GSTV

ગુજરાતમાં કપાસના ખેડૂતો માટે ખુશખબર, યાર્ન અને કોટન ફેબ્રિક્સની ડિમાન્ડ વધી

વિદેશમાં ડિમાન્ડ નીકળતા કપાસના ભાવ વધી જતાં અને યાર્નની પણ વિદેશના બજારમાં ડિમાન્ડ નીકળતા એક્સપોર્ટ ખાસ્સું થઈ જતાં સ્થાનિક બજારમાં યાર્નના ભાવ અંદાજે 25થી 30 ટકા વધી ગયા છે. બીજી તરફ સ્થાનિક બજારમાં તહેવારોની લેવાલીને પરિણામે કોટન ફેબ્રિક્સની ડિમાન્ડ વધી જતાં અને જૂના સ્ટોક ખતમ થતાં ફેબ્રિક્સની અછત વર્તાવા માંડી છે. દિવાળીની સીઝનને કારણે શર્ટિંગ્સમાં અને બેડશીટ્સ સહિતની વસ્તુઓની ખાસ્સી ડિમાન્ડ રહી છે. તેની સામે ત્રણ મહિનાના લૉકડાઉનમાં માલ ન બન્યો હોવાથી શર્ટિંગમાં અને બેડશીટ્સ માટેના મટિરિયલમાં ખાસ્સી અછત જોવા મળી રહી છે. પ્રોસેસ હાઉસ પણ હજી સો ટકા ક્ષમતાએ ચાલુ ન થયા હોવાથી પણ આ અછત જોવા મળી રહી છે.

યાર્ન અને કોટન ફેબ્રિક્સની ડિમાન્ડ વધી

પ્રોસેસિંગની માફક વિવિંદ પણ ફૂલ સ્વિન્ગમાં ચાલુ થયું નથી, તે પણ અછતનું એક કારણ હાઈ શકે છે. દિવાળીના તહેવારોની મોસમમાં આ બંનેની ધૂમ લેવાલી રહી હતી. બીજી તરફ બ્રિટન, ન્યૂઝીલૅન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભારતીય બેડશીટ્સની ખાસ્સી ડિમાન્ડ રહી છે. તેથી કોટન યાર્ન અને ફેબ્રિક્સની ડિમાન્ડ વધી છે.

બ્રિટન, ન્યૂઝીલૅન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ભારતીય બેડશીટ્સની ખાસ્સી ડિમાન્ડ રહી

બીજી તરફ યાર્નમાં પણ તગડી લેવાલી જોવા મળતા લૉકડાઉનના સમયમાં તૂટેલા ધંધા પણ સરભર થઈ ગયા હોવાનું જાણેકારોનું કહેવું છે. અત્યારે નાઈટ કરફ્યુને કોરણે પણ યાર્નના સપ્લાય પર અવળી અસર પડી છે. તહેવારોની મોસમમાં દેશમાં અને એક્સપોર્ટના બજારમાં કોટન ફેબ્રિક્સની ખાસ્સી લેવાલી નીકળી હોવાથી પણ છેલ્લા એકથી દોઢ મહિનાથી ફેબ્રિક્સની થોડી થોડી અછત વર્તાવા માંડી છે. બીજીતરફ ભારતમાંથી આ વર્ષે કપાસની નિકાસ 16 લાખ ગાંસડીની થઈ ચૂકી છે. ડિસેમ્બરના અંતમાં આ નિકાસ વધીને 27 લાખ ગાંસડીને આંબી જવાની સંભાવના છે. સ્થાનિક બજાર કરતાં વિદેશના બજારમાં ગાંસડીએ રૂા. 3000થી 4000 વધુ મળતા હોવાથી આ વર્ષે નિકાસ વધીને 70 લાખ ગાંસડીને આંબી જવાની પણ સંભાવના જણાઈ રહી છે.

