GSTV
Gujarat Government Advertisement

શરમ કરો /સરકાર! હવે તો છેતરવાનું બંધ કરોઃ કેસ ઓછા દેખાડવા તમારા જ આંક કહે છે ટેસ્ટિંગ ઘટાડી દીધા, લોકોને લાગ્યું રાજ્યમાં સુધારો આવ્યો

Last Updated on May 3, 2021 by Harshad Patel

ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે એપ્રિલ મહિનામાં કોરોના બેકાબૂ બન્યો હતો ત્યારે સરકાર એવું કહેતી હતી કે ટેસ્ટિંગ વધાર્યા છે એટલે વધુ કેસ આવે છે. પરંતુ ગુજરાતમાં બેડની ઘટ, ઓક્સિજનનો અભાવ, નવી 900 બેડની હોસ્પિટલ 4 દિવસમાં ફૂલ, એમ્બ્યુલન્સનીલાઈનો, સ્મશાનોમાં અગ્નિસંસ્કાર માટેનું પણ વેઇટીંગ લોકોને નજરે દેખાય છે. સરકાર હવે તો લોકોને છેતરવાનું બંધ કરો. એપ્રિલ મહિનામાં દૈનિક 15 હજાર નજીક કોરોનાથી લોકો સંક્રમિત થતા હતા અચાનક મે મહિનાની શરૂઆતમાં જ આંકડો ઘટીને 12 હજારની નજીક આવી ગયો. લોકોને હાશકારો થયો કે હવે ગુજરાતમાં કોરોનાની પીક ઘટી છે. કોરોના કાબૂમાં આવી રહ્યો છે. એવા ખોટા વહેમમાં ના રહો. લોકો જાણે જ છે કે આંકડાની માયાજાળમાં તમે માહેર છો. શા માટે આવી રીતે લોકોને છેતરો છો. હાલ દર 100 ટેસ્ટમાં 9થી વધુ લોકો પોઝીટીવ આવે છે. એ હિસાબે તમે 50 હજારથી વધુ ટેસ્ટ ઓછા કર્યા છે. આંકડો તમે જ ગણી લો સરકાર. કે કેટલા કેસ વધુ આવી શકે. ગુજરાતમાં કોરોનાના કેસ નહીં ટેસ્ટિંગના આંક ઘટી ગયા છે. લોકોને પણ હવે ખબર પડી ગઈ છે. જેણે હાલાકી ભોગવી છે તેને ખબર છે કે રાજ્યમાં શું સ્થિતિ છે.

ગુજરાતમાં પોઝીટીવીટી રેટ 9 ટકાથી પણ વધારે

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો યથાવત જ છે. પોઝીટીવીટી રેટ 9 ટકાથી પણ વધારે છે. 10 દિવસ પહેલા એટલે કે 23 એપ્રિલે રાજ્યમાં 1.89 લાખ લોકોનું ટેસ્ટિંગ કરાયું ત્યારે 13804 લોકો પોઝીટીવ આવ્યા હતા. 24 એપ્રિલે 1.85 લાખ લોકોનું ટેસ્ટિંગ કરાયું ત્યારે 14 હજારથી વધુ લોકો સંક્રમિત થયા હતા. મે મહિનામાં ટેસ્ટિંગ ઘટાડી દેવાયું છે. સરકારી આંકડા મુજબ 1 મેના 1,50,771 લોકોનું ટેસ્ટિંગ કરાયું તેમાં 13487 લોકો પોઝીટીવ આવ્યા હતા. અને 2 મેના ટેસ્ટિંગની સંખ્યા 1,37,714 લોકોનું ટેસ્ટિંગ કરાતા 12978 લોકો સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં 1.90 લાખ લોકોનું ટેસ્ટિંગ થતું હતું તે ઘટાડીને કેમ 1.38 લાખ સુધી નીચું લાવી દેવાયું છે. ટેસ્ટિંગની સંખ્યા લગભગ 50 હજાર જેટલી ઓછી કરી દીધી છે. જેથી કોરોનાના કેસ ઓછા તો દેખાવાના એ તો સ્વાભાવિક છે.

સરકારના આંક મુજબ દૈનિક ટેસ્ટિંગ અને પોઝીટીવીટી રેટ

તારીખટેસ્ટ કોરોના પોઝીટીવદૈનિક ટકાવારી
23-એપ્રિલ189902138047.27
24-એપ્રિલ185304140977.61
25-એપ્રિલ168172142968.50
26-એપ્રિલ159156143409.01
27-એપ્રિલ163192143528.79
28-એપ્રિલ173909141208.12
29-એપ્રિલ169352143278.46
30-એપ્રિલ160999146059.07
1-મે150771138479.18
2-મે137714129789.42

10 દિવસમાં 50 હજાર જેટલા દૈનિક ટેસ્ટ ઘટાડી દીધા

સાહેબ હવે તો લોકો પણસમજી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં તથા લોકોને પડેલી હાલાકીથી પણ લોકો સમજી ગયા છે કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ઘટ્યા નથી. આતો આપની કાગળ પરની દેન છે. એક બાજુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદમાં કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભાર મૂકી રહ્યાં છે. વાહ રૂપાણી સરકાર તમે તો કેન્દ્રના આદેશોને પણ ઘોળીને પી ગયા. 10 દિવસમાં 50 હજાર જેટલા દૈનિક ટેસ્ટ ઘટાડી દીધા.

દર 100 કેસમાં 9.4 લોકો પોઝીટીવ જોવા મળી રહ્યા

રૂપાણી સરકાર પોતાની પીઠ થપથપાવી રહી છે કે દિલ્હી કરતાં કે બીજા રાજ્યો કરતાં સ્થિતિ સારી છે. પરંતુ કેટલી સારી છે એ તો જેણે હાલાકી ભોગવી છે, જેણે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમને ખબર છે કે ગુજરાતમાં કોરોનાથી કેવી બદથી બદતર સ્થિતિ છે. હાલ જેટલા ટેસ્ટિંગ થાય છે તેમાં દર 100 કેસમાં 9.4 લોકો પોઝીટીવ જોવા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દમનકારી નીતિ: હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને હાજર થવા કલેક્ટરે નોટિસ આપી, જો હાજર નહીં થયા તો આ એક્ટ હેઠળ કરશે કાર્યવાહી

Pravin Makwana

રસીકરણ/ રોજ સરકારે આટલા લાખ લોકોનું કરવું પડશે રસીકરણ, ત્યારે ડિસેમ્બર સુધીને તમામને લાગશે રસી

Damini Patel

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!