GSTV

સફેદ સોનું સાબિત થયો કપાસ/ 1 મણના રેકોર્ડબ્રેક 1721 રૂપિયા ભાવ, લેવાલી વધતાં હજુ પણ તેજી નવા વિક્રમો સર્જાશે

Last Updated on July 16, 2021 by Harshad Patel

રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસ એક મણના 1721 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ સોદા પડ્યા. રાજકોટમાં 500 ક્વિન્ટલ આવક આવી હતી. ભાવ 1250 થી 1721 રૂપિયાના સોદા પડ્યા છે. ચાલુ વર્ષે કપાસનું ઓછું ઉત્પાદન સામે લેવાલી નીકળતાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક મહિના પૂર્વે કપાસના મણના ભાવ 1560 રૂપિયા વિક્રમજનક સપાટીએ સોદા થયા હતા. છેલ્લા એક દશકામાં કપાસના મણનો ભાવ 1721 રૂપિયા વિક્રમજનક સપાટી હોવાનું વેપારીઓનું માનવું છે.

મોટાભાગના ખેડૂતો પાસે વેચવા માટે કપાસ જ રહ્યો નથી

રાજકોટમાં આજે કપાસનો એક મણ (૨૦ કિલો)ના રેકોર્ડબ્રેક રૂ।.૧૬૮૫નો ભાવ ખેડૂતોને મળ્યો હતો. પરંતુ, ભાવ ઉંચકાયા છે ત્યારે મોટાભાગના ખેડૂતો પાસે વેચવા માટે કપાસ જ રહ્યો નથી અને અગાઉ ઓછા ભાવે વેચાઈ ગયો છે. તો યાર્ડમાં ભર ચોમાસે ઘંઉ,જીરૂ જેવા પાકોની જ્યારે તલીની ધૂમ આવક થઈ છે.

માલની તંગી સર્જાતા અને માંગ યથાવત્ રહેતા ભાવ સતત વધી રહ્યા

કપાસના માલની તંગી સર્જાતા અને માંગ યથાવત્ રહેતા ભાવ સતત વધી રહ્યા છે, ગત તા.૧૩ના રૂ।.૧૧૫૦-૧૬૨૪, ગઈકાલે તા.૧૪ના રૂ।.૧૧૫૦થી રૂ।.૧૬૭૪ના ભાવે સોદા થયા હતા અને તા. 15ના રૂ।.૧૨૨૦-૧૬૮૫ના ભાવે સોદા થયા હતા. આજે રેકોર્ડબ્રેક 1250થી 1721 રૂપિયા ભાવ રહ્યા હતા.

યાર્ડમાં હાલ કપાસની રોજ ૩૦૦ ક્વિન્ટલ આસપાસ જ આવક થાય છે. અગાઉ જૂન માસમાં કપાસના ભાવ રૂ।.૧૫૦૦થી નીચા રહેતા ત્યારે રોજ ૧૦૦૦થી ૧૫૦૦ ક્વિન્ટલની આવક થતી હતી. જ્યારે મે માસમાં તેથી પણ ઓછા ભાવ હતા. આમ, મોટાભાગના ખેડૂતોએ ચોમાસા પહેલા નાણાંની જરૂરિયાત હોય આજ કરતા ઓછા ભાવે કપાસ વેચી નાંખ્યો છે તેથી આ ભાવવધારાનો ઓછા ખેડૂતોને જ લાભ મળી રહ્યો છે. યાર્ડના વેપારી સૂત્રોએ જણાવ્યું કે કપાસ ખેડૂતો પાસે ઓછો રહ્યો છે અને ગત વર્ષે વાવેતર ઓછુ થયું હતું જેની અસર રૂપે ભાવની ઉંચાઈ રેકોર્ડ સર્જી રહી છે.

બીજી તરફ યાર્ડમાં તલીની રોજ ૨૦૦૦ ક્વિન્ટલથી વધુ આવક થઈ રહી છે અને તેના ભાવ રૂ।.૧૪૦૦થી ૧૫૮૦ વચ્ચે જળવાયા છે. તલનું ગત ઉનાળુ પાકમાં નોંધપાત્ર ઉત્પાદન થયાનું જણાવાયું છે.

મગફળીની આવક હજુ જારી રહી છે અને આવક ઘટી છે પરંતુ, તેના ભાવ રૂ।.૧૦૦૦થી ૧૨૦૦ વચ્ચે જ સ્થિર રહ્યા છે તો બીજી તરફ મગફળીમાંથી નીકળતા સિંગતેલમાં આજે પણ રૂ।.૧૦ના વધારા સાથે રાજકોટમાં ૧૫ કિલો ડબ્બાના રૂ।.૨૩૮૦થી ૨૪૨૦ના ભાવે સોદા થયા હતા. તો કપાસિયા, પામોલીન સહિત અન્ય તેલોના ભાવોમાં પણ વધારાનો દોર ચાલી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: માસ્ટર્સનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સ માટે આવી ખુશખબર, NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય

Pravin Makwana

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!