપરોક્ત સમયગાળા દરમિયાન ઇન્ટરનેટ વપરાશકર્તાની સંખ્યા અઢી ગણી વધી ગઈ છે. વર્ષ 2016ના માર્ચ મહિનાની સ્થિતિએ 35.04 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા હતા તે વધીને માર્ચ 2021ની સ્થિતિએ 82.53 કરોડ થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!