GSTV

મણિરાજ બારોટની દિકરી રાજલ બારોટે ધામધૂમથી બે બહેનોને પરણાવી, આ કલાકારોની સામે ચોધાર આંસુએ રડી પડી

રાજલ

Last Updated on November 22, 2021 by Bansari

ઘરમાં દિકરીનો જન્મ થાય ત્યારથી જ દરેક પિતાને પોતાની દીકરીઓનાં લગ્નની ખૂબ જ ચિંતા હોય છે અને ખરેખર એક બાપ પોતાની આંખી જિંદગીની કમાણી પોતાની દીકરીનાં કરિયવારમાં અને લગ્નમાં ખર્ચી નાખે છે. ત્યારે આજના સમયમા સામન્ય વ્યક્તિથી લઈને શ્રીમંત લોકો માટે પણ દિકરીના ધામધૂમથી લગ્ન કરવા ધામધૂમથી કરવા એ મોટી વાત છે. ત્યારે હાલમાં જ ગુજરાતના લોકપ્રિય લોકગાયક સ્વર્ગસ્થ મણીરાજ બારોટની દીકરીના લગ્નમા અનેક કલાકારો હાજરી આપીને આ લગ્નની શોભામાં વધારી હતી.

રાજલ

પિતાની ગેરહાજરીમાં ગુજરાતની જાણીતી લોકગાયિકા રાજલ બારોટે એક બહેન તરીકેની ફરજ બજાવી સમાજમાં દાખલો બેસાડ્યો છે. રાજલે તેની એક મોટી બહેન અને કાલે બે નાની બહેનના ધામધૂમથી લગ્ન કરાવી તેમનું કન્યાદાન કર્યું હતું. ગાંધીનગરમાં યોજાયેલા આ લગ્ન પ્રસંગ દરમિયાન ભાવુક થઇને રાજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. આ લગ્નમાં જીગ્નેશ કવિરાજથી લઈને માયાભાઈ આહિર સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

રાજલ

પિતાના અવસાન બાદ બહેનો એકલી પડી હતી

મહત્વની વાત તો એ છે કે, ખરેખર ધન્ય છે કે જાણીતા લોક ગાયક મણિરાજ બારોટ અને તેમની પત્નીના અવસાન બાદ માતા પિતાની છત્રછાયા ન હોવા છતાંય રાજલ પોતાની બહેનોના લગ્નને ધામધૂમ પૂર્વક કરાવ્યા. માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ આ ચાર બહેનો એકલી પડી ગઈ હતી. તેને કોઈ ભાઈ પણ ન હોવાથી તે સમયે રાજલ બારોટે પણ પિતાના પગલે લોકગાયક બની બહેનોનો સહારો બની હતી. ત્યાર બાદ બે વર્ષ પહેલાં રાજલની મોટી બહેન મેઘલના લગ્નમાં પણ રાજલે કન્યાદાન કરી એક અલગ ચીલો ચીતર્યો હતો. રાજલે ગઈકાલે તેની બે નાની બહેનોના પણ ધામધૂમથી લગ્ન કરાવી બંને બહેનોનું કન્યાદાન કર્યું હતું. આ લગ્નમાં તેણે કોઈપણ ઉણપ ન આવવા દીધી.આજના સમયમાં રાજલ બારોટ સાબીત કરી બતાવ્યું કે, એક દીકરી ધારે તો ગમે તે અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકે છે. રાજલ બારોટ પોતાની સંગીતની કળા થકી નામના મેળવીને સફળતા પ્રાપ્ત કરી.

રાજલ

ચારેય બહેન એકબીજાને બાંધે છે રાખડી

રાજલ બારોટ અને તેની બહેનોને કોઇ ભાઇ નથી. તેથી જ્યારે રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે, ત્યારે રાજલ અને તેમની 3 બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે.

રાજલ

કોણ છે રાજલ બારોટ

સ્વ. મણિરાજ બારોટની બીજી દીકરી રાજલ બારોટનો જન્મ બાલવા (પાટણ) માં થયો હતો. રાજલને ગાયકીની પ્રથમ તક તેમના પિતાએ જ આપી હતી. તેમના આશીર્વાદથી જ હાલ રાજલ લોક ડાયરામાં અને સ્ટેજ પ્રોગ્રામમાં ખૂબ વ્યસ્ત રહે છે. જુલાઈ 2006માં પ્રથમવાર એક લોકગીત ગાયું હતું. જેના શબ્દો હતા, ‘હેલ ભરીને હું તો હાલું ઉતાવળી’ અને તે લોકગીત માટે રાજલને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારે તે ખૂબ ખુશ હતી. પિતાના પગલે ચાલીને રાજલ અત્યારે ડાયરા ક્વિન તરીકે જાણીતી બની ગઈ છે.

રાજલ

રાજલ બારોટના જાણીતા ગીતો

13 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કરનાર રાજલે અત્યાર સુધીમાં 70 કરતા પણ વધુ આલ્બમોમાં પ્લેબેક સિંગિગ કરી ચૂકી છે. જેમાં આઈ જવાની આઈ, જવાની આ જવાની, દશામાની લીમડી, ચુડેલ માંના ધામમાં, લવનો ડેન્ગ્યું, ઢોલો ગુજરાતનો, ઢોલો હાલ્યો પરદેશ, દશામાની પૂજા, અંબેમાંનો ટાઈગર, ગુજરાતની સિંહણ, એકડે એક અંબેમાંની ટેક, ગલોલો, અંબેમાં મોંઘવારી બની ડાકણ, સુરતની ભનજૂરિયુ, આ સિવાય માણીગર ઢોલા અને રાજલ હિરલની ધમાલ જેવા ગીતોનો સમાવેશ થાય છે. આ ગીતોને તેના ચાહકો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

Read Also

Related posts

અમદાવાદ શહેર પોલીસની આ કામગીરીને છે સલામ, સહકાર અને સહયોગની ભાવનાના ઉદ્દેશથી શરૂ કરી “પોલીસ પરિવાર કલ્યાણ યોજના”

Zainul Ansari

ભેજાબાજ / ઇન્ટરનેશનલ કોલ ટ્રાન્સફર કરી ભારત સરકારને ચોપાડ્યો લાખો રૂપિયાનો ચૂનો, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરકડ

Zainul Ansari

પોરબંદર / 18 પાકિસ્તાની માછીમારોને કોર્ટમાં કરાયા રજૂ, પોલીસને 10 દિવસની મળી રિમાંડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!