GSTV
Home » News » ગુજરાતી ક્રિકેટરે ભારતની બચાવી લાજ : ઓસ્ટ્રેલિયા સામે અડીખમ ઉભો રહ્યો

ગુજરાતી ક્રિકેટરે ભારતની બચાવી લાજ : ઓસ્ટ્રેલિયા સામે અડીખમ ઉભો રહ્યો

ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચમાં એક ગુજરાતી ક્રિકેટરે ભારતની લાજ બચાવી છે. જે ઓસ્ટ્રેલિયા સામે અડિખમ ઉભો રહેતાં ભારતે દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 250 રન બનાવી લીધા છે. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ આક્રમક 123 રનની ઇનિંગ રમી ટીમ ઇન્ડિયાની લાજ બચાવી હતી. ભારતની એક સમયે 86 રનમાં જ 5 વિકેટ પડી ગઇ હતી. તે બાદ પૂજારાએ ધીમી પણ મક્કમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન બોલરોને પરેશાન કર્યા હતા. પૂજારા 123 રન બનાવી રન આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારાએ 231 બોલમાં 6 ફોર અને એક સિક્સરની મદદથી ટેસ્ટ કરિયરની 16મી સદી પૂર્ણ કરી હતી. સૌરાષ્ટ્રના બેટ્સમેને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રીજી સદી ફટકારી હતી. આ દરમિયાન તેને ટેસ્ટ કરિયરમાં 5,0000 રનનો આંકડો પણ પાર કર્યો હતો. પૂજારાએ 246 બોલમાં 7 ફોર અને 2 સિક્સરની મદદથી 123 રન બનાવ્યા હતા. પૂજારા ટેસ્ટમાં 5 હજાર રન પુરા કરનાર 12મો ભારતીય ખેલાડી બન્યો હતો. પૂજારાની ઓસ્ટ્રેલિયામાં આ પ્રથમ સદી છે.

મેચની બીજી ઓવરમાં જ 3 રનના કુલ સ્કોર પર જોશ હેઝલવુડે કેએલ રાહુલને એરોન ફિન્ચના હાથે કેચ આઉટ કરાવીને ભારતને પ્રથમ ફટકો આપી દીધો. રાહુલ 2 રન બનાવીને આઉટ થયો. પ્રેક્ટિસ મેચમાં શતક ફટકારનાર મુરલી વિજયનો બલ્લો પણ મૌન રહ્યો અને રાહુલ બાદ તે પણ પેવેલિયન ફર્યો. મુરલી વિજય (11 રન)ને 15ના સ્કોર પર મિશેલ સ્ટાર્કે પોતાનો શિકાર બનાવ્યા. કેપ્ટન પેને વિકેટ પાછળ વિજયનો કેચ પકડ્યો હતો.

વિજયના આઉટ થયા બાદ પુજારા સાથ આપવા માટે કેપ્ટન કોહલી આવ્યો પરંતુ તે પણ વધારે સમય મેદાનમાં ટકી શક્યો નહી. પેટ કમિન્સે વિરાટને આઉટ કરીને ટીમ ઈન્ડિયાને ઝટકો આપ્યો. કુલ 19 રનના સ્કોર પર વિરાટના રૂપમાં ટીમ ઈન્ડિયાને ત્રીજો ફટકો લાગી ગયો હતો. વિરાટ માત્ર ત્રણ રન બનાવીને પેવેલિયન ફર્યો હતો.

પુજારાએ અજિંક્ય રહાણે (13) સાથે મળીને ચોથી વિકેટ માટે 22 રન જોડ્યા હતા કે, હેઝલવૂડે આ પાર્ટનરશીપ મજબૂત થાય તે પહેલા જ તોડી દીધી હતી. વાઈસ કેપ્ટન રહાણે (13)ને જોશ હેઝલવુડે પીટર હેંડ્સકોમ્બના હાથે કેચ આઉટ કરાવી દીધો.

41 રનના સ્કોર પર ભારતને ચોથો ઝટકો લાગ્યો હતો. 86 રનના કુલ સ્કોર પર નાથન લિયોને રોહિત શર્માને માર્કસ હેરિસના હાથે કેચ આઉટ કરાવીને ભારતને વધુ એક મોટો ઝટકો આપી દીધો હતો.


નાથન લિયોને ભારતને ઋષભ પંતના રૂપમાં છઠ્ઠો ફટકો આપ્યો હતો. પંત 25 રન બનાવીને કેપ્ટન પેનના હાથમાં કેચ આપી બેઠો હતો.

જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ક્યારેય વિચાર્યુ પણ નહી હોય કે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં તેમની શરૂઆત આટલી ખરાબ હશે. સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર વિના રમી રહેલી નબળી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે એડિલેડમાં જ્યારે ભારતે ટૉસ જીત્યો અને પહેલા બેટિંગ પસંદ કરી તો લાગ્યું કે ભારતના બેચ્સમેન ખાસ કરીને કેપ્ચન વિરાટ કોહલી રનનો ખડકલો કરશે. પરંતુ થયું કંઇક ઉલ્ટુ. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી.

પૂજારાએ 16મી ટેસ્ટ સદી પણ ફટકારી

પૂજારા પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, ગુંડપ્પા વિશ્વનાથ, વિરાટ કોહલી 5000થી વધુ ટેસ્ટ રન બનાવી ચુક્યા છે. પૂજારાએ 16મી ટેસ્ટ સદી પણ ફટકારી હતી. આ પહેલા નવ ભારતીય ખેલાડી 16 કે તેથી વધુ સદી ફટકારી ચુક્યા છે. જેમાં સચિન તેંડુલકરે 51, રાહુલ દ્રવિડે 36, સુનીલ ગાવસ્કરે 34, વિરાટ કોહલીએ 24, વિરેન્દ્ર સેહવાગે 23, મોહમ્મદ અઝહરૂદ્દીને 22, દિલીપ વેંગસરકર અને વીવીએસ લક્ષ્મણે 17-17 અને સૌરવ ગાંગુલીએ 16 ટેસ્ટ સદી ફટકારી છે.

Related posts

5 વર્ષમાં PM મોદીએ વારાણસીની કાયાપલટ કરી નાંખી, આ છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

Riyaz Parmar

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva

આત્મઘાતી હુમલા પછી શ્રીલંકાના સંરક્ષણ સચિવે આપ્યું રાજીનામું

Path Shah