70 લાખ ગાંસડીને આંબી જવાની પણ સંભાવના

કારણ કે અમેરિકા અને પાકિસ્તાનમાં આ વર્ષે કપાસનો પાક ઓછો થયો હોવાના વાવડ છે. ગયા વર્ષે 51 લાખ ગાંસડીની નિકાસ થઈ હતી. કપાસના મણદીઠ (20 કિલો)ભાવ ઊંચકાઈને રૂા. 1100થી 1200ની રેન્જમાં પહોંચી ગયા હતા. જોકે નવા કપાસનો સપ્લાય ચાલુ થતાં આજની તારીખે રૂા. 950થી 1100ના ભાવ બોલાઈ રહ્યા છે. બીજીતરફ યાર્નની પણ વિયેટનામ, બાંગલાદેશ અને ઇન્ડોનેશિયા ઉપરાંત પાકિસ્તાનમાં ખાસ્સી ડિમાન્ડ રહેતા સ્થાનિક બજારમાં પણ યાર્નના ભાવ ઊંચકાઈ ગયા છે. નિટિંગ યાર્નની વિદેશના બજારોમાં સૌથી વધુ ડિમાન્ડ છે.

ગંજી, અન્ડરવેર્સ, લેગઇન્સ, ટી શર્ટ્સ બનાવવા માટે આ યાર્ન વપરાય છે

ગંજી, અન્ડરવેર્સ, લેગઇન્સ, ટી શર્ટ્સ બનાવવા માટે આ યાર્ન વપરાય છે. નિકાસના બજારની સાથોસાથ સ્થાનિક બજારમાં પણ યાર્ન અને ફેબ્રિક્સની ડિમાન્ડ નીકળતા યાર્નના ભાવમાં 15થી 25 ટકાના વધારો થયો છે. ચીન પાસે માલ ખરીદવાની વૃત્તિ ઘટતા અને વૉકલ ફૉર લૉકલ બનતા પણ ભારતના યાર્ન અને ફેબ્રિક્સની ડિમાન્ડ વધી જ છે. ભીવંડી અને સુરતની લૂમ્સ પણ સક્રિય થવા માંડી છે. તેથી યાર્નની ડિમાન્ડમાં વધારો થયો છે. કોટન યાર્નના કિલોદીઠ ભાવ રૂા. 170ની રેન્જમાં હતાં તે વધીને રૂા. 210-220ની રેન્જમાં આવી ગયા છે. છેલ્લા બે મહિનામાં ફેબ્રિક્સની ડિમાન્ડ 25 ટકા વધી ગઈ છે. રૂથી માંડીને યાર્ન સુધીના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ભીવંડી અને સુરતની લૂમ્સ પણ સક્રિય થવા માંડી

અત્યારે ટેક્સટાઈલ માર્કેટ જાન્યુઆરી-ફેબુ્રઆરી 2020ની સ્થિતિ મુજબ ફૂલ સ્વિંગમાં ચાલતું થઈ ગયું છે. જૂના સ્ટોક વેચાઈ ગયા છે. નવા સ્ટોકની અપેક્ષા પ્રમાણે આવક નથી.પરિણામે નીચા ભાવે માલ મળતા નથી. એન.ટી.સી.ના ઉત્પાદનો હજુ ચાલુ જ નથી થયાં તેથી તેને કારણે પણ ફેબ્રિક્સની અછથ વર્તાઈ રહી છે. તેથી અછત જોવા મળી રહી છે.

