ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો જાણીતો ચહેરો એટલે કે નરેશ કનોડિયાએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જો કે સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પહેલાં મોટાભાઈ મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમા નિધન થયું છે.

- ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડીયાનું નિધન
- કોરોનાની ચાલતી હતી સારવાર
- યુએન મહેતા હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ
બુધવારે જ નરેશ કનોડિયાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં ત્યારે ગુરૂવારે સવારે તેમની તબીયત અચાનક લથડી હતી. ધારાસભ્ય હિતુ કનોડિયાએ જણાવ્યું હતું કે, ઓક્સિજનનું પ્રમાણ ઓછુ થતાં તેમને વેન્ટિલેટર પર મૂકાયા છે. ફેફસામાં ઇન્ફેકશન વધુ થયુ છે જેના લીધે ડોક્ટરો બધીય થેરેપીની અજમાઇશ કરીને સારવાર કરી રહ્યાં છે.

ફેફસામાં ઇન્ફેકશન વધ્યું હતું
યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી. જેમાં તે ઓક્સિજન માસ્ક સાથે નજરે પડી રહ્યા હતાં. તો આ અંગે તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ એક તસવીર ટ્વીટર પર શેર કરીને નરેશ કનોડિયાના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

125થી વધુ ગુજરાતી ફિલ્મો કરી ચુક્યા છે નરેશ કનોડિયા
નોંધનિય છે કે નરેશ કનોડિયા 125થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમા હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેઓ ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.
નરેશ કનોડિયાની સફળ ફિલ્મો
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી(naresh-kanodiya-corona) વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે. તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મતી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. તેમની અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ધૂમ કમાણી કરાવી આપી હતી.

નરેશ કનોડિયાની ફિલ્મી સફર
- ૨૦ ઓગસ્ટ, ૧૯૪૩ના રોજ મહેસાણાના કનોડા ગામે જન્મ
- નાની ઉંમરે જ ભાઇ મહેશ કનોડિયા સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાની શરૂઆત કરી
- સ્ટેજ સિંગર તેમજ ડાન્સર તરીકે કારકિર્દીની શરૂઆત
- ૧૯૭૦માં ‘વેલીને આવ્યા ફૂલ’ પ્રથમ ફિલ્મ
- કુલ ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય
- અંદાજે ૪૦ વર્ષ સુધી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પાથર્યા અભિનયના ઓજસ
- ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે સુપ્રસિદ્ધ નરેશ કનોડિયા
- ટોચની અભિનેત્રીઓ સ્નેહલતા, રોમા માણેક અને અરૂણા ઇરાની સાથે જમાવી જાડી
- ૧૯૮૦-૯૦ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી, અસરાની, કિરણકુમાર અને ફિરોઝ ઇરાની સાથે કામ કર્ય્ું
- અભિનેતા ઉપરાંત ગાયક અને સંગીતકાર તરીકે પણ મેળવી અપ્રતિમ સફળતા
- મોટા ભાઇ મહેશ કનોડિયા સાથે મળીને ૧૫૦ જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું
- ગુજરાતી ફિલ્મજગતમાં મહેશ-નરેશની જાડી વિખ્યાત
- વિદેશમાં સ્ટેજ-શો કરનારી મહેશ-નરેશની પ્રથમ ગુજરાતી જાડી
- ૨૦૦૨-૦૭ દરમ્યાન કરજણ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા
નરેશ કનોડિયાની સુપરહિટ ફિલ્મો
- હિરણને કાંઠે
- મેરૂ માલણ
- ઢોલામારુ
- મોતી વેરાણા ચોકમાં
- પાલવડે બાંધી પ્રીત
- પરદેશી મણિયારો
- વણઝારી વાવ
- તમે રે ચંપો ને અમે કેળ
- જાડે રહેજા રાજ
- પારસ પદમણી
- કાળજાનો કટકો
- બેની હું તો બાર બાર વરસે આવીયો
- વટ, વચન ને વેર
- લાડી લાખની સાયબો સવા લાખનો

નરેશ કનોડિયાનું પારિવારિક જીવન
નરેશ કનોડિયાની પત્નીનું નામ રીમા
પુત્ર હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મોનો સ્ટાર
પુત્રવધુ મોના થીબા પણ ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી
હિતુ-મોનાને એક પુત્ર રાજવીર
Read Also
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ
- Vishnu Deo Sai / જાણો છત્તીસગઢના નવા મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય વિશે