શિપિંગ લાઈન્સે કન્ટેઈનર્સના ભાડાંમાં 30થી 40 ટકાનો વધારો કરી દીધો

વિદેશથી આયાત કરાતા યાર્નની આવક સીમિત રહી છે. ખાસ કરીને ચીનથી આયાત કરાય છે. એક તો વૉકલ ફોર લૉકલના વલણને પરિણામે તથા આયાત કરવા માટે જોઈતા કન્ટેઈનર્સના ભાડાંમાં શિપિંગ કંપનીઓએ 30થી 40 ટકાનો વધારો કરી દવામાં આવ્યો છે. લૉકડાઉનના ગાળામાં ઓછી થયેલી આવકને રિકવર કરવા માટે તેઓ ખર્ચ વધારે બતાવી રહ્યા છે. પરિણામે કિલોદીઠ યાર્નના ભાવ પર રૂા. 5થી 7નો વધારો આવી રહ્યો છે. તેથી યાર્નનું ઇમ્પોર્ટ ઘટયું છે. ેસ્થાનિક બજારમાં ઉત્પાદન છે, પણ ભાવ ખાસ્સા વધારી દેવામાં આવ્યા છે.

એનટીસીની લાખો લૂમ્સ હજીય બંધ હાલતમાં

યાર્ન-ફેબ્રિક્સની ડિમાન્ડમાં ઓચિંતા આવેલા ઊછાળાને પરિણામે તેની અછત વર્તાઈ રહી હોવાનું બજારના જાણકારો કહી રહ્યા છે. યાર્ન લીધા પછી સાઈઝિંગ, વિવિંગ અને પ્રોસેસિંગની પ્રક્રિય પૂરી થતાં પણ ખાસ્સો સમય લાગી જતો હોવાથી બજારમાં નવો માલ ફટાફટ ઠલવાતો નથી. 24 લૂમ્સવાળા યુનિટો મહિને 1.5 લાખ મીટર ફેબ્રિક્સ તૈયાર કરી શકે છે. તેની સામે લાખોે લૂમ્સ ધરાવતા એનટીસીના એકમો ચાલુ જ થયા નથી. તેથી પણ બજારમાં માલની શોર્ટેજ ઊભી થઈ હોવાનું કહી શકા તેમ છે.

કૃત્રિમ યાર્નમાં પણ અછત જોવા મળી

કૃત્રિમ યાર્ન માટે જોઈતા કાચા માલ પીટીએ અને મોનો ઇથિલિન ગ્લાયકોલના કિલોદીઠ ભાવ રૂા. 43થી વધીને રૂા. 54.50 જેટલા ઊંચા થઈ ગયા હોવાથી કૃત્રિમ યાર્નના ભાવ પણ ઊંચા બોલાઈ રહ્યા છે. અત્યારે સ્થાનિક સ્તરે સ્પીનર્સ 70 ટકાની આસપાસની ક્ષમતાએ કામ કરી રહ્યા છે. પીટીઈના ઉત્પાદક પ્લાન્ટ બંધ હાલતમાં છે. આઈઓસી, મિસ્તુબિશી , રિલાયન્સ સહિતના ઉત્પાદકોના ઉત્પાદન પ્લાન્ટ પૂરા ચાલુ નથી. તેમના ઉત્પાદનો બંધ હોવાથી પણ કૃત્રિમ રેસા-યાર્ન અને ફેબ્રિક્સની અછત જોવા મળી હતી.

READ ALSO

Related posts

ચકચાર/ અમેરિકામાં એક ભારતીય તબીબે એક મહિલા ડોક્ટરની ગોળી મારીને જાતે કરી લીધો આપઘાત, કેન્સરથી હતા પીડિત

Ankita Trada

પ્રથમ પહેલ/ નેતાઓ ચર્ચાઓ કરતા રહ્યાં અને યોગીએ કરી બતાવ્યું : બની ગયું દેશનું પ્રથમ રાજ્ય, લોકડાઉનમાં તમામ કેસો પાછા ખેંચ્યા

Karan

સરકારે ખેડૂતોને જાળમાં ફસાવ્યા : હિંસા અમારા શબ્દકોશમાં નથી, લાલ કિલ્લામાં જે બન્યું તે આંદોલન તોડવાની કાવતરું

Karan
Do NOT follow this link or you will be banned from the